Chapter 15 આ રસ્તાઓ
Chapter 15 આ રસ્તાઓ
Chapter 15 આ રસ્તાઓ Textbook Questions and Answers
આ રસ્તાઓ Summary in Gujarati
આ રસ્તાઓ કાવ્ય-પરિચય
પ્રસ્તુત કાવ્યમાં રસ્તાઓને વિષય બનાવી કવિની ભ્રમણપ્રીતિ વ્યક્ત થઈ છે. રસ્તાઓ કવિને અલગ અલગ દિશાઓમાંથી બોલાવે છે. આ રસ્તાઓ કવિને જંપવા દેતાં નથી. ચાલવા માટે લોભાવે છે. સ્વપ્નમાં આવે છે. આ કાવ્યમાં એક મજાની વાત પણ છે.
કવિની ભ્રમણપ્રીતિને કારણે રસ્તાનો વ્યાપ વધતો જાય છે. ધીરે ધીરે રસ્તા અને પૃથ્વીને એવા ચાહતા થઈ જાય છે કે મૃત્યુ પછી પણ રસ્તાનું પ્રલોભન રહે છે. કવિની અપેક્ષા છે કે હજી ઘણાં રસ્તાઓ એવાં છે કે જેના પર તેઓ ચાલ્યા નથી.
[The poet has exhibited his love for wandering choosing the subject ‘The Roads’. The roads call the poet from different directions. The roads do not let the poet rest. They tempt him to walk. They come in his dream. There is an interesting matter too in this poem.
The extension of the road is increasing. The poet slowly begins to love the roads and the earth so much that he desires to walk on roads even after his death. The poet expects to walk on the roads on which he has not travelled yet. ]
આ રસ્તાઓ કાવ્યની સમજૂતી (Explanation of the Poem)
મને આ રસ્તાઓ જરાપણ શાંતિથી બેસવા દેતાં નથી, ઘર વગરના ચોરની જેમ ઘરમાં ઘૂસી આવે છે, મારા મનને આકર્ષિત કરીને હાથ પકડીને ઘરની બહાર ઘસડી જાય છે, શાંતિથી સૂવા દેતાં નથી. સ્વપ્નમાં પણ નજર આવે છે.
[The roads do not let me sit peacefully. They enter into the house like a thief without house. They attract me and pull me out of the house fetching my hand. They come in my dream.]
પૃથ્વીની આસપાસ રસ્તાઓ ભરડો લઈને કેવાં વીંટાયા! નવા અક્ષાંશ ઉપર નવા રેખાંશની અજબ ગૂંથણી કરી ન હોય!
[How tightly the roads wrapped around the earth! Wonderful knitting of the new longitudes on the new latitudes.]
અરે આ રસ્તા સમુદ્રના પાણીમાં વાંકા અંકોડાની જેમ પડ્યા! રસ્તાઓ વૃક્ષની ડાળીઓની જેમ ફેલાયા મધપૂડા! જેવા
[How curved the roads happened like hooks in the sea-water! The roads spread like branches of the road.]
વસ્તીવધારાની જેમ નાની શી કોમળ કૂંપળની જેમ વિસ્તર્યા! રસ્તા મને આ પૃથ્વીની પ્રીત પણ અરે, એવી મળી; જેથી ના દીવાલોની ભીતર ગૃહિણીની જેમ ઘર કરી હું શકું મારું મન રસ્તાઓના આકર્ષણમાં એવું લખ્યું કે સ્વર્ગે ગયા પછી પણ હું પૃથ્વી પર પાછો ફરીશ કેમ કે હજી ઘણાં રસ્તાઓ પર હું ચાલ્યો નથી.
[The roads spread like small soft tender leaves. I got love of the earth so much that I cannot live in the house like a housewife. The attraction of the road is so much that I will return to the earth and will walk on the roads on which I have not walked yet.]
આ રસ્તાઓ (Meanings)
કર (૫) – હાથ; hand.
સ્વપ્ન (નવું) – સોણલું, dream.
ભરડો (૫) – આલિંગન; hug.
અક્ષાંશ – રેખાંશ – પૃથ્વી પરની કલ્પિત આડી અને ઊભી રેખાઓ; longitude and latitude.
ગલ (૫) – માછલાં પકડવાનો આંકડો; fishhook.
