Chapter 8 અખાનો સંસારત્યાગ
Chapter 8 અખાનો સંસારત્યાગ
Textbook Solutions Chapter 8 અખાનો સંસારત્યાગ Textbook Questions and Answers
અખાનો સંસારત્યાગ Summary in Gujarati
અખાનો સંસારત્યાગ પાઠ-પરિચય
મધ્યકાલીન કવિ અખાના સંસારત્યાગની ઘટનાને લેખકે ચરિત્રનાટક સ્વરૂપે આલેખી છે. ધર્મની બહેન જમનાબેને અખા પર અવિશ્વાસ કર્યો અને ચોકસી પાસે કંઠીની ખરાઈ કરાવી.
અખાએ પાંચ-પાંચ વરસ નિમકહલાલ સેવા કરી એવા સૂબેદારે તેના પર સિક્કામાં હલકી ધાતુ મેળવવાનો આરોપ મૂક્યો. આ ઘટનાથી વિચલિત થયેલા અખાએ આ અસાર સંસારનો ત્યાગ કર્યો.
અહીં અખાના જીવનના વળાંકરૂપ પ્રસંગને આલેખીને અખાના વ્યક્તિત્વનું ઉદાત્ત અને હૃદયસ્પર્શી ચિત્રાંકન દ્વારા નાટકને ચિરંજીવ બનાવ્યું છે.
[The writer has written the incident of the poet of the middle age Akha’s leaving the worldly life in the form of a play. The religious sister Jamanaben untrusted on him and tested her gold chain by the goldsmith which was made by Akha.
Akha served selflessly for five years and the subedar accused him of mixing inferior quality metal in coins. Shocked by this incident Akha left the worthless worldly life.
By expressing the incident of turning point of Akha’s life, here the writer has made the play immortal and heart-touching.)
અખાનો સંસારત્યાગ (Meanings)
ધ્યાન (નવું) – લક્ષ્ય; purpose.
કાળજી (સ્ત્રી.) – પરવા; care.
ટંકશાળ (સ્ત્રી.) – ચલણી સિક્કા પાડવાનું કારખાનું; mint.
ગુનેગાર (૬) – દોષી, અપરાધી; criminal.
મશ્કરી (સ્ત્રી.) – ટીખળ; Joke.
પ્રામાણિક – ઈમાનદાર; honest.
પ્રપંચ (નવું) – કપટ; fraud.
ચડતી (સ્ત્રી.) – પ્રગતિ; prosperity.
ખાવું- સહન થવું; to suffer.
છાનું (નવું) – ગુપ્ત; secret,
નિંદા (સ્ત્રી.) – ટીકા; estimate.
વાયદો (૫) – મુદત; any fixed future time.
નસીબદાર – ભાગ્યશાળી; lucky.
આપીકી – પોતાની; one’s own.
ધાડ મારવી -મોટું પરાક્રમ કરવું; feat.
ફરમાન (નવું) – આદેશ; a command.
ખરીતો – સરકારી કાગળિયાનું પરબીડિયું; envelope.
મેલ (મું) – પાપ; a sin.
ડંખ (૫) – વસવસો; sting
આંચ ન આવવી – કોઈ તકલીફ ન પડવી; not get scratched.
તોલો – દસ ગ્રામથી સહેજ વધુ; unit of weight.
અદેખા – ઈર્ષાળું; jealous.
ઉકલવું – વાંચી શકવું to read.
કારસ્તાન (નપું) – પરાક્રમ; bravery.
કાનભંભેરણી (સ્ત્રી.) – ઉશ્કેરણી; instigation.
બુદ્ધિ (સ્ત્રી.) – મતિ, પ્રજ્ઞા; intelligence,
મનસૂબો (૫) – હેતુ; motive.
જૂઠું – ખોટું; false.
વેઠવું – સહન કરવું; to suffer
ગેરલાભ (૫) – નુકસાન; harm, loss.
પસ્તાવો (૫) – પશ્ચાત્તાપ; repentance.
સૂબેદાર (૫) – અમલદાર; officer.
ઈન્દ્રજાળ (સ્ત્રી) – છેતરપિંડી કરનારી વિદ્યા; magic.
કરસણી (સ્ત્રી) – ઉગાડે; grow.
નિમકહલાલી (સ્ત્રી) – ઈમાનદારી; honesty.
આવરણ (નવું) – પડ; cover.
સઘળાં – બધાં; all.
મર્કટ (૫) – વાંદરો; monkey.
રળ્યા – કમાયા; earn.
ઔષધ (સ્ત્રી.) – દવા; medicine.
અકળવકળ – વ્યાકુળ; agitated.
1. નીચેના પ્રશ્નોના એક-એક વાક્યમાં ઉત્તર લખો.
પ્રશ્ન 1. અખાએ જમનાને શા માટે કંઠી ઘડી આપી?
