Class 9th CBSE

Chapter 1 ક્રોધી સ્વભાવને જીતવો ને

Chapter 1 ક્રોધી સ્વભાવને જીતવો ને

Chapter 1 ક્રોધી સ્વભાવને જીતવો ને Additional Important Questions and Answers

પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ટૂંકમાં (ત્રણ-ચાર વાક્યોમાં) ઉત્તર 3 લખો (2 ગુણ)

પ્રશ્ન 1.જગતનો વૈભવ કેવો છે?
ઉત્તર :
જગતનો વૈભવ મિથ્યા છે.
પ્રશ્ન 2.ભક્તિમાં ધ્યાન રાખવા શાનો ત્યાગ કરવો જોઈએ?
ઉત્તર :
ભક્તિમાં ધ્યાન રાખવા આ લોક અને પરલોકની આશાઓનો ત્યાગ કરવો જોઈએ.
પ્રશ્ન 3.જગતમાં કોને કોઈ નડતું નથી?
ઉત્તર :
પોતાના વચનમાં અડગ રહેનારને જગતમાં કોઈ નડતું નથી.
પ્રશ્ન 4.ગંગાસતી કોને, શી શીખ આપે છે?
ઉત્તર :
ગંગાસતી પાનબાઈને ક્રોધી સ્વભાવ ત્યજવાની શીખ આપે છે.
પ્રશ્ન 5.ક્રોધી સ્વભાવને જીતવો ને’ કાવ્યના કવયિત્રીનું નામ જણાવો.
ઉત્તરઃ
‘ક્રોધી સ્વભાવને જીતવો ને’ કાવ્યના કવયિત્રી – ગંગાસતી છે.
પ્રશ્ન 6.“ક્રોધી સ્વભાવને જીતવો ને’ કાવ્યનો પ્રકાર જણાવો.
ઉત્તરઃ
‘ક્રોધી સ્વભાવને જીતવો ને કાવ્યનો પ્રકાર ભજન છે.
પ્રશ્ન 7.“ક્રોધી સ્વભાવને જીતવો ને કાવ્યમાંથી શો બોધ મળે છે?
ઉત્તરઃ
‘ક્રોધી સ્વભાવને જીતવો ને’ કાવ્યમાં ક્રોધ પર વિજય મેળવવાથી મનુષ્ય ધારે તે કરી શકે કોઈ તેને રોકી ન શકે.

પ્રશ્ન 2. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો: [1 ગુણ)

પ્રશ્ન 1.ગંગાસતીનું કયું કાવ્ય તમારા પાઠ્યપુસ્તકમાં છે?
A. ક્રોધી સ્વભાવને જીતવો ને
B. વીજળીને ચમકારે મોતીડાં પરોવો પાનબાઈ
C. મેરુ રે ડગે પણ જેનાં મન નો ડગે
D. શીલવંત સાધુને વારે વારે નમીએ
ઉત્તરઃ
A. ક્રોધી સ્વભાવને જીતવો ને
પ્રશ્ન 2.“જેણે ભક્તિના માર્ગે જવું હોય એણે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર જેવા માનવજીવનના મહાભયંકર શત્રુઓમાંથી ક્રોધી સ્વભાવ પર વિજય મેળવવો જ રહ્યો.” આ ભાવ કયા કાવ્યમાં જોવા મળે છે?
A. હંકારી જા
B મેળો આપો તો
C. વતનનો તલસાટ
D. ક્રોધી સ્વભાવને જીતવો ને
ઉત્તરઃ
D. ક્રોધી સ્વભાવને જીતવો ને
પ્રશ્ન ૩.“ક્રોધી સ્વભાવને જીતવો ને’ કાવ્યનો પ્રકાર જણાવો.
A. લોકગીત
B. ઊર્મિકાવ્ય
C. પદ
D. ગઝલ
ઉત્તરઃ
C. પદ
પ્રશ્ન 4.“જગતનો વૈભવ મિથ્યા જાણીને, ટાળી દેવો દુર્જનનો રાગ” આ પંક્તિ કયા કાવ્યની છે?
A. એકસરખા દિવસ સુખના …
B. મેળો આપો તો
C. બેટા, મને પાછી જવા દે
D. ક્રોધી સ્વભાવને જીતવો ને
ઉત્તરઃ
D. ક્રોધી સ્વભાવને જીતવો ને
પ્રશ્ન 5.સહુ સિદ્ધિઓને તરણા સમાન ગણીને કવયિત્રી શું મેલવાનું કહે છે?
A. મનનો મેલ
B. ધન-વૈભવ
C. અંતરનું માન
D. મનનો રાગ
ઉત્તરઃ
C. અંતરનું માન
પ્રશ્ન 6.‘ક્રોધી સ્વભાવને જીતવો ને’ કાવ્યમાં શાનો મહિમા સમજાવ્યો છે?
A. સ્મિત
B. પુરુષાર્થ
C. ભક્તિ
D. અક્રોધ
ઉત્તરઃ
D. અક્રોધ
Fun & Easy to follow
Works on all devices
Your own Pace
Super Affordable

Popular Videos

Play Video

UX for Teams

Learn the basics and a bit beyond to improve your backend dev skills.

ava4.png
Chris Matthews

Designer

Play Video

SEO & Instagram

Learn the basics and a bit beyond to improve your backend dev skills.

ava4.png
Chris Matthews

Designer