Class 9th CBSE

Chapter 9 હંકારી જા

Chapter 9 હંકારી જા

Textbook Solutions Chapter 9 હંકારી જા

હંકારી જા Summary in Gujarati

હંકારી જા કાવ્ય – પરિચય
પ્રસ્તુત ઊર્મિકાવ્યમાં પ્રભુદર્શનની તીવ્ર ઝંખના વ્યક્ત થઈ છે. ભક્તનું હૃદય ઈશ્વરકૃપાના પ્રસાદ માટે સદેવ ઉત્સુક રહે છે. રામદર્શનથી શબરી ભોગને ત્યાગીને યોગને પામી.
એમ સંસારસાગરને ઘાટે અહથી બંધાયેલી નૌકાને કવિ કિનારાથી દૂર સાગર મોજાર લઈ જઈને સાગરની સેર કરાવવા ઝંખે છે. કાવ્યના અંતમાં કવિ પરમતત્ત્વને પામવાની ઝંખના વ્યક્ત કરે છે.
[In this prayer the intense desire of God’s darshan has been explained. The devote’s heart is always eager to get the grace of God. Shabari gained cure (yoga) and left suffering (bhog) by Ramdarshan.
The boat of life is tied with ego at the coast of the sea the world. The poet wants to take the boat in the middle of the sea and enjoy the sail. In the end of the poem the poet expresses his desire to gain moksha.]
હંકારી જા (Explanation of the Poem)
હે પ્રભુ! મારી બંસીમાં બે બોલ તું વગાડી જા, મારી વીણામાં તું સૂર જગાડી જા. પવન સાથે વરસતા વરસાદરૂપે તું પધાર પિયા. ઇચ્છારૂપી બારણાને ખોલી તું જા.
[0 god! please play some words in my flute. Please create some tune in my lute. Please come with rainy wind. Please open the door of desires.]
અજ્ઞાનના અંધકારને દૂર કરી, જ્ઞાનરૂપી સોનેરી સ્વપ્ન તું બતાડી જા, જીવનની એકલતાને દૂર કરીને, મારા હૃદયમાં પ્રસન્નતા તું ભરી દે.
[Please remove the darkness of ignorance and show me the golden dream of spiritual knowledge. Please remove on lines of my life and fill my heart with pleasure.]
ભૂખી શબરીનાં બે બોર આરોગીને. દર્શન ભૂખીની ઇચ્છા તું પૂરી કરી જા. અહમથી બંધાયેલી મારી નાવને, સાગરની સેર તું કરાવી જા.

(Please fulfill the desire of Shabari who is hungry for your darshan, by eating her few stoned fruits. My boat is tied with ego, please sail it in the sea.]
મનના માલિક તારી ઇચ્છાના હલેસે, ફાવે ત્યાં નાવને તું હંકારી જા.
[O my God, please sail my boat where you desire with an oar of your wish.

હંકારી જા (Meanings)

ઉત્સુકતા (સ્ત્રી.) – ઉત્કંઠા; eagerness.
વાણી (સ્ત્રી.) – (અહીં) સૂર; sound, voice.
તીવ્ર – તીક્ષ્ણ; sharp.
ક્ષુધા (સ્ત્રી.) – ભૂખ; hunger.
ઝંઝા (સ્ત્રી.) – પવન સાથે પડતો વરસાદ; sound of wind.
શુદ્ર – તુચ્છ; frail.
ઢંઢોળવું – જગાડવું; to wake up.
ઝાંઝર (નવું) – પાયલ; anklets.
પીતાંબરી – પીળું વસ્ત્ર; yellow silk cloth.
આરોગવું – જમવું; to eat.
વછોડવું – છોડાવવું; rescue.
ફાવે ત્યાં – ગમે ત્યાં; everywhere.
પિયા – પતિ; husband.
કામ – ઇચ્છા; desire.
કમાડ (નવું) – બારણું; door.
સોણલું (નપુ) – સ્વપ્ન; dream.
સરિતા (સ્ત્રી) – નદી; river.
ઘાટ (નવું) – કિનારો; bank.
હોડી (સ્ત્રી) – નાવ; boat.
માલિક (૫) – ભગવાન; god.

1. નીચેના પ્રશ્નોના એક – એક વાક્યમાં ઉત્તર લખો

પ્રશ્ન 1. કવિ કોની વાણી જગાડવાની વાત કરે છે ?
ઉત્તરઃ
કવિ પોતાની વીણામાં વાણી જગાડવાની વાત કરે છે.
પ્રશ્ન 2. કવિ ઈશ્વરને કેવી રીતે પધારવાનું કહે છે ?
ઉત્તરઃ
કવિ ઈશ્વરને પવન સાથે વરસતા વરસાદરૂપે પધારવાની વાત કહે છે.
પ્રશ્ન 3. સોનેરી સપનું ક્યારે જોઈ શકાય ?
ઉત્તરઃ
પોઢેલી પાંપણના પડદા ઉપાડવા એટલે અજ્ઞાનનો અંધકાર દૂર કરવો. જ્યારે આ અજ્ઞાન દૂર થાય ત્યારે સોનેરી સપનું જોઈ શકાય.
પ્રશ્ન 4. ‘સૂની સરિતા એટલે શું?
ઉત્તરઃ
‘સૂની સરિતા’ એટલે પ્રભુદર્શનનો ઉત્સુક ભક્ત.
પ્રશ્ન 5. મનના માલિકને કવિ શું કહે છે?
ઉત્તરઃ
જ્યાં, જેવી રીતે ઇચ્છા થાય એમ કવિની જીવન નૈયાને હંકારી જવા વિનંતી કરે છે.

2. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યમાં ઉત્તર લખો.

પ્રશ્ન 1. શબરીના ઉદાહરણ દ્વારા કવિ શું સમજાવે છે ?
ઉત્તર :
શબરી રામદર્શનની ભૂખી હતી. ભગવાન રામને બોર અર્પણ કરીને તેણે પ્રભુદર્શનની ઇચ્છા પૂર્ણ કરી. પ્રભુએ દર્શનની ભૂખી શબરીના બોર આરોગીને એની પ્રભુદર્શનની ઝંખના પૂર્ણ કરી. એમ મારી પણ ઇચ્છા પૂરી કરો. હે પ્રભુ! મારે સંસારરૂપી સાગરને કિનારે બંધાવું નથી પણ સમુદ્રના મોજની સેર કરવી છે. એટલે કે પરમતત્ત્વને પામવું છે.
પ્રશ્ન 2. “હોડી’ અને ‘સંસારનાં પ્રતીકો સ્પષ્ટ કરો.
ઉત્તરઃ
હોડી’ એટલે માનવજીવન. કવિ મનુષ્યના જીવનને સમુદ્રમાં તરતી હોડી સાથે સરખાવે છે. “સંસાર’ એ મોહમાયાના સંબંધો છે. ભગવાનને કવિ વિનંતી કરે છે કે મારી જીવનરૂપી હોડીનો તારણહાર બનીને, માયાના બંધનમાંથી મુક્ત કરીને, સંસારરૂપી સાગરની સેર કરાવ. પરમતત્ત્વને પ્રાપ્ત કરવામાં મદદરૂપ બન. આમ કહીને પ્રભુદર્શનની તીવ્રતા કવિએ વ્યક્ત કરી છે.

3. સવિસ્તર ઉત્તર લખો.

પ્રશ્ન 1. હંકારી જા’ કાવ્યનો કેન્દ્રવર્તીભાવ સ્પષ્ટ કરો.
ઉત્તર :
પ્રકૃતિ અને પરમતત્ત્વની આરાધના જેમની કવિતાઓમાં કેન્દ્રસ્થાને છે એવા કવિ સુંદરમ્ લિખિત “હંકારી જા’ કાવ્યમાં કવિ ઈશ્વરને મનના માલિક અને તારણહાર કહે છે.
આ કાવ્યમાં ભક્ત હૃદયની ઉત્સુક્તા અને પ્રભુદર્શનની ઝંખના અતિ લાઘવ સાથે રજૂ થઈ છે. કવિ પોતાના જીવનનું સૂનાપણું દૂર કરીને જીવનરૂપી વીણાના બે સૂર વગાડી જવા કહે છે. બે સૂર એટલે કે નામસ્મરણ અને પ્રભુભક્તિ.
ઝંઝાના ઝાંઝર પહેરીને પ્રભુદર્શનની ઇચ્છાને પૂર્ણ કરવા વિનવે છે. અભિમાનને કારણે અંધ બનેલી આંખો પરથી અજ્ઞાનનો પડદો ઉપાડીને ઈશ્વરના સાક્ષાત્કારનું સોણલું બતાવવા કહે છે. જીવનની નીરસતા અને શુષ્કતાને દૂર કરીને હૃદયને પ્રસન્ન અને મોહમાયાથી મુક્ત કરવા અરજ કરે છે.
રામદર્શનની ભૂખી શબરીના બોર આરોગીને એની પ્રભુદર્શનની ઝંખના પૂર્ણ કરી, એમ મારી પણ એ ઇચ્છા પૂરી કરો. હે પ્રભુ! મારે સંસારરૂપી સાગરને કિનારે બંધાવું નથી પણ સમુદ્રના મોજની સેર કરવી છે. એટલે કે પરમતત્ત્વને પામવું છે.
એ માટે કાવ્યના અંતમાં કવિ ઈશ્વરને મનના માલિક કહીને એમની જીવનરૂપી હોડીને ઇચ્છા અનુસાર હંકારીને પ્રભુ સમીપ લઈ જવા કહે છે.
Fun & Easy to follow
Works on all devices
Your own Pace
Super Affordable

Popular Videos

UX for Teams

Learn the basics and a bit beyond to improve your backend dev skills.

ava4.png
Chris Matthews

Designer

SEO & Instagram

Learn the basics and a bit beyond to improve your backend dev skills.

ava4.png
Chris Matthews

Designer