Class 9th CBSE

Chapter 8 અખાનો સંસારત્યાગ

Chapter 8 અખાનો સંસારત્યાગ

અખાનો સંસારત્યાગ વ્યાકરણ

1. નીચેનાં વાક્યોમાંથી સંયુક્ત વાક્ય ઓળખાવોઃ

પ્રશ્ન 1.
A. જમનાબેન અખાની ધરમની બહેન હતી.
B. લાલદાસ અખા પાસે સોનાના દાગીના લેવા આવ્યા હતા.
C. અખો ઈમાનદાર હતો તે છતાં રાજાના સિપાહીઓ તેમને પકડી ગયા.
D. જ્યારે અખાને ખબર પડી ત્યારે તેણે સંસાર છોડી દીધો.
ઉત્તરઃ
C. અખો ઈમાનદાર હતો તે છતાં રાજાના સિપાહીઓ તેમને પકડી ગયા.
પ્રશ્ન 2.
A. ગામલોકોએ જમનાબેનના કાન ભંભેર્યા તેથી તેમને અખા પર અવિશ્વાસ આવ્યો.
B. અખાએ જમનાબેન માટે સોનાની કંઠી બનાવી.
C. અખાને સંસાર અસાર લાગ્યો.
D. લાલદાસ અખાને સાંત્વન આપે છે.
ઉત્તરઃ
A. ગામલોકોએ જમનાબેનના કાન ભંભેર્યા તેથી તેમને અખા પર અવિશ્વાસ આવ્યો.
પ્રશ્ન 3.
A. જમનાબેને ચોકસી પાસે કંઠીની ખરાઈ કરાવી માટે અખાને ખૂબ ખરાબ લાગ્યું.
B. સંસારની માયાનો અખાએ ત્યાગ કર્યો.
C. આખરે જમનાબેનને ખૂબ પશ્ચાત્તાપ થયો.
D. જ્યારે રાજાને અખાની વાત સાચી લાગી ત્યારે તેને નિર્દોષ છોડી મૂક્યો.
ઉત્તરઃ
A. જમનાબેને ચોકસી પાસે કંઠીની ખરાઈ કરાવી માટે અખાને ખૂબ ખરાબ લાગ્યું.

2. નીચેનાં વાક્યોમાંથી સંકુલ વાક્ય ઓળખાવોઃ

પ્રશ્ન 1.
A. જેવું જગત દેખાય છે તેવું નથી.
B. જમનાબેન અખાને સગો ભાઈ માનતા હતા.
C. લાલદાસે અખાને રોકવાનો ખૂબ પ્રયત્નો કર્યા.
D. અખા પર ચલણી સિક્કામાં હલકી ધાતુ મેળવવાનો આરોપ મૂક્યો.
ઉત્તરઃ
A. જેવું જગત દેખાય છે તેવું નથી.
પ્રશ્ન 2.
A. રામના સિપાઈઓ અખાના ઘરે આવ્યા.
B. જો જગતની માયા મિથ્યા છે તો તેનો ત્યાગ જ કરવો.
C. માયાના આવરણમાંથી બહાર નીકળવું અશક્ય છે.
D. અખાએ સંસારનો ત્યાગ કર્યો.
ઉત્તરઃ
B જો જગતની માયા મિથ્યા છે તો તેનો ત્યાગ જ કરવો.
પ્રશ્ન 3.
A. લોકોને જમનાબેન અને અખાની ઈર્ષા થઈ.
B. અખો જીવનભર સોનીનો ધંધો કરીને ગુજરાન ચલાવતો હતો.
C. જ્યારે સત્યના માર્ગ પર ચાલીએ ત્યારે મુશ્કેલીઓ તો આવે જ.
D. સમય અને સંજોગો વિપરીત હતા.
ઉત્તરઃ
C. જ્યારે સત્યના માર્ગ પર ચાલીએ ત્યારે મુશ્કેલીઓ તો આવે જ.