ઉત્તર :
જમનાબેનના અખા પાસે ત્રણસો રૂપિયા પડ્યા હતા. જમનાબેનની કંઠી પહેરવાની ઇચ્છા હતી માટે અખાએ તેને કંઠી ઘડી આપી.
પ્રશ્ન 2. ટંકશાળના કામ અંગે અખા પર કયું આળ આવ્યું?
ઉત્તરઃ
સોના-ચાંદીના સિક્કામાં બીજી ધાતુનું મિશ્રણ કર્યું છે એવું આળ અખા પર મૂકવામાં આવ્યું.
2. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યમાં ટૂંકમાં ઉત્તર લખો.
પ્રશ્ન 1. જમનાને અખા પર શો અવિશ્વાસ આવ્યો?
ઉત્તર :
જમનાબેન અખાના પાડોશમાં રહેતા હતા. અખો તેમને ધર્મની બહેન માનતો હતો. જમનાબેનનું બીજું કોઈ સગું હતું નહીં. અખો એક ભાઈ તરીકેની બધી જ જવાબદારીઓ નિભાવતો. જમનાબેનના અખા પાસે ત્રણસો રૂપિયા જમા પડ્યાં હતા. આ સંબંધ લોકોની આંખમાં ખૂંચ્યો.
લોકોની કાનભંભેરણીને કારણે જમનાબેનને અખા પર અવિશ્વાસ આવ્યો અને તેને લાગ્યું કે અખો તેના પૈસા પાછા નહિ આપે. તેથી જમનાબેને કંઠી પહેરવાનું બહાનું કર્યું.
પ્રશ્ન 2. બાદશાહના ફરમાનથી કચેરીમાં જતી વખતે આખો શા માટે નિર્ભય છે?
ઉત્તર :
અખા પર સોના-ચાંદીના સિક્કામાં હલકી ધાતુ મેળવવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. માટે બાદશાહના સિપાઈઓ અખાને કચેરી લઈ જવા આવ્યા હતા, પણ અખો નિર્ભય હતો કેમ કે એણે કોઈ ખોટું કામ કર્યું ન હતું. એમને ખાતરી હતી કે આખરે સત્યનો જ જય થશે.
3. સવિસ્તર ઉત્તર લખો.
પ્રશ્ન 1. અખો શા માટે સંસારત્યાગ કરે છે? એની મનઃસ્થિતિ જણાવો.
ઉત્તરઃ
આપણાં સુપ્રસિદ્ધ મધ્યકાલીન જ્ઞાની કવિ અખાના જીવન વિશે પ્રચલિત દંતકથાને આધારે લેખક ચંદ્રવદન મહેતાએ “અખાનો સંસારત્યાગ’ ચરિત્રનાટક લખ્યું છે. એમાં અખાના ઉદાત્ત વ્યક્તિત્વને સુપેરે ચિત્રિત કર્યું છે.
અખા જેવા સજ્જન વ્યક્તિને સમાજની રૂઢિગત ઢબને કારણે ઘણી મુસીબતો અને અપમાનનો સામનો કરવો પડે છે. અખાના પાડોશમાં રહેતા જમનાબેન જેમને અખો ધર્મભગિની માનતો હતો. ભાઈ તરીકેની બધી જ જવાબદારી નિભાવતો હતો.
જમનાબેન પણ અખાને પોતાનો સગો ભાઈ માનતી હતી. આ સંબંધની લોકોને ઈર્ષ્યા થતી હતી. તેથી આસપાસના લોકોએ અખા વિરુદ્ધ જમનાબેનને ઉશ્કેર્યા.
જમનાબેને અખા પાસે જમા કરેલા રૂપિયા કઢાવવા કંઠી પહેરવાનું કહીને કંઠી બનાવડાવી. કંઠી બની ગયા પછી અખા પરના અવિશ્વાસને કારણે ચોકસી પાસે તેની ખરાઈ કરાવવા લઈ ગયા. આ વાતની જાણ થતાં અખાને જગતની મોહમાયાની નિરર્થકતા સમજાઈ ગઈ.
પાખંડથી ભરેલી આ દુનિયામાં માણસ તો પામર છે. તે ભરમાઈ જાય છે. માટીના માળખામાં આટલો બધો પ્રપંચ. માનવમાત્રને માયાના બંધન છે. મારી બેન જેવી બેનને પણ મારા પર વિશ્વાસ નથી. પાંચ-પાંચ વર્ષ આટલી નિમકહલાલ સેવા બજાવી તોય સૂબેદારના મનમાં મારે માટે અવિશ્વાસ આવ્યો. માનવજીવન કેટલું સહેલું છે? માયાના આવરણ કેવા લાલ-પીળા રંગ દેખાડે છે? માયાની ઈન્દ્રજાળથી કોઈ બચી શકતું નથી.