જલધિ (૫) – સમુદ્ર; sea, ocean.
તરુવિટપ – વૃક્ષની ડાળી; branch of a tree.
ટીશી – અંકુર, કૂંપળ; sprout.
હવા – હમણાં; now.
પદમુદ્રા – પગના નિશાન; footprint.
વણ – વિના; without.
1. નીચેના પ્રશ્નોના એક – એક વાક્યમાં ઉત્તર લખો.
પ્રશ્ન 1. કવિ પોતાના હૈયાને કેવું ગણાવે છે?
ઉત્તર:
કવિ પોતાના હૈયાને રખડું ગણાવે છે.
પ્રશ્ન 2. ‘રસ્તાઓ’ શી રીતે પૃથ્વી પર વીંટળાયેલા છે?
ઉત્તરઃ
“રસ્તાઓ’ અક્ષાંશ પર રેખાંશની ગૂંથણી કરી પૃથ્વી પર ભરડાની જેમ વીંટળાયેલા છે.
પ્રશ્ન 3. સ્વર્ગારોહણ પછી પણ કવિની શી ઈચ્છા પ્રબળ બની રહી?
ઉત્તર :
સ્વર્ગારોહણ પછી પણ હજી કેટલાય રસ્તાઓ એવા છે કે જેના પર તેઓ ચાલ્યા નથી માટે કવિ એ ઈચ્છા પૂર્ણ કરવા ધરતી પર પાછા આવવા માગે છે.
2. નીચેના પ્રશ્નોના ત્રણ-ચાર વાક્યમાં ઉત્તર લખો.
પ્રશ્ન 1. કવિને શેના પ્રત્યે આકર્ષણ છે? શા માટે?
ઉત્તરઃ
કવિને વિવિધ રસ્તાઓ પ્રત્યે આકર્ષણ છે, કારણ કે કવિને જુદા જુદા રસ્તાઓ પર ફરીને પૃથ્વીનાં બધાં જ સ્થળો જોવા ‘ છે. વળી, કવિને પૃથ્વી પરના બધા જ રસ્તાઓનું પરિભ્રમણ કરીને પોતાની પ્રવાસપ્રીતિ સંતોષવી છે.
પ્રશ્ન 2. કવિને સ્વપ્નમાં શું નજરે ચઢે છે?
ઉત્તર :
કવિને સ્વપ્નમાં એવું લાગે છે કે રસ્તાઓ જાણે ભરડો લઈને પૃથ્વીની આસપાસ વીંટાઈ ગયા છે. અક્ષાંશ અને રેખાંશની ઉપર જાણે નવીન ગૂંથણી આ રસ્તાઓએ કરેલી છે. વાંકા અંકોડાની જેમ સમુદ્રના પાણીમાં તળિયે પડ્યાં છે. ઘણા રસ્તાઓ વૃક્ષની ડાળીઓની જેમ ફેલાયા છે. વસ્તીના મધપૂડા ઊડે અને નાની નાની કૂંપળની જેમ આ રસ્તાઓ વિસ્તર્યા છે.
પ્રશ્ન 3. ગલની શી દશા થઈ? શા માટે?
ઉત્તર :
ગલ એટલે કે માછલાં પકડવાનો વાંકો અંકોડો. માછલાં પકડવાના કાર્યમાં ઘણી વખત આ અંકોડો પાણીમાં પડી જાય અને આ અંકોડો સમુદ્રના તળિયે જઈને નિરર્થક બનીને પડ્યો રહે છે.
પ્રશ્ન 4. ઝાડની ડાળી પર શું રહેલું છે? તેને હલાવતાં શી સ્થિતિ થાય છે?
ઉત્તરઃ
ઝાડની ડાળી પર મધપૂડો રહેલો છે એને હલાવતાં એમાં રહેલી મધમાખી ઊડે છે અને સર્વત્ર ફેલાય છે. ઝાડની ડાળીઓ પર નવી ફૂટેલી કૂંપળની જેમ રસ્તાઓ બધે જ વિસ્તરેલા છે.
3. વિસ્તૃત ઉત્તર લખો.
પ્રશ્ન 1. ‘આ રસ્તાઓ” શીર્ષક ચર્ચો.
