Class 9th CBSE

Chapter 6 બિસ્મિલ્લાખા

Chapter 6 બિસ્મિલ્લાખા

Chapter 6 બિસ્મિલ્લાખા Textbook Questions and Answers

બિસ્મિલ્લાખા Summary in Gujarati

બિસ્મિલ્લાખા પાઠ-પરિચય
કુશળ અનુવાદક તરીકે પ્રસિદ્ધિ મેળવનાર લાભુબહેન મહેતાએ સમગ્ર વિશ્વમાં જુદી જુદી કલાને વરેલા કલાકારોની મુલાકાતોના અનુવાદને ‘કલા અને કલાકાર’ ભાગ 1 -2માં સંગ્રહેલી છે.
પ્રસ્તુત પાઠમાં વિશ્વભરમાં શરણાઈનું ગુંજન કરીને શરણાઈ જેવા ભારતના સાદા વાદ્યને વિશ્વપ્રસિદ્ધ બનાવનાર બિસ્મિલ્લાખાની મુલાકાતને લેખિકાએ પોતાની આગવી શૈલીમાં રજૂ કરી છે. આ મુલાકાતનું લખાણ ભારતીય શાસ્ત્રીય સંગીતમાં શરણાઈ વિશેનો આ મહત્ત્વનો દસ્તાવેજ છે.
તેમના સમગ્ર જીવનનો પ્રેરણાદાયી ચિતાર આ મુલાકાત દ્વારા પ્રાપ્ત થાય છે.
[Labhuben has gained fame as an expert translator. Her translation of the visits to the artists of different arts have been collected in Kala and Kalakar’ Part 1-2.
In this lesson the writer has presented the visit to the artist Bismillakhan who has made the simple music instrument of India – Sharnai famous all over the world by playing on Sharnai.
The article of the classical music of Sharnai is an important document in Indian classical music. We get inspiring sketch of his whole life in this visit. )

બિસ્મિલ્લાખા શબ્દાર્થ (Meanings)

સુપ્રતિષ્ઠિત – મશહૂર; reputed.
કાર્યક્રમ (૫) – સમયપત્રક; programme.
મુલાકાત (સ્ત્રી.) – મેળાપ; interview.
અવસર (૫) – મોકો; occasion.
ખુદાપરસ્તી – ઈશ્વરપ્રેમ; love god.
ગદ્દગદ – ભાવુક; emotional.
મોજ (સ્ત્રી.) – આનંદ; joy.
વાર્તાલાપ (૫) -ચર્ચા; discussion.
વંશ (૫) – કુળ; pedigree.
પરંપરા (સ્ત્રી) – રિવાજ; tradition.
બજાવવું – વગાડવું; sound.
નિશ્ચિત – નક્કી; decided.
રિયાસત – રજવાડું; kingdom.
કોશિશ (સ્ત્રી.) – પ્રયાસ; try.
ચિત્ત (નવું) – મન; mind.
ભટકવું – રખડવું; to wander.
જૂઠ (નવું) – અસત્ય; ie.
સીખ (સ્ત્રી.) – શિખામણ; admonition.
ઈજ્જત (સ્ત્રી.) – આબરૂ; reputation
સ્વગત – મનોમન; addressed to one self.
રિયાઝ (૫) – મહાવરો; rehears.
ગભરાટ (૫) – ભય; fright.
તાકાત (સ્ત્રી.) – શક્તિ; strength.
અદા – ઢબ; method, mode.
ફિરસ્તો – દેવદૂત; angel.
દુવા (સ્ત્રી.) – આશિષ; blessing.
ઇબાદત (સ્ત્રી.) -પ્રાર્થના; prayer.
તરબોળ – લાગણીવશ; emotion.
મોજ (સ્ત્રી.) – ખુશી; pleasure.
રાજી – પ્રસન્ન; willing, cheerful.
માલિક – ખુદા; god.
પ્રશંસા (સ્ત્રી.) – વખાણ; appreciation.
ટોકવું – સૂચન કરવું; to find faults.
ટીકા (સ્ત્રી.) – નિંદા; criticise.
ઉત્તમ – શ્રેષ્ઠ; best.
મદ (૫) – અભિમાન; pride.
હરીફાઈ (સ્ત્રી.) – સ્પર્ધા; competition.
ખુશબો (સ્ત્રી.) – સુગંધ, fragrance.
વિશિષ્ટતા (સ્ત્રી) – ખાસિયત; specialty, characteristic.
સાજ – સાધન, (અહીં) શરણાઈ; musical instrument.
ઓજાર (નવું) – હથિયાર; tool.
સરાણિયો – સરાણ પર ધાર કાઢનાર; one who sharpens edged tools.

1. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો.

પ્રશ્ન 1. બિસ્મિલ્લાખાને શરણાઈવાદન સિવાય શેનો શોખ હતો?
ઉત્તરઃ
બિસ્મિલ્લાખાને શરણાઈવાદન સિવાય તે પોતાની શરણાઈ પોતે જ બનાવતા. આ ઉપરાંત હાર્મોનિયમ વગાડવાનો અને ગાવાનો શોખ હતો.
પ્રશ્ન 2. બિસ્મિલ્લાખાને કઈ કઈ કલા હસ્તગત હતી?
ઉત્તરઃ
શરણાઈની અલગ અલગ રાગ-રાગિણી અને હાર્મોનિયમ વગાડવાની કલા હસ્તગત હતી.
પ્રશ્ન 3. બિસ્મિલ્લાખાને મામાએ કઈ ત્રણ શીખ આપી?
ઉત્તરઃ
“કભી જૂઠ મત બોલો, તબિયત સંભાલો ઓર ઈજ્જત બચાવો.’ આ ત્રણ શિખામણ બિસ્મિલ્લાખાને મામાએ આપી.
પ્રશ્ન 4. બિસ્મિલ્લાખાના ગુરુ કોણ હતા?
ઉત્તરઃ
શરણાઈ તો તેઓ મામા પાસેથી જ શીખ્યા. હાર્મોનિયમ લક્ષ્મણપ્રસાદ તથા ગાવાનું અને રાગ-રાગિણી એહમદ હુસેનખાં પાસેથી શીખ્યા.

2. નીચેના પ્રશ્નોના ત્રણ-ચાર વાક્યમાં ટૂંકમાં ઉત્તર લખો.

પ્રશ્ન 1. મામાએ બાળક બિસ્મિલ્લાખાને શા માટે ખૂબ માર્યો ? પછી કઈ શિખામણ આપી?
ઉત્તર :
બિસ્મિલ્લાખાં અઢી વર્ષના હતા ત્યારે તેમની માતાનું અવસાન થયું હતું. એટલે તેઓ મામાને ઘેર જ ઉછર્યા. તેઓ છેસાત વર્ષના થયા ત્યારે શાળામાં મૂકવામાં આવ્યા પણ અભ્યાસમાં એમને રસ જ ન હતો. એમના મનમાં ગીતોનું ગુંજન ચાલ્યા કરતું.
વર્ગમાં પ્રશ્નો પૂછવામાં આવે ત્યારે તેઓ જવાબ આપી શકતા નહીં. છોકરાઓની ફરિયાદને કારણે માસ્તરે ખૂબ માર્યો. જેથી ભાગીને ઘેર આવ્યા અને શાળાએ જવાની ના પાડી દીધી. છતાં મામાના આગ્રહ અને દબાણને કારણે તેઓને રોજ શાળાએ મોકલતા.
પણ તેઓ શાળાએ જવાને બદલે ગામમાં ભટકવા નીકળી પડતાં. એક દિવસ એક છોકરો – ઘણા દિવસોની ગેરહાજરીનું કારણ જાણવા ઘેર આવ્યો ત્યારે ચોરી પકડાઈ ગઈ. સાંજે ઘેર આવ્યો ત્યારે મામાએ શાળાએ ન જવા અને – જૂઠું બોલવાના આરોપસર ખૂબ માર્યો અને ભાર દઈને કહ્યું :
“કભી 3 જૂઠ મત બોલો, તબિયત સંભાલો ઔર ઇજ્જત બચાવો.”
પ્રશ્ન 2. લાગણીવશ બિસ્મિલ્લાખાને મામાની સૂર વિશેની કઈ શિખામણ યાદ આવે છે?
ઉત્તરઃ
બિસ્મિલ્લાખાં પાંચ વરસના હતા ત્યારથી જ શરણાઈ શીખવાનો પ્રયાસ કરતાં. એક વખત તેમના મામાએ પાસે બોલાવીને કહ્યું “તારે વગાડવું હોય તો સૂરમાં વગાડ, કાનને મીઠું લાગે ને 3 ફરીફરીને સાંભળવું ગમે તેવું વગાડ.’ તેઓ કહેતા કે “સૂર લેના હૈ તો સચ બોલો.’
તેઓ બિસ્મિલ્લાખાને વારંવાર ટોકતાં અને કહેતા “સૂર વચ્ચે રહી જાય છે તું આજુબાજુ ફર્યા કરે છે. સૂરમાં દાખલ થતો નથી.’ જીવનભર યાદ રહે એવી શિખામણ મામાએ તેને આપી હતી.

