Chapter 7 વીડી વાઢનારા
Chapter 7 વીડી વાઢનારા
Textbook Solutions Chapter 7 વીડી વાઢનારા Textbook Questions and Answers
વીડી વાઢનારા Summary in Gujarati
વીડી વાઢનારા કાવ્ય-પરિચય
પ્રસ્તુત લોકગીતમાં નાયકની સ્વાર્થપરાયણતા અને પત્નીની સ્ત્રી સહજ દાક્ષણિકતા બતાવીને સમાજમાં પુરુષ સમોવડિયણ તરીકે આલેખવામાં આવી છે. અહીં નાયિકા પોતાને મળેલા આજીવિકાના સાધનને અતિ મૂલ્યવાન ગણે છે. શ્રમકાર્યમાં તે પુરુષ કરતાં અગ્રેસર છે.
પતિ કરતાં એ ઘણું વધારે કામ કરે છે. છતાં તે સ્ત્રી સહજ ખેવનાને કારણે પતિને ઘાસનો ભારો ચડાવે છે. પતિ પત્નીને સહાયક બનવાને બદલે ભારો ન ચડાવીને સ્વાર્થી બને છે. ખેતરમાં એકલી હોવા છતાં હિંમત હાર્યા વિના વટેમાર્ગુની મદદ લઈને પોતાનો ભારો લઈને ઘેર આવે છે.
પતિ માત્ર પોતાનું જ વિચારે છે, જ્યારે પત્ની પોતાની મહેનતના હિસ્સામાંથી વટેમાર્ગ વીરાને ભોજન કરાવીને વીરા પ્રત્યેનો પ્રેમ અને સ્ત્રી સહજ ખમીરના દર્શન કરાવે છે. સ્ત્રી-દાક્ષિણ્ય એ જ લોકગીતનું ખરું સૌંદર્ય છે.
[In this folk-song selfishness of the husband – the hero – and natural courtesy of the woman – his wife is shown. The woman is shown equal to the man in the society. Here the woman considers her own occupation much valuable.
She is greater than a man in labour work. She works more than her husband. Yet she helps her husband to lift the bundle of the grass because of her natural courtesy. Instead of becoming a helping-hand the husband does not help her to lift the bundle of the grass and thus becomes selfish. Though the woman is alone in the field, she does not lose courage.
She takes help of the passerby and comes home carrying the bundle of the grass. The husband thinks only for him, but the woman does not. She feeds the passerby, her brother from her meal and shows love for the brother and natural courtesy of the woman. The real beauty of the folksong is the natural courtesy of the woman.]
વીડી વાઢનારા કાવ્યની સમજૂતી (Explanation of the Poem)
મારું દાતરડું સાવ સોનાનું બનેલું છે. રેશમથી બંધાયેલો મારો હાથે છે.
મારા પ્રિયતમ, હવે હું વીડી વાઢવા નહીં જાઉં.
[My sickle is made of pure gold, My hand is built with silk. My dear, now I will not go to cut the grass.]
મારાં પરણેતરે પાંચ પૂળકા વાયા, મેં દસ-વીસ પૂળા વાઢ્યા. મારા પ્રિયતમ, હવે હું વીડી વાઢવા નહીં જાઉં.
[My husband cut five bundles of grass, I cut ten-twenty bundles of grass.
My dear, now I will not go to cut the grass.]
પરણ્યાને મેં ભારો ચડાવ્યો, જંગલના રસ્તા પર હું એકલી ઊભી રહી.
મારા પ્રિયતમ, હવે હું વીડી વાઢવા નહીં જાઉં.
[I helped my husband to lift the bundle of the grass. I was standing alone on the way to the forest. My dear, now I will not go to cut the grass.]
રસ્તા પર વટેમાર્ગ નીકળ્યો, તેને મેં ભારો ચડાવવા વિનંતી કરી. મારા પ્રિયતમ, હવે હું વીડી વાઢવા નહીં જાઉં.
[I saw a passerby and I requested him to lift the bundle of the grass. My dear, now I will not go to cut the grass.]
પરણ્યાને મજૂરી પેટે પાલી જવાર મળી, અને મને મણ ઘઉં. મારા પ્રિયતમ, હવે હું વીડી વાઢવા નહીં જાઉં.
(My husband got two kilo juwar and I got twenty kilo of wheat. My dear, now I will not go to cut the grass.]
પરણે એનું પેટ ભર્યું, મેં તો મારો વીર જમાડ્યો. મારા પ્રિયતમ, હવે હું વીડી વાઢવા નહીં જાઉં.
[My husband ate himself, but I fed my brother. My dear, now I will not go to cut the grass.)
