Class 9th CBSE

Chapter 3 એક સરખા દિવસ સુખના

Chapter 3 એક સરખા દિવસ સુખના

એક સરખા દિવસ સુખના વ્યાકરણ (Vyakaran)

એક સરખા દિવસ સુખના Summary in Gujarati

એક સરખા દિવસ સુખના કાવ્ય-પરિચય
આ કાવ્યમાં કવિ પ્રભુલાલ દ્વિવેદીએ માનવજીવનનું ઊંડું ચિંતન વ્યક્ત કરતાં કહ્યું છે કે, મનુષ્ય ક્યારેય અભિમાન ન કરવું. નસીબ પર કદી ભરોસો ન કરવો કેમ કે રાજામાંથી રંક બનતા વાર લાગતી નથી. મૃત્યુ પછી ઈશ્વરના દરબારમાં ભૌતિક સંપત્તિ કે સ્વજન સાથે આવતા નથી.
ખાલી હાથે જ જવું પડે છે. કવિએ જગતના સનાતન સત્યને સમજાવવા ઊગ્યું તે આથમે, ખીલ્યું તે કરમાય. એહ નિયમ અવિનાશનો, જે જન્યું તે જાય. દ્વારા જીવનની ઘટમાળને સરળ શબ્દોમાં સમજાવી છે. સજ્જનો દુઃખમાં અને સુખમાં સમાનભાવે વર્તે છે.
જ્યારે દુર્જનો દુષ્કાર્ય કરીને બીજાને પરેશાન કરે છે. અહંકાર છોડીને ઈશ્વરની સર્વોપરિતાનો સ્વીકાર કરવા અને પરોપકારી બનવાનો બોધ આપે છે.
[In this poem Prabhulal Dwivedi has expressed deep thinking of the human life. He says that a person should never be proud. He should not depend on fate because it does not take time to become poor from the king.
Physical wealth or a relative does not come with us in the court of God. We have to go there empty-handed. The poet has given examples to explain the truth. He says that its sets that rises, it withers that blossoms, it dies that is born.
That is the rule of immortal God. That is the routine of the life. Nobel persons behave equally in both the conditions – in happiness and unhappiness. Only the wicked persons harass others by doing misdeeds.
The poet preaches us to leave pride and accept supremacy of almighty God and do good deeds.]

એક સરખા દિવસ સુખના કાવ્યની સમજૂતી (Explanation of the Poem)

એકસરખા દિવસ કોઈના જાતાં નથી, માટે સમજુ લોકો કદી ધન-દોલતનું અભિમાન કરતાં નથી. જે શૂરવીર છે, તે મુસીબતોથી ડરતો નથી. નસીબ સાથ આપે કે ન આપે તેની એ દરકાર કરતો નથી.
(Not all days pass equally of anyone. So wise people never become proud of their wealth. The brave person never frightens in difficulties. He never minds of the fate either it favours or not.)
જે ખીલે તે કરમાય, જેનું સર્જન થાય તેનો સંહાર થાય છે. જેની ચડતી થાય તેની પડતી થાય છે એ નિયમ સનાતન કાળથી ચાલ્યો આવે છે. તેમાં કોઈ ફેરફાર થતો નથી. સમય બળવાન છે, મનુષ્ય નહીં. અર્જુનને પોતાની શક્તિનું અભિમાન આવ્યું તેથી તેની પાસે હથિયાર હોવા છતાં કાબારૂપે આવેલા કૃષ્ણએ તેને લૂંટી લીધો.
[It withers that blossoms, it is destroyed that is created. It falls that climbs. This is the eternal rule of the age. There is no change in it. Time is powerful not a person. Arjun become proud of his strength so he was robbed by Krishna in the disguise of Kaba, eventhough Arjun had weapons.]
સજ્જને આ સંસારમાં ગર્વનો ત્યાગ કરવો જોઈએ. નસીબ દગો દે ત્યારે રાજા પણ રંક બની જાય છે. ઈશ્વરના દરબારમાં ખાલી હાથે જ જવાનું છે. ધન, સ્વજનો, સંપત્તિ અને વૈભવ સાથે આવતો નથી.
[The nobel persons should renounce pride in this world. When fate is not favourable, even a king becomes a poor man. We have to go empty handed in the court of God. Wealth, relatives and splendour do not come with us.]
દુષ્કર્મથી ડરવું એ જ જીવનનો સાર છે. એક વખત સૌએ મરવાનું તો છે જ, માટે મૃત્યુનો ભય ન રાખવો. મનુષ્ય અભિમાનથી માન ગુમાવે છે, માટે કદી અભિમાન ન કરવું. આપણું ધારેલું કંઈ થતું નથી, ઈશ્વરનું જ ધારેલું થાય છે.
[The moral of life is that we should be afraid of sin. One day all have to die, so we should not be afraid of death. Man loses his fame due to his pride, so never be proud. Man proposes, God disposes. ]
પડતાં પર પાટુ અને દાઝયા ઉપર ડામ કદી ન દેવો. કોઈની
(We should not harass the distressed persons. We should not increase anybody’s difficulties. It is the act of only wicked persons.]