માયા જુદા જુદા વેશ, ચિત્ર-વિચિત્ર પ્રપંચ લીલા, કૂવા પરના ચક્કર જેવી ગતિ માયાનું ચંચળ ચાતુર્ય વગેરે દ્વારા એ માણસને મર્કટની જેમ નચાવે છે. સોનું ઘડ્યું ત્યારે આળ આવ્યું ને? હવે મારે સોનીનો ધંધો જ નથી કરવો. આ સંસાર અસાર છે. આમ, અખાને સંસાર પર વિરક્તિ આવી.
પ્રશ્ન 2. અખો અને જમવાનું ચરિત્ર ચિત્રણ કરો.
ઉત્તરઃ
અખો આપણાં સુપ્રસિદ્ધ મધ્યકાલીન જ્ઞાની કવિ અખાના જીવન વિશે પ્રચલિત દંતકથાને આધારે લેખક ચંદ્રવદન મહેતાએ અખાનો સંસારત્યાગ ચરિત્રનાટક લખ્યું છે. અખાના જીવનના વળાંકરૂપ સંસારત્યાગના પ્રસંગને આબેહુબ આલેખ્યો છે. એમાં અખાના ઉદાત્ત વ્યક્તિત્વને સુપેરે ચિત્રિત કર્યું છે.
અખો ચલણી સિક્કા બનાવવાની રાજ્યની ટંકશાળમાં ઉપરી અધિકારી તરીકે કામ કરતો હતો. પાંચ-પાંચ વર્ષ સુધી ઈમાનદારીથી કામ કરવા છતાં સોના-ચાંદીના સિક્કામાં બીજી ધાતુ મેળવવાનો આરોપ તેના પર આવ્યો.
અખો પાડોશમાં રહેતા જમનાબેનને ધર્મભગિની માનીને ભાઈ તરીકેની બધી ફરજ બજાવતો હતો. પણ લોકોની કાનભંભેરણીને કારણે જમનાબેનને અખા પર અવિશ્વાસ આવ્યો. પોતાના ત્રણસો રૂપિયા પાછા મેળવવા કંઠી પહેરવાનું બહાનું કાઢ્યું. કંઠી બની ગયા પછી એની ખરાઈ ચોકસી પાસે કરાવી. અખાને આ વાતની જાણ થતાં અખાનું મન સંસાર પરથી ઊઠી ગયું.
માનવજીવન કેટલું સહેલું છે? માયાના આવરણ કેવા લાલપીળા રંગ દેખાડે છે? માયાની ઇન્દ્રજાળથી કોઈ બચી શકતું નથી. માયા જુદા જુદા વેશ, ચિત્ર-વિચિત્ર પ્રપંચ લીલા, કૂવા પરના ચક્કર જેવી ગતિ માયાનું ચંચળ ચાતુર્ય વગેરે દ્વારા એ માણસને મર્કટની જેમ નચાવે છે.
સોનું ઘડ્યું ત્યારે આળ આવ્યું ને? હવે મારે સોનીનો ધંધો જ નથી કરવો. આ સંસાર અસાર છે. આમ, અખાને સંસાર પર વિરક્તિ આવી.
જમનાબેન જમનાબેન અખાના પાડોશમાં રહેતા હતા. અખો તેમને ધર્મની બહેન માનતો હતો. જમનાબેનનું બીજું કોઈ સગું હતું નહીં. અખો એક ભાઈ તરીકેની બધી જ જવાબદારીઓ નિભાવતો. જમનાબેન કરકસર કરીને થોડા પૈસા બચાવીને અખા પાસે જમા કરાવતી.
જમનાબેનના અખા પાસે ત્રણસો રૂપિયા જમા થયા હતા. અખો પણ પોતાની બહેન માટે વધારે મહેનત કરતો. પણ આ સંબંધ લોકોની આંખમાં ખૂઓ. લોકોની કાનભંભેરણીને કારણે જમનાબેનને અખા પર અવિશ્વાસ આવ્યો અને તેને લાગ્યું કે અખો તેના પૈસા પાછા નહિ આપે.
એ માટે કંઠી પહેરવાનું બહાનું કાઢ્યું. અખાએ પોતાની બેનને કંઠી પહેરવી છે એ જાણી ખૂબ જ કાળજીપૂર્વક થોડું સોનું વધારે ઉમેરીને કંઠી બનાવી. કંઠી બની ગયા પછી એની ખરાઈ ચોકસી પાસે કરાવી. અખાને આ વાતની જાણ થતાં અખાનું મન સંસાર પરથી ઊઠી ગયું.
જમનાબેનને પોતાની ભૂલ સમજાઈ. તેને એવું લાગે છે કે તેના પાપને કારણે અખા પર આરોપ આવ્યો. તેણે અખાની માફી માગી પણ ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું. અખો સંસાર ત્યાગીને સાચા ગુરુની શોધમાં નીકળી ગયો હતો.
Fun & Easy to follow
Works on all devices
Your own Pace
Super Affordable
Popular Videos
UX for Teams
Learn the basics and a bit beyond to improve your backend dev skills.
Chris Matthews
Designer
SEO & Instagram
Learn the basics and a bit beyond to improve your backend dev skills.
Chris Matthews
Designer