Class 9th CBSE

Chapter 9 હંકારી જા

Chapter 9 હંકારી જા

Chapter 9 હંકારી જા Additional Important Questions and Answers

1. નીચેના પ્રશ્નોના સવિસ્તર (આશરે 100 શબ્દોમાં) ઉત્તર લખો [4 ગુણી.

પ્રશ્ન 1. હંકારી જા’ કાવ્યમાં વ્યક્ત થતી પ્રભુદર્શનની ઝંખના સ્પષ્ટ કરો.
અથવા હંકારી જા’ કાવ્યનું વક્તવ્ય સ્પષ્ટ કરો.
ઉત્તરઃ
સુંદરમ્ લિખિત “હંકારી જા’ પ્રાર્થનાગીતમાં કવિ ઈશ્વરદર્શનની ઝંખના વ્યક્ત કરે છે. કવિ ઈશ્વરને વિનંતી કરે છે કે, હે પ્રભુ! તું મારી જીવનરૂપી બંસીમાં તારી કરુણાના તાર જોડી દે. જીવનવીણાના સૂરને તું જગાડી જા. પવનરૂપી ઝંઝાના ઝાંઝર પહેરીને હૃદયના બંધ દ્વારને તું ખોલી જા.
મારા હૃદયના અંધકારને દૂર કરીને જ્ઞાનનો પ્રકાશ તું પાથરી જા. સૂના પડેલાં જીવનમાં હે પીતાંબરધારી! પ્રસન્નતા ભરી દે. જેમ ભૂખી શબરીના એંઠા બોર આરોગીને એને મોક્ષ અપાવ્યો એમ મારે પણ અહમૂનાં ઘાટે બંધાવું નથી.
અહની કાંચળી ઉતારીને સંસાર સાગરને પાર પરમતત્ત્વને પામવાની મારી ઇચ્છાને તું પૂરી કર. હે મનના માલિક! તારી ઇચ્છા પ્રમાણે મારી જીવનરૂપી હોડીને હંકારી જા. આમ, સમગ્ર કાવ્યમાં ભક્તની ભગવાનને પામવાની ઉત્કટ તાલાવેલી પ્રગટ થાય છે.

2. નીચેના પ્રશ્નોને એક વાક્યમાં ઉત્તર લખો [1 ગુણ)

પ્રશ્ન 1. હંકારી જા’ કાવ્યના કવિ કોણ છે?
ઉત્તરઃ
‘હંકારી જા’ કાવ્યના કવિ સુંદરમ્ છે.
પ્રશ્ન 2. હંકારી જા’ કાવ્યનો પ્રકાર જણાવો.
ઉત્તર :
હંકારી જા’ કાવ્યનો પ્રકાર પ્રાર્થનાગીત” છે.
પ્રશ્ન 3. હંકારી જા’ કાવ્યમાં કવિ કઈ ઝંખના વ્યક્ત કરે છે?
ઉત્તરઃ
“હંકારી જા” કાવ્યમાં કવિ પ્રભુદર્શનની તીવ્ર ઝંખના વ્યક્ત કરે છે.
પ્રશ્ન 4. શબરીના ઉદાહરણ દ્વારા કવિ શું સમજાવે છે?
ઉત્તરઃ
શબરીએ પ્રભુને બોર અર્પણ કરીને, મોહમાયાને ત્યાગીને પરમતત્ત્વ પામી એમ કવિ પણ ઈશ્વરને પામવા માગે છે.
પ્રશ્ન 5. કવિની નૈયા શાના દોરડાથી બંધાયેલી છે?
ઉત્તરઃ
કવિની નૈયા અહમના દોરડાથી બંધાયેલી છે.
પ્રશ્ન 6. કવિને શાનાથી સંતોષ નથી?
ઉત્તર :
કવિને કિનારાથી સંતોષ નથી..
પ્રશ્ન 7. “સાગરની સેરે હિલોળવું એટલે શું?
ઉત્તરઃ
“સાગરની સેરે હિલોળવું એટલે પરમતત્ત્વને પામવું.

3. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી ૬ યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો 1 ગુણો

પ્રશ્ન 1. “હંકારી જા’ કાવ્યનો પ્રકાર જણાવો.
A. ઊર્મિકાવ્ય
B. ગઝલ
C. પ્રાર્થનાગીત
D. પદ
પ્રશ્ન 2. ‘હંકારી જા’ કાવ્યમાં કવિ કઈ ઝંખના વ્યક્ત કરે છે?
A. ભક્ત પ્રેમની પરાકાષ્ઠા
B. પ્રભુદર્શનની તીવ્ર ઝંખના
C. મોહમાયાની પરાકાષ્ઠા
D. ભક્તની આસક્તિ
પ્રશ્ન 3. નીચેનામાંથી ક્યાં પ્રતીક “હંકારી જા’ કાવ્યનાં નથી?
A. વીણા અને વાણી
B. હોડી અને સંસાર
C. પાંપણ અને સોણલું
D. દરિદ્ર અને નારાયણ
પ્રશ્ન 4. સુંદરમનું કયું કાવ્ય તમારા પાઠ્યપુસ્તકમાં છે?
A. આ રસ્તાઓ
B. બેટા! મને પાછી જવા
C. હંકારી જા
D. એકસરખા દિવસ સુખના
પ્રશ્ન 5. “હંકારી જા’ કાવ્યમાં શબરીને કોની ભૂખ હતી?
A. રામદર્શન
B. પ્રભુદર્શન
C. જલદર્શન
D. શિવદર્શન
પ્રશ્ન 6. કવિની નૈયા શાના દોરડાથી બંધાયેલી છે?
A. પ્રેમ
B. અહમ્
C. નફરત
D. અનાસક્તિ
પ્રશ્ન 7. પવન સાથે વરસતો વરસાદ એટલે ….
A. પગના પાયલ
B. પ્રભુનો પગરવ
C. ઝંઝાના ઝાંઝર
D. વરસાદનો ધ્વનિ
પ્રશ્ન 8. હંકારી જા’ કાવ્યમાં કોની વાણી જગાડવાનું કહ્યું છે?
A. અંતરનો અવાજ
B. પોતાની વિણાની વાણી
C. તુંબડાના તાર
D. સંતોની વાણી
પ્રશ્ન 9. ત્રિભુવનદાસ પુરુષોત્તમ લુહારનું ઉપનામ જણાવો.
A. ઉશનસ્
B. સુંદરમ્
C. વાસુકિ
D. શેષ
Fun & Easy to follow
Works on all devices
Your own Pace
Super Affordable

Popular Videos

UX for Teams

Learn the basics and a bit beyond to improve your backend dev skills.

ava4.png
Chris Matthews

Designer

SEO & Instagram

Learn the basics and a bit beyond to improve your backend dev skills.

ava4.png
Chris Matthews

Designer