૩. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો:

પ્રશ્ન 1. નીચેના રૂઢિપ્રયોગોનો સાચો અર્થ શોધોઃ
1. દિલમાં મેલ રાખવો
A. મન સાફ રાખવું
B. મનમાં કપટ રાખવું
C. દિલ દુઃખી થવું
D. મનમાં મૂંઝવણ થવી
ઉત્તર :
B. મનમાં કપટ રાખવું
પ્રશ્ન 2. આળ ચડાવવું
A. સજા કરવી
B. સરપાવ આપવો
C. આરોપ મૂકવો
D. શિક્ષા ન કરવી
ઉત્તર :
C. આરોપ મૂકવો
પ્રશ્ન 3. આંચ ન આવવી
A. કંઈ અસર ન થવી
B. ભલાઈ કરવી
C. પરોપકાર કરવો
D. મોહમાયા છોડવી
ઉત્તર :
A. કંઈ અસર ન થવી
પ્રશ્ન 4. બદલો વાળવો
A. બદલાવી લેવું
B વળતર ચૂકવવું
C. બદનામી થવી
D. બળજબરી કરવી
ઉત્તર :
B. વળતર ચૂકવવું
પ્રશ્ન 5. કાન ભંભેરવા
A. આળ ચડાવવું
B. નિંદા કરવી
C. આદેશ આપવો
D. ઉશ્કેરણી કરવી
ઉત્તર :
D. ઉશ્કેરણી કરવી

4. નીચેના સામાસિક શબ્દોના અર્થ આપો :

પ્રશ્ન 1. ટંકશાળ
A. ચલણમાં વપરાતું નાણું
B. બપોરની શાળા
C. ચલણી સિક્કા બનાવવાનું કારખાનું
D. રાજાના સોનાના સિક્કા બનાવવાનું કારખાનું
ઉત્તર :
C. ચલણી સિક્કા બનાવવાનું કારખાનું
પ્રશ્ન 2. સૂબેદાર
A. સિપાહીઓની નાની ટુકડીનો અમલદાર
B. પોલીસનો વડો
C. હવાઈદળનો અધિકારી
D. વાયુદળનો અધિકારી
ઉત્તર :
A. સિપાહીઓની નાની ટુકડીનો અમલદાર
પ્રશ્ન 3. ખરીતો
A. મકાનનો દસ્તાવેજ
B. એક પ્રકારની હૂંડી
C. સરકારી કાગળવાળું પરબીડિયું
D. સરકારી આદેશ
ઉત્તર :
C. સરકારી કાગળવાળું પરબીડિયું
પ્રશ્ન 4. ધર્મભગિની
A. ધર્મની બહેન
B. ધર્મના ગુરુ
C. ધર્મની પ્રજા
D. ધર્મનો બંધુ
ઉત્તર :
A. ધર્મની બહેન

5. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ શોધો:

પ્રશ્ન 1. ફરમાન
A. ફરજ
B. આદેશ
C. હક
D. વિનંતી
ઉત્તર :
B. આદેશ
પ્રશ્ન 2. આળ
A. અધિકાર
B. આકાંક્ષા
C. મનોરથ
D. આરોપ
ઉત્તર :
D. આરોપ
પ્રશ્ન 3. બુદ્ધિ
A. મતિ
B. સત્ય
C. ઇચ્છા
D. પાણિ
ઉત્તર :
A. મતિ

6. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ શોધોઃ

પ્રશ્ન 1. ચિંતિત
A. ચિંતાતુર
B. નિશ્ચિત
C. મૂંઝવણ
D. સ્વાર્થ
ઉત્તર :
B. નિશ્ચિત
પ્રશ્ન 2. નિંદા
A. ટીકા
B. ઈર્ષા
C. પ્રશંસા
D. તથા
ઉત્તર :
C. પ્રશંસા

7. નીચેના શબ્દોમાંથી સાચી જોડણીવાળો શબ્દ શોધો.

પ્રશ્ન 1.
A. વિધ્યાર્થી
B. પરીક્ષા
C. અનૂસ્વાર
D. નગરપાલીકા
ઉત્તર :
B. પરીક્ષા

8. નીચેનાં કહેવત-જોડકાંમાંથી સમાન અર્થવાળું જોડકું શોધો.

પ્રશ્ન 1.
A. અધૂરો ઘડો છલકાય ઘણો – ઝાઝા હાથ રળિયામણા
B. ચળકે એટલું સોનું નહિ – ઊજળું એટલું દૂધ નહિ
C. વાવે તેવું લણે – સોબત તેવી અસર
D. પૂછતો નર પંડિત થાય – નાચવું નહિ ને આંગણું વાંકું
ઉત્તર :
B. ચળકે એટલું સોનું નહિ – ઊજળું એટલું દૂધ નહિ
Fun & Easy to follow
Works on all devices
Your own Pace
Super Affordable

Popular Videos

Play Video

UX for Teams

Learn the basics and a bit beyond to improve your backend dev skills.

ava4.png
Chris Matthews

Designer

Play Video

SEO & Instagram

Learn the basics and a bit beyond to improve your backend dev skills.

ava4.png
Chris Matthews

Designer