Chapter 21 બેટા, મને પાછી જવા દે
Chapter 21 બેટા, મને પાછી
જવા દે
Chapter 21 બેટા, મને પાછી જવા દે Textbook Questions and Answers
બેટા, મને પાછી જવા દે Summary in Gujarati
બેટા, મને પાછી જવા દે કાવ્ય-પરિચય
પશ્ચિમી સંસ્કૃતિના રંગે રંગાયેલી આજની પેઢી ગામડામાં વસતા લોકોની લાગણીને સમજી શકતી નથી. બદલાતી જીવનશૈલીનું પ્રતિબિંબ આ કાવ્યમાં પડે છે. દીકરો ભણી-ગણીને શહેરમાં સુખી છે. એ જાણી માનું મન સંતુષ્ટિ અનુભવે છે.
ગામડામાં રહેવા ટેવાયેલી માને શહેરમાં ગોઠતું નથી. માટે મા દીકરાને પોતાને જવા દેવા કહે છે. માતાના હૃદયની સૂક્ષ્મ સંવેદનાને કવયિત્રીએ ખૂબીપૂર્વક ગૂંથી છે.
[The modern generation, affected by the western culture does not understand the feelings of the people living in a village. The reflection of changing lifestyle is seen in this poem. The educated son is happy in a city. The mother is satisfied with it.
But the mother who is habituated to live in a village, does not like to live in a city. So, the mother requests her son to let her go to her village. The poetess has knitted the feelings of the mother’s heart in this poem skillfully.)
બેટા, મને પાછી જવા દે કાવ્યની સમજૂતી (Explanation of the Poem)
બેટા ! જ્યાં ઘરની બારીઓ હંમેશાં બંધ રહેતી હોય અને મુખ્ય દ્વાર પર હંમેશાં તાળું માર્યું હોય, એવી જગ્યા પર તું મને કેમ લઈ આવ્યો?
[In which place have you brought me my dear. Here all the windows are always closed and the main door is kept locked.]
આવનારનું સ્વાગત કરવા મુખ્ય દ્વાર પર રંગોળી ન કરી હોય ત્યાં કદી લક્ષ્મીજી પધારતા નથી.
[There is no rangoli at the door to welcome the guest. Then how can Laxmiji come?]
બેટા ! જે ઘરમાં માત્ર કૃત્રિમ હવા ગોળ ગોળ ફર્યા કરતી હોય, ત્યાં લક્ષ્મીજી આવવાનો વિચાર પણ ન કરે.
[How can Laxmiji think to come, where the artificial air moves round in the house? Isn’t it?]
કમળ પર લક્ષ્મીજી બિરાજે છે અને આદિકાળથી દૂધના સાગરમાં તેનો વાસ છે.
[(Laxmiji) sits on the lotus and dwells in the sea of milk for centuries.]
લક્ષ્મીજી ડબ્બામાં અને ફ્રિજમાં સંઘરેલું વાસી અન્ન કદી ના આરોગે.
[Do you believe that she will eat the stale food which is preserved in a box and in ice?]
તને બાળકો અને પત્ની સાથે ઠરીઠામ થયેલો જોઈ હું ખુશ છું.
[My dear ! I am very happy to see you settled with your wife and children.]
તારી પત્ની પરપુરુષનો હાથ પકડે અને તું પરસ્ત્રીનો હાથ પકડે એ જોઈ હું ખૂબ દુઃખી થઈ જાઉં છું.
[I am shocked when I see your wife holding another man’s hand and you holding another’s wife’s hand.)
બેટા! સારું થયું તું મને અહીં લઈ આવ્યો. હું ખુશ છું કે તું તારા જીવનમાં સુખી છે.
[But my dear, I am really happy that you have settled and have brought me here so far.]
કાલની રસોઈની વાસ હવામાં ગોળ ગોળ ફર્યા કરે છે. આ વાસી હવા મારાથી શ્વાસમાં લેવાતી નથી.