ઉત્તરઃ
કવિ નટવરલાલ કુબેરદાસ પંડ્યા ‘ઉશનસ્’ લિખિત “આ રસ્તાઓ’ કાવ્યમાં કવિની ભ્રમણપ્રીતિ અહીં લાક્ષણિક રીતે વ્યક્ત થઈ છે.
પ્રસ્તુત કાવ્યની શરૂઆતમાં કવિ રસ્તાઓ વિશે ફરિયાદ કરે છે. ખરેખર તો અહીં કવિની ભ્રમણપ્રીતિ વ્યક્ત થઈ છે. રસ્તાઓ કવિને અલગ અલગ દિશાઓમાંથી બોલાવે છે. આ રસ્તાઓ કવિને જંપવા દેતાં નથી. ચાલવા માટે લોભાવે છે. સ્વપ્નમાં આવે છે. પૃથ્વીની આસપાસ ભરડો લીધો છે.
વાંકાચૂકાં રસ્તાઓની અક્ષાંશ અને રેખાંશની ઉપર નવી ગૂંથણી થઈ છે. આ દ્વારા કાવ્યમાં નવીનતા સર્જાય છે. કાવ્યમાં એક મજાની વાત પણ છે. કવિની ભ્રમણપ્રીતિને કારણે રસ્તાની વ્યાપ વધતો જાય છે.
ધીરે ધીરે રસ્તા અને પૃથ્વીને એવા ચાહતા થઈ જાય છે કે મૃત્યુ પછી પણ રસ્તાનું પ્રલોભન રહે છે. કવિની અપેક્ષા છે કે હજી ઘણા રસ્તાઓ એવા છે કે જેના પર તેઓ ચાલ્યા નથી. તેના પર ચાલવાની ઝંખના છે.
આમ, સમગ્ર કાવ્યમાં કવિની રસ્તાપ્રીતિ સ્પષ્ટ થાય છે, માટે આ શીર્ષક યોગ્ય જ છે.
પ્રશ્ન 2. રસ્તાની આગવી વિશિષ્ટતા કાવ્યનાં આધારે તારવો.
ઉત્તર :
કવિ નટવરલાલ કુબેરદાસ પંડ્યા “ઉશનસ્’ લિખિત “આ રસ્તાઓ’ કાવ્યમાં કવિની ભ્રમણપ્રીતિ અહીં લાક્ષણિક રીતે વ્યક્ત થઈ છે.
રસ્તાઓ કવિને જરાપણ શાંતિથી બેસવા દેતાં નથી. ઘર વગરના ચોરની જેમ ઘરમાં ઘૂસી આવે છે. કવિના મનને આકર્ષિત કરીને હાથ પકડીને ઘરની બહાર ઘસડી જાય છે. શાંતિથી સૂવા પણ દેતાં નથી. કવિને સ્વપ્નમાં એવું લાગે છે કે રસ્તાઓ જાણે ભરડો લઈને પૃથ્વીની આસપાસ વીંટાઈ ગયા છે.
અક્ષાંશ અને રેખાંશની ઉપર જાણે નવીન ગૂંથણી આ રસ્તાઓએ કરેલી છે. સમુદ્ર તળિયે પાણીમાં વાંકા અંકોડાની જેમ પડ્યાં છે. ઘણા રસ્તાઓ વૃક્ષની ડાળીઓની જેમ ફેલાયા છે. વસ્તીના મધપૂડા ઊડે એમ નાની નાની કૂંપળની જેમ આ રસ્તાઓ વિસ્તર્યા છે.
કવિને પૃથ્વીનો પ્રેમ એવો મળ્યો છે કે દીવાલોની ભીતર એ રહી શક્તા નથી. કવિનું મન રસ્તાઓના આકર્ષણને હંમેશાં ભમતું રહ્યું છે. સ્વર્ગે ગયા પછી પણ ન જોયેલા રસ્તાઓ જોવાની અદમ્ય ઇચ્છા છે.
Fun & Easy to follow
Works on all devices
Your own Pace
Super Affordable
Popular Videos
Play Video
UX for Teams
Learn the basics and a bit beyond to improve your backend dev skills.
Chris Matthews
Designer
Play Video
SEO & Instagram
Learn the basics and a bit beyond to improve your backend dev skills.
Chris Matthews
Designer