એક સરખા દિવસ સુખના શબ્દાર્થ (Meanings)

સાહ્યબી (સ્ત્રી) – જાહોજલાલી; glamorous.
લેશ – જરાપણ નહીં; not at all.
ફૂલાવું – અભિમાન કરવું; be proud.
ભાગ્ય (નવું) – નસીબ; luck.
રૂઠવું-રિસાવું; to roam.
રીઝવું – પ્રસન્ન થવું; to be glad.
મુસીબત (સ્ત્રી.) – મુશ્કેલી, આફત; trouble.
કરમાવું – મૂરઝાવું; wither.
સરજાય – સર્જન થવું; to create.
લોપાય -નાશ થવું; thrust.
પલટાવું – બદલાવું; to change.
નિયમ (૫) – નીમ; rule.
બડો મોટો; big
બળવાન – શક્તિશાળી; powerful.
ગર્વ (૫) – ગૌરવ; proud.
ભૂપતિ (૫) – રાજા; king.
ભમવું – ફરવું; to roast.
સંપત (સ્ત્રી.) – સંપત્તિ; property.
દુષ્કર્મ (નપું.) – દુષ્કૃત્ય, ખરાબ કામ; crime.
સાર (૫) – મર્મ, રહસ્ય; mystery.
હુંપદ (નપું.) –અભિમાન; pride.

નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય ? વિકલ્પ પસંદ કરી ઉત્તર લખોઃ

પ્રશ્ન 1.નીચેના શબ્દનો સમાનાર્થી શબ્દ શોધો :
સાહ્યબી
A. મોજમજા
B. મહેફિલ
C. ધનવાન
D. જાહોજલાલી
ઉત્તરઃ
D. જાહોજલાલી
પ્રશ્ન 2.નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ શોધો :
a. બળવાન
A. નિર્બળ
B. વિદ્વાન
C. બહાદુર
D. કોવિંદ
ઉત્તરઃ
A. નિર્બળ
b. ઉદ્યમી
A. મહેનતુ
B. આજ્ઞાંકિત
C. કાજગરો
D. આળસુ
ઉત્તરઃ
D. આળસુ
પ્રશ્ન 3.નીચેના શબ્દોમાંથી સાચી જોડણીવાળો શબ્દ શોધો.
A. આશીર્વાદ
B. સુતરાવ
C. ભૂલામણિ
D. નવલીકા
ઉત્તરઃ
A. આશીર્વાદ
Fun & Easy to follow
Works on all devices
Your own Pace
Super Affordable

Popular Videos

Play Video

UX for Teams

Learn the basics and a bit beyond to improve your backend dev skills.

ava4.png
Chris Matthews

Designer

Play Video

SEO & Instagram

Learn the basics and a bit beyond to improve your backend dev skills.

ava4.png
Chris Matthews

Designer