(To see me your beautiful house, your car and many others. I cannot breathe the stale air. The smell of your yesterday’s food is moving round in the air.]
બેટા ! રસોઈ તો રોજ કરવાની હોય, માત્ર રવિવારે જ નહિ, કેમ કે રસોઈનો મઘમઘાટ સરસ હોય છે.
[My dear, we have to cook every day and not just only on Sundays. The taste of food is really nice.]
ગરમ તેલમાં રાઈનો તડતડાટ, લીલી કોથમીર અને હળદર જમણમાં સોડમ અને સ્વાદ લાવે છે.
[The smell of turmeric and coriander leaves is spread and we hear cracking sound of mustard seeds in boiling oil.]
બેટા, મને પાછી જવા દે (Meanings)
વાસવું – બંધ કરવું; to close.
પરવા (સ્ત્રી.) – ધ્યાન, (અહીં) સંભાળ; care.
વાસી – પડતર; stale.
અન્ય – બીજો; other.
વાડાં – રોમ; goosebumps.
રૂપકડું (નવું) – સુંદર; beautiful.
મઘમઘાટ (૫) time.
સુગંધ; fragrance.
સોડમ (સ્ત્રી.) – સુગંધ; fragrance.
ટેવ (સ્ત્રી.) – આદત; habit.
ધ્વનિ (સ્ત્રી) – અવાજ; voice.
જીવંત – સજીવ; alive
આદિકાળ (૫) – આરંભકાળ; ancient time.
1. નીચેના પ્રશ્નોના એક – એક વાક્યમાં ઉત્તર લખો.
પ્રશ્ન 1. બાને શી ટેવ છે?
ઉત્તર :
બાને જીવંત વસ્તુઓના ધ્વનિ, સવારે પંખીનો ટહુકો અને રાત્રે વરસાદ અને પવનનો ધ્વનિ સાંભળવાની ટેવ હતી.
પ્રશ્ન 2. બાને શું મંજૂર છે?
ઉત્તર :
બાને સૂર્યનો પ્રકાશ, ગરમ હવા, પરસેવો અને માખી 3 ને એવું બધું મંજૂર છે, પણ શહેરીજીવન તો નહીં જ.
પ્રશ્ન 3. બાનો શ્વાસ શાથી રૂંધાય છે?
ઉત્તરઃ
ઘરમાં હવાની અવરજવર થતી નથી. એની એ જ હવા ફર્યા કરે છે માટે બાનો શ્વાસ રૂંધાય છે.
પ્રશ્ન 4. બા બારી ખોલવાનું શાથી કહે છે?
ઉત્તરઃ
બાને બંધિયાર ઘરમાં અકળામણ થાય છે માટે બા બારી { ખોલી નાખવાનું કહે છે.
પ્રશ્ન 5. લક્ષ્મીજીનો વસવાટ ક્યાં છે?
ઉત્તરઃ
લક્ષ્મીનો વસવાટ આદિકાળના દૂધના સમુદ્રમાં છે.
2. નીચેના પ્રશ્નોના ત્રણ-ચાર વાક્યમાં ઉત્તર લખો.
પ્રશ્ન 1. નગરજીવનનું બંધિયારપણું બાને શી રીતે સતાવે છે?
ઉત્તરઃ
નગરમાં બારીબારણાં આખો દિવસ બંધ જ રહે છે.
ઘરમાં એની એ જ હવા ફર્યા કરે છે. રસોઈની વાસ આખો દિવસ ઘરમાં જ રહે છે. ફ્રિજમાં મૂકેલો વાસી ખોરાક ખાય છે. રસોઈ અઠવાડિયામાં એક જ વખત બને છે. માટે નગરજીવનનું બંધિયારપણું બાને અકળાવી દે છે.
પ્રશ્ન 2. બા ક્યારે રોમાંચ અનુભવે છે? શા માટે?