વીડી વાઢનારા શબ્દાર્થ (Meanings)
વીડી (સ્ત્રી.) – ખડનું ખેતર; grass farm.
દાતરડું (નવું) – ઘાસ કાપવાનું એક ઓજાર; sickle.
હીર (નવું) – રેશમ; silk.
પૂળકા – ઘાસના પૂળા; bunch.
ભારો (૫) – ઘાસના જથ્થાને ઉપાડી શકાય એમ બાંધવો; bundle of grass.
ભારડી (સ્ત્રી.) – વજન; weight.
મુંજા વાલમજી – નાયક માટેનું સંબોધન; Valamji.
પાલી (સ્ત્રી.) – અનાજનું એક નાનું માપ; a measure of corn of about four pounds.
માણું – પાલી કરતાં મોટું માપ; twenty kilogram.
પેટડું – પેટ; stomach.
1. નીચેના પ્રશ્નોના એક – એક વાક્યમાં ઉત્તર લખો.
પ્રશ્ન 1. નાયિકા શેના વડે ઘાસ કાપે છે?
ઉત્તર :
કાવ્યનાયિકા દાતરડા વડે ઘાસ કાપે છે.
પ્રશ્ન 2. માર્ગમાં નાયિકા શી મદદ માગે છે?
ઉત્તરઃ
માર્ગમાં નાયિકા વટેમાર્ગ પાસે ભારો ચડાવવાની મદદ માગે છે.
પ્રશ્ન 3. નાયક નાયિકાને શી મજૂરી મળી?
ઉત્તરઃ
નાયકને પાલી જુવાર અને નાયિકાને માણે ઘઉંની મજૂરી મળી.
2. નીચેના પ્રશ્નોના ત્રણ-ચાર વાક્યમાં ઉત્તર લખો.
પ્રશ્ન 1. વીડી ન વાઢવા પાછળ નાયિકાનો શો હેતુ છે?
ઉત્તરઃ
કાવ્યનાયિકા પોતાનો રોષ પ્રગટ કરવા, પતિના પત્ની ? તરફના ભારો ન ચડાવવાના વલણનો વિરોધ કરવા અને સ્ત્રી સહજ છે રિસામણાને વીડી ન વાઢવા જવાનું કહીને પ્રગટ કરે છે. એ એવું ૬ પણ કરી બતાવે છે કે પતિ કરતાં તે વધારે સક્ષમ છે. આમ, નાયિકા કે પોતાની સ્વનિર્ભરતા અને સ્વાભિમાન બતાવવા વીડી વાઢવા જવાની 8 ના પાડે છે.
પ્રશ્ન 2. નાયકનો સ્વાર્થ અને નાયિકાની નિઃસ્વાર્થ ભાવના શી રીતે આલેખન પામી છે?
ઉત્તરઃ
વીડી વાઢવા લોકગીતમાં નાયકની સ્વાર્થપરાયણતા અને 3 પત્નીની સ્ત્રી સહજ દાક્ષણિકતા બતાવીને સમાજમાં પુરુષ સમોવડિયણ તરીકે આલેખવામાં આવી છે. નાયક પોતાની પત્ની કરતાં કામ પણ ઓછું કરે છે અને તેને મદદ કરવાને બદલે પોતાનો ભારો લઈને પત્નીને એકલી મૂકીને જતો રહે છે.
જ્યારે પત્ની પતિ કરતાં કામ પણ વધારે કરે છે, પતિને ભારો ચડાવવામાં મદદ પણ કરે છે. ખેતરમાં એકલી હોવા છતાં હિંમત હાર્યા વિના વટેમાર્ગુની મદદ લઈને પોતાનો ભારો લઈને ઘેર આવે છે.
3. સવિસ્તર ઉત્તર લખો :
પ્રશ્ન 1. ‘વીડી વાઢનારા’ લોકગીતમાં નાયક કરતાં નાયિકા શી રીતે ચડિયાતી છે – તે જણાવો.
ઉત્તરઃ
“વીડી વાઢનારા’ લોકગીતમાં સમાન હકદાર અને સ્વતંત્ર જીવન જીવનાર શ્રમજીવી દંપતીની વાત કરવામાં આવી છે. પ્રસ્તુત લોકગીતમાં નાયકની સ્વાર્થપરાયણતા અને પત્નીની સ્ત્રી સહજ દાક્ષણિકતા બતાવીને સમાજમાં પુરુષ સમોવડિયણ તરીકે આલેખવામાં આવી છે.
અહીં નાયિકા પોતાને મળેલા આજીવિકાના સાધનને અતિ મૂલ્યવાન ગણે છે. શ્રમકાર્યમાં તે પુરુષ કરતાં અગ્રેસર છે. પતિ કરતાં એ ઘણું વધારે કામ કરે છે. છતાં તે સ્ત્રી સહજ ખેવનાને કારણે પતિને ઘાસનો ભારો ચડાવે છે. પતિ પત્નીને સહાયક બનવાને બદલે ભારો ન ચડાવીને સ્વાર્થી બને છે.