3. સવિસ્તર ઉત્તર લખો.

પ્રશ્ન 1. બિસ્મિલ્લાખાને મન પોતાના જીવનના યાદગાર પ્રસંગો કયા કયા છે?
ઉત્તરઃ
બિસ્મિલ્લાખાના જીવનના અમુક પ્રસંગોને તેઓ જીવનભર ભૂલી ન શકે એવા છે. તેઓ શરણાઈ વગાડે ત્યારે કદી મામા તેમના વખાણ ન કરે, હંમેશાં ટોક્યા કરે. એમને લાગતું કે પોતે ઘણું સારું વગાડે છે.
પણ એક દિવસ લેખક તિલક કામોદ’ વગાડતા હતા ત્યારે તેમના મામાએ બીજા ઓરડામાં બેસીને એ જ રાગ વગાડવા માંડ્યો. આ સાંભળીને બિસ્મિલ્લાખાનું અભિમાન ઊતરી ગયું.
એક બીજા પ્રસંગમાં મામાની પાર્ટી “અલીબલ ઍન્ડ પાર્ટી’ કહેવાતી. એક જગ્યાએ શરણાઈની સ્પર્ધા યોજાયેલી. મામા બીમાર હતા એટલે એમને બદલે બિસ્મિલ્લાખાને જવાનું હતું.
જતી વખતે મામાને પગે લાગ્યા ત્યારે એમણે આસમાન સામે જોઈ, ખુદાને યાદ કરીને તેમનાં વાંસા પર હાથ ફેરવ્યો ત્યારે એમને એવું લાગ્યું કે મામાનો એમનામાં પ્રવેશ થયો. આ હરીફાઈમાં તેઓ જીત્યા. મામાની શક્તિનો એમને પરિચય થયો.
છેલ્લો પ્રસંગ મામાના મૃત્યુનો જે કદી ન ભૂલી શકાય એવો છે. મામા છેક સુધી સાવ સાજા હતા. અચાનક બપોરે ચાર વાગ્યે તબિયત બગડી. બિસ્મિલ્લાખાં એમની પાસે જ બેઠા હતા. રાતે બે વાગ્યે તેમને ઉઠાડ્યા. મામા સાવ સાજા લાગ્યા.
આસમાન સામે જોઈને કંઈક બોલવા માંડ્યા. પછી એકદમ તેમને પાસે બોલાવ્યા અને ખૂબ ભેટ્યા, ખૂબ વહાલ કર્યું. પછી કહે “જાઓ ખુશ રહો’ સવારે સાત વાગ્યે એમણે દેહ છોડ્યો. બિસ્મિલ્લાખાં માને છે કે આજ જે એમની નામના છે એ એમની છેલ્લી દુઆને કારણે છે.
પ્રશ્ન 2. બિસ્મિલ્લાખાના જન્મ, ઉછેર અને બાળપણ વિશે એકમને આધારે નોંધ તૈયાર કરો.
ઉત્તરઃ
બિસ્મિલ્લાખાં અઢી વર્ષના હતા ત્યારે તેમની માતાનું અવસાન થયું હતું. એટલે તેઓ મામાને ઘેર જ ઉછર્યા. તેમના પિતા, દાદા, નાના, મામા બધા જ શરણાઈ વગાડતા. તેથી પાંચ વર્ષની ઉંમરે તેણે શરણાઈ વગાડવાનું શરૂ કર્યું.
તેઓ છ-સાત વર્ષના થયા ત્યારે શાળામાં મૂકવામાં આવ્યા પણ અભ્યાસમાં એમને રસ જ ન હતો. એમના મનમાં ગીતોનું ગુંજન ચાલ્યા કરતું. વર્ગમાં પ્રશ્નો પૂછવામાં આવે ત્યારે તેઓ જવાબ આપી શકતા નહીં.