ઉત્તરઃ
બધાં જ બારીબારણાં ખુલ્લાં હોય અને તાજી હવા પ્રસરતી હોય ત્યારે બા રોમાંચ અનુભવે છે. જીવંત વસ્તુઓનો ધ્વનિ સાંભળવાનો સવારે પંખીઓનો ટહુકો અને રાત્રે વરસાદ. બાને ગ્રામ્યજીવન સાથે એક અનોખો નાતો છે માટે વતનથી દૂર રહેવું બા માટે અશક્ય છે.
પ્રશ્ન 3. ગ્રામજીવનનો મુક્ત વિહાર કવિએ શી રીતે પ્રગટાવ્યો છે?
ઉત્તરઃ
સૂર્યનાં કિરણો મુક્ત રીતે ધરતી પર પ્રસરતા હોય, દરેક ઘરમાં તેનો ઉજાસ પથરાતો હોય, હવા મુક્ત રીતે ગ્રામ્યજીવનના શ્વાસમાં ભરાતી હોય, બધા જ જીવો સ્વતંત્રતાથી જીવતા હોય, એવો મુક્તવિહાર કવિએ પ્રગટાવ્યો છે.
પ્રશ્ન 4. રસોડાનો વૈભવ કવિ શી રીતે આલેખે છે?
ઉત્તરઃ
રસોઈ તો રોજ કરવી જોઈએ માત્ર રવિવારે જ ન કરવી જોઈએ. કેમ કે, રસોઈનો મઘમઘાટ મજાનો હોય છે. રસોઈની સોડમ ફેલાતી હોય, હળદર અને લીલી કોથમીરની સુગંધ હવામાં ફેલાઈને મનને પ્રસન્ન કરે. ગરમ તેલમાં રાઈનો તડતડાટ જમણમાં સોડમ લાવે છે. ખરેખર, રસોઈ એ રસોડાનો વૈભવ છે.
3. વિસ્તૃત ઉત્તર લખો.
પ્રશ્ન 1. બાની રાજી-નારાજી લખો.
ઉત્તર :
ઉમા મહેશ્વરન લિખિત “બેટા, મને પાછી જવા દે કાવ્યનો અનુવાદ નીતા રામૈયાએ કર્યો છે. પલટાતી સંસ્કૃતિ અને બદલાતી જીવનશૈલીનું આ કાવ્યમાં પ્રતિબિંબ પડે છે. મા પોતાનાં સંતાનોના સુખમાં સુખી અને દુઃખમાં દુઃખી હોય છે.
દીકરાને સારી રીતે ભણાવ્યો, એ સારી રીતે ઠેકાણે પડ્યો. દીકરો તેનાં સંતાનો અને પત્ની સાથે સુખી છે એ જોઈને માને ખૂબ આનંદ થયો.
દીકરો અને તેનો પરિવાર શહેરની સંસ્કૃતિ પ્રમાણે રહે છે. તેઓ અઠવાડિયામાં એક વખત રસોઈ બનાવીને આઠ દિવસ એ ફ્રિજમાં રાખેલું અન્ન ખાય છે, છતાં દીકરો જેમાં સુખી છે તેમાં મા પણ સુખી છે, એમ મા કહે છે.
લક્ષ્મીનું સ્વાગત કરવા ઉંબરા પર રંગોળી ન કરી હોય, તો એ ઘરમાં લક્ષ્મી કદી આવતી નથી. દીકરો અને વહુ મર્યાદા મૂકીને પારકા સ્ત્રી-પુરુષના હાથ પકડે છે છતાં દીકરાની ખુશીમાં મા ખુશ છે.