ખેતરમાં એકલી હોવા છતાં હિંમત હાર્યા વિના વટેમાર્ગુની મદદ લઈને પોતાનો ભારો લઈને ઘેર આવે છે. પતિ માત્ર પોતાનું જ વિચારે છે, જ્યારે પત્ની પોતાની મહેનતના હિસ્સામાંથી વટેમાર્ગુ વીરાને ભોજન કરાવીને વીરા પ્રત્યેનો પ્રેમ અને સ્ત્રી સહજ ખમીરના દર્શન કરાવે છે.
આમ, આ લોકગીતમાં સમાજની કારમી અને ધારદાર વાસ્તવિકતા દ્વારા સમાજમાં સ્ત્રી પોતાના સંસારને કેવી રીતે જીવી અને જીરવી જાણે છે એ સુપેરે આલેખન પામ્યું છે. સ્ત્રી-દક્ષિણ્ય એ જ લોકગીતનું ખરું સૌંદર્ય છે.
પ્રશ્ન 2. નાયિકા વીડી વાઢવાની ના શા માટે પાડે છે?
ઉત્તરઃ
મોટે ભાગે લોકગીત સામાન્ય જીવન જીવતા લોકોના જીવનની વાસ્તવિકતાની આસપાસ રચાતું હોય છે. ઘણી વખત નાયિકા પોતાના પતિનો પ્રેમ પામવા તેનાથી રિસાઈ જવાનું નાટક કરતી હોય છે. અહીં પત્ની પતિને ભારો ચડાવવાને બદલે પોતે પત્ની પાસે ભારો ચડાવડાવે છે.
હિંમત હાર્યા વિના નાયિકા વટેમાર્ગુની મદદથી ભારો ચડાવીને ઘરે આવે છે. પોતાના પર કરેલા ઉપકારના બદલામાં વટેમાર્ગ (વીરાને) ભાવતું ભોજન કરાવે છે. લોકગીત હંમેશાં સામાન્ય વ્યક્તિઓના જીવનની આસપાસ રચાતું હોય છે.
અહીં પણ દંપતીના પરસ્પરના પ્રેમનું આલેખન ખૂબીપૂર્વક કર્યું છે. પ્રેમ અને રૂસણાંના મિશ્ર ભાવને વ્યક્ત કરતી નાયિકા પતિથી રિસાઈને હવે કદી વીડી વાઢવા નહીં આવે એમ કહે છે.
પ્રશ્ન 3. નોંધ લખો : (1) નાયક નાયિકાની દાંપત્ય ભાવના.
ઉત્તર:
“વીડી વાઢનારા’ લોકગીત ગ્રામ્યજીવનની સરળતા અને પરિશ્રમની વાત અહીં શ્રમજીવીઓના જીવનના આલેખન દ્વારા કરવામાં આવી છે. સામાન્ય જીવન જીવતા પતિ-પત્ની એકબીજાને ખૂબ જ પ્રેમ કરે છે, પણ પુરુષપ્રધાન સમાજમાં ઘણી વખત પતિ પત્નીને મદદ કરવાને બદલે પોતાનું કાર્ય જ કરે છે.
પત્ની ઘર અને ખેતર બનેનું કાર્ય કરે છે છે. પત્ની પુરુષ સમોવડિયણ બનીને વટેમાર્ગુની મદદથી ભારો ચડાવીને ઘરે આવે છે. વટેમાર્ગુને જમાડીને બંધુધર્મ અને માનવધર્મ બજાવે છે.
પતિથી રૂસણાં લઈને વીડી વાઢવા આવવાની ના પાડે છે. એમાં પણ છે પતિ પ્રત્યેનો પ્રેમ અને અબોલા દ્વારા પ્રેમની અભિવ્યક્તિ થઈ છે.
આમ, લોકગીતમાં સમાજજીવનની વાસ્તવિકતા અને સંસારરથનાં બે પૈડાં પતિ અને પત્ની એકબીજાને સથવારે રૂસણાં અને મનામણાં દ્વારા જીવન જીવી જાય છે. એ સત્યને આ લોકગીતમાં સુપેરે વર્ણવ્યું છે.
Fun & Easy to follow
Works on all devices
Your own Pace
Super Affordable
Popular Videos
UX for Teams
Learn the basics and a bit beyond to improve your backend dev skills.
Chris Matthews
Designer
SEO & Instagram
Learn the basics and a bit beyond to improve your backend dev skills.
Chris Matthews
Designer