છોકરાઓની ફરિયાદને કારણે માસ્તરે ખૂબ માર્યો. જેથી ભાગીને ઘેર આવ્યા અને શાળાએ જવાની ના પાડી દીધી. છતાં મામાના આગ્રહ અને દબાણને કારણે તેઓને રોજ શાળાએ મોકલતા. પણ તેઓ શાળાએ જવાને બદલે ગામમાં ભટકવા નીકળી પડતાં.
એક દિવસ એક છોકરો ઘણા દિવસોની ગેરહાજરીનું કારણ જાણવા ઘેર આવ્યો ત્યારે ચોરી પકડાઈ ગઈ. સાંજે ઘેર આવ્યો ત્યારે મામાએ શાળાએ ન જવા અને જૂઠું ? બોલવાના આરોપસર ખૂબ માર્યો અને ભાર દઈને કહ્યું: “કભી જૂઠ મત બોલો, તબિયત સંભાલો ઓર ઈજ્જત બચાવો.’
પ્રશ્ન 3. ‘બિસ્મિલ્લાખાને સંગીત વારસામાં મળ્યું કહેવાય’ આ વિધાન સદૃષ્ટાંત સમજાવો.
ઉત્તર :
વિશ્વભરમાં શરણાઈનું ગુંજન કરીને, શરણાઈ જેવા સાદા વાદ્યને વિશ્વપ્રસિદ્ધ બનાવનારા બિસ્મિલ્લાખાના પિતા, દાદા, નાના, મામા બધા જ શરણાઈ વગાડતા. જુદા જુદા રાજાના દરબારમાં તેઓ નિશ્ચિત નોકરી કરતાં. આ કારણે ઘરમાં વાતાવરણ ગાવા-બજાવવાનું રહેતું.
તેથી તેમને જન્મથી જ આ સંસ્કારો વારસામાં મળ્યા હતા. પાંચ વર્ષની ઉંમરથી જ તેણે શરણાઈ વગાડવાનું શરૂ કર્યું. મામાએ બિસ્મિલ્લાખાને કહ્યું કે, “તારે વગાડવું હોય તો સૂરમાં વગાડ, કાનને મીઠું લાગે તેવું વગાડ.”
તેઓ કહેતા કે “સૂર લેના હૈ તો સચ બોલો ત્યારથી બિસ્મિલ્લાખાએ સૂરમાં વગાડવાનું શરૂ કર્યું. શરણાઈ વગાડતા તો બિસ્મિલ્લાખાં તેમના મામા પાસેથી જ શીખ્યા. મામાએ અંતિમ સમયે આપેલી દુઓને કારણે જ બિસ્મિલ્લાખાને સફળતા મળી, એવું તેઓ દઢપણે માને છે.
આમ, શરણાઈના સૂરથી માંડીને અલગ અલગ રાગ અને તેના માટેની રિયાઝ કરવાની તાલીમ પણ તેમને વારસામાં મળી હતી.
Fun & Easy to follow
Works on all devices
Your own Pace
Super Affordable

Popular Videos

Play Video

UX for Teams

Learn the basics and a bit beyond to improve your backend dev skills.

ava4.png
Chris Matthews

Designer

Play Video

SEO & Instagram

Learn the basics and a bit beyond to improve your backend dev skills.

ava4.png
Chris Matthews

Designer