બાને મહેમાનોનું સ્વાગત કરવાને બદલે મુખ્ય દ્વાર પર લટકતું તાળું નથી ગમતું. ત્રણ દિવસનો વાસી ખોરાક ખાય છે એ નથી ગમતું. દિકરો અને વહુ પોતાની મર્યાદાને ભૂલી ગયા છે એ નથી ગમતું. આમ, બાને ગ્રામ્યસંસ્કૃતિની તુલનામાં શહેરની સંસ્કૃતિ ઘણી નબળી લાગે છે.
પ્રશ્ન 2. નગરજીવનની વેધકતા કવિ શી રીતે પ્રગટાવે છે?
ઉત્તર:
“બેટા, મને પાછી જવા દે કાવ્યમા ઉમા મહેશ્વરને પલટાતી સંસ્કૃતિ અને બદલાતી જીવનશૈલીને કારણે વડીલોના માનસ પર કેવી અસર કરે છે. આ જીવનશેલી માને જરાપણ ગોઠતી નથી છતાં પણ પુત્રના સુખમાં પોતે સુખી છે એમાં નગરજીવનની વેધકતા પ્રગટ થઈ છે.
નગરજીવનમાં સામાજિક સંબંધો નથી. મુખ્ય દરવાજા પર ભલે પધાર્યાને બદલે તાળું લટકતું હોય છે. ઉંબરામાં લક્ષ્મીનું સ્વાગત કરવા રંગોળી નથી હોતી. ફ્રિજમાં રાખેલો વાસી ખોરાક ખાય છે. સ્ત્રી-પુરુષોની કોઈ મર્યાદા નથી. આખો દિવસ ઘરનું બારણું બંધ હોય છે. માટે ઘરમાં એની એ જ હવા ફર્યા કરે છે. રસોઈ માત્ર રવિવારે જ બને છે.
જીવંત વસ્તુઓના ધ્વનિ, પંખીનો અવાજ, રાત્રે પડતો વરસાદ વગેરે માટે મા તલસે છે. અહીં તો માત્ર કૃત્રિમતા જ છે. માતાના હૃદયની સૂક્ષ્મ વેદના કવયિત્રીના કોમલ મનને કોરી ખાય છે. એ માના ઉદાહરણ દ્વારા સ્પષ્ટ થયું છે.
પ્રશ્ન 3. ગ્રામ અને નગર સંસ્કૃતિનો ભેદ કાવ્યના સંદર્ભમાં સમજાવો.
ઉત્તર :
પ્રાચીનકાળથી જ ગ્રામ્યસંસ્કૃતિ અને નગરસંસ્કૃતિ રહેણીકરણી, પહેરવેશ, ખાણીપીણીમાં એકબીજાથી ભિન્ન છે. પલટાતી સંસ્કૃતિ અને બદલાતી જીવનશૈલીનું આ કાવ્યમાં પ્રતિબિંબ પડે છે.
મા પોતાનાં સંતાનોના સુખમાં સુખી અને દુ:ખમાં દુઃખી હોય છે. તે છતાં તે પોતાની જાતને શહેરીજીવનમાં ગોઠવી શકતી નથી. ગામડામાં કોઈ મહેમાન ઘેર આવે ત્યારે તેનું સ્વાગત કરવા આંગણામાં રંગોળી પૂરવામાં આવે છે. કોઈ પણ ઘરમાં વાસી ખોરાક ખવાતો નથી.
સ્ત્રીઓ અને પુરુષો પોતાની મર્યાદા સાચવીને રહે છે. ઘરના બારીબારણાં હવા ઉજાસ માટે ખુલ્લા રહે છે. રોજ રસોઈ બનાવાય છે. પંખીઓ, વરસાદ, સૂર્ય, હવાના સૂસવાટા વગેરે કુદરતી તત્ત્વોને મન ભરીને માણે છે.
શહેરમાં મુખ્યદ્વાર હંમેશાં બંધ જ હોય છે. લોકો ફ્રિજમાં સંઘરાયેલું વાસી અન્ન ખાય છે. પશ્ચિમી સંસ્કૃતિના આંધળા અનુકરણને કારણે મર્યાદાભંગ કરે છે. માત્ર રવિવારે જ રસોઈ કરે છે. પંખા, વૉશિંગ મશીન વગેરે કૃત્રિમ સાધનોને કારણે જીવન યંત્રવત્ બની ગયું છે.
સાથે સાથે મનુષ્ય પણ યંત્રવત્ બની ગયા છે. લાગણીના સંબંધો અને સામાજિક બંધનો રહ્યાં જ નથી.
પ્રશ્ન 4. નોંધ લખો :
1. બાની મૂંઝવણ
ઉત્તરઃ
મા પોતાનાં સંતાનોના સુખમાં સુખી અને દુઃખમાં દુઃખી હોય છે. દીકરાને સારી રીતે ભણાવ્યો, એ સારી રીતે ઠેકાણે પડ્યો. દિકરો તેનાં સંતાનો અને પત્ની સાથે સુખી છે એ જોઈને માને ખૂબ આનંદ થયો.
બા પોતાની જાતને શહેરીજીવનમાં ગોઠવી શક્યાં નહીં. તેમ છતાં થોડો સમય પુત્ર સાથે રહ્યાં પણ શહેરીજીવનની કૃત્રિમતાથી બા મૂંઝાઈ ગયા. એને શહેરની રહેણીકરણી પસંદ ન હતી. તેઓ માનતા હતા કે, મર્યાદા જીવનનો પર્યાય છે.
કુદરતે આપેલી હવા, પાણી અને કુદરતનાં તત્ત્વોનો ઉપયોગ કરીને જ યથાર્થ રીતે જીવન જીવી શકાય. રસોઈ રોજ બનાવવી જોઈએ. પંખીઓ, વરસાદ, સૂર્ય, હવાના સૂસવાટા વગેરે કુદરતી તત્ત્વો મન ભરી દે છે, માટે તેને માણવા જોઈએ.
આ બધું શહેરમાં નથી. વળી, આટલાં વર્ષો ગામડામાં આવ્યા હતા એટલે વતનની માયા પણ મૂકી શકતા નથી.
2. બદલાયેલી સંસ્કૃતિ અને જીવનશૈલી
ઉત્તરઃ
પલટાતી સંસ્કૃતિ સાથે બદલાતી જીવનશૈલીનું પ્રતિબિંબ આ કાવ્યમાં પડે છે. કાવ્ય-રચનાનો હેતુ બદલાતી શહેરીસંસ્કૃતિને બદલાયેલી જીવનશૈલી સામે લાલબત્તી ધરવાનો છે. આ આશયની સાથે સાથે વડીલોની ઇચ્છા વિરુદ્ધ શહેરમાં વસવાનો આગ્રહ ન કરવો એ સત્યને પણ સમજાવે છે.
પશ્ચિમી સંસ્કૃતિના રંગે રંગાઈને માન, મર્યાદા, મોભો અને આપણી સંસ્કૃતિની અજોડતા વિસરાઈ ગઈ છે.
કૃત્રિમજીવનના ઘણા ગેરફાયદા છે. વધારે પડતાં ઇલેક્ટ્રોનિક સાધનોનો ઉપયોગ હાનિ પહોંચાડે છે. કુદરતના અણમોલ ખજાનાનો દુરુપયોગ અને પોતાના ફાયદા માટે પર્યાવરણને નુકસાન પહોંચાડે છે. આ સુખસુવિધા આરોગ્ય અને આયુષ્યને ભોગે મેળવે છે. એ જીવનશૈલી માણસ માટે હાનિકારક છે.
Fun & Easy to follow
Works on all devices
Your own Pace
Super Affordable
Popular Videos
UX for Teams
Learn the basics and a bit beyond to improve your backend dev skills.
Chris Matthews
Designer
SEO & Instagram
Learn the basics and a bit beyond to improve your backend dev skills.
Chris Matthews
Designer