Chapter 20 બે લઘુકથાઓ
Chapter 20 બે લઘુકથાઓ
Std 12 Gujarati Textbook Solutions Chapter 20 બે લઘુકથાઓ Additional Important Questions and Answers
1. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો [1 ગુણ)
પ્રશ્ન 1. “ડાઇ” લઘુકથાના લેખકનું નામ જણાવો.
ઉત્તર :
ડાઘ’ લઘુકથાના લેખક નરેન બારડ છે.
પ્રશ્ન 2. “ડાઇ” લઘુકથામાં સમાજની કઈ વાસ્તવિકતા છતી થઈ છે?
ઉત્તરઃ
‘ડાઘ’ લઘુકથામાં આજે પણ સ્ત્રીઓને અને લગ્નસંબંધને કેટલી સંકુચિત નજરથી જોવાય છે, એ વાસ્તવિક્તા છતી થઈ છે.
પ્રશ્ન 3. બાળકીને દવાખાને લાવેલી સ્ત્રીએ સુનીતાનો આભાર શા માટે માન્યો?
ઉત્તરઃ
સુનીતા શાહે બાળકીના શરીર પર માત્ર વિટામિન “એની ઊણપને કારણે જ સફેદ છાંટા ઊપસી આવ્યા છે, એવું કહ્યું ત્યારે બાળકીને દવાખાને લાવેલી સ્ત્રીએ આંખો દ્વારા સુનીતાનો આભાર માન્યો.
પ્રશ્ન 4. ડૉક્ટર સુનીતા શાહે ટેબલ પર શાથી માથું ઢાળી દીધું?
ઉત્તરઃ
દવાખાને આવેલી સ્ત્રીના ગયા બાદ સુનીતાને ભૂતકાળમાં પોતાને થયેલો અન્યાય તાજો થયો માટે ટેબલ પર માથું ઢાળી દીધું.
ઢોશ પ્રશ્નોત્તર
1. નીચેના પ્રશ્નનો સવિસ્તર (આશરે 100 શબ્દોમાં) ઉત્તર લખો: 14 ગુણી.
પ્રશ્ન 1. ઢોરાં લઘુકથા શી માર્મિકતા પ્રગટાવે છે?
ઉત્તરઃ
ઈશ્વર પરમાર લિખિત “ઢોરાં લઘુકથામાં વતનથી દૂર રહેતાં સંતાનો એકલી રહેતી માતાની વેદનાને સમજી શકતા નથી. થોડામાં ઘણું એ લઘુકથાનો પ્રાણ એ ન્યાયે આ લઘુકથામાં દીકરાઓ વતન છોડીને શહેરમાં વસ્યા. આધુનિકતાને રંગે રંગાયેલાં સંતાનોએ માતાને શહેરમાં આવીને વસવાનું કહ્યું. પણ રાજીમાં પોતાના ઢોરો સાથે પ્રેમના બંધનમાં બંધાઈ ગયા હતા. ભોમકાને છોડીને શહેરમાં વસવું એ તેના માટે મુશ્કેલ હતું.
રાજીમા છોકરાઓને વતનમાં આંટો દેવા તેડાવે છે, ત્યારે તેઓ પોતાની વ્યસ્તતાને કારણે આવી શક્યાં નથી. પૈસા મોકલીને પોતાની ફરજ પૂરી કરી. છોકરાઓએ ઢોરને વેચીને નિરાંતે રહેવાનું પણ કહ્યું, પણ ઢોર જેને વેચ્યા હતાં ત્યાંથી ખીલા તોડાવીને પાછા રાજીમા પાસે આવી જતાં.
ઢોરને રાજીમા સાથે માયા છે પણ પોતાનાં સંતાનોને મા પ્રત્યે ઢોર જેટલી પણ માયા નથી. અંતે ટપાલ લખાવવા ગયેલા રાજીમાં પતું ફાડીને ફેંકી દીધું અને કહ્યું કે, “ભઈ, હવે તો મારે છોરા ઈ ઢોરાં ને ઢોરાં ઈ છોરાં.’ ફરજ ચૂકેલાં સંતાનોને અહીં માર્મિક ટકોર કરવામાં આવી છે.
2. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો 1 ગુણ)
પ્રશ્ન 1. રાજીમા ઢોરોને વેચે ત્યારે ઢોરાં શું કરતાં?
ઉત્તરઃ
રાજીમાં ઢોરોને વેચે ત્યારે ઢોરાં પારકા ખીલા તોડાવીછોડાવીને મધરાતે પાછા આવી ડેલી બહાર ભાંભરડાં નાખતા.
પ્રશ્ન 2. આ લઘુકથામાંથી શો બોધ મળે છે?
ઉત્તર :
કહેવાતા લોહીના સંબંધોની તુલનામાં મનુષ્ય કરતાં પ્રાણીઓમાં એકબીજા પ્રત્યે પ્રેમ અને વફાદારી વધારે હોય છે.
પ્રશ્ન 3. વિધિની વક્રતારૂપે ગુજરાતી સાહિત્યની અમર પંક્તિ કઈ છે?
ઉત્તર :
“ભાઈ, હવે તો મારે છોરા ઈ ઢોરાં ને ઢોરાં ઈ છોરા એ અમર પંક્તિ છે.
3. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો 1 ગુણ)
પ્રશ્ન 1. ડાઘ’ લઘુકથાના લેખકનું નામ જણાવો.
A. નરેન બારડ
B. ઈશ્વર પરમાર
C. ઈશ્વર પેટલીકર
D. વેણીભાઈ પુરોહિત
ઉત્તર :
A. નરેન બારડ
પ્રશ્ન 2. વિટામિન “એ”ની ઊણપથી શરીર પર શી અસર થાય છે?
A. શરીરમાં અશક્તિ અનુભવાય છે.
B. શરીર પર સફેદ છાંટા ઊપસી આવે છે.
C. માનસિક તણાવનો અનુભવ થાય છે.
D. શરીર સ્વસ્થ અને નીરોગી બને છે.
ઉત્તર :
B. શરીર પર સફેદ છાંટા ઊપસી આવે છે.
પ્રશ્ન 3. સ્ત્રીઓ અને લગ્નસંબંધને સંકુચિત નજરે જોવાય છે એવું કયા પાઠમાં દર્શાવ્યું છે?
A. ઢોરાં લઘુકથા
B. ડાઘ લઘુકથા
C. મોરનાં ઈંડાં
D. આસ્વાદલેખ
ઉત્તર :
B. ડાઘ લઘુકથા
પ્રશ્ન 4. ભૂતકાળમાં સુનીતા શાહ સાથે શો અન્યાય થયો હતો?
A. પતિએ આગળ અભ્યાસ કરવાની ના પાડી.
B. સમાજે સુનીતાનો બહિષ્કાર કર્યો.
C. કુટુંબમાં તેમની ગણતરી કદી ન થઈ.
D. લગ્નની રાતે પતિએ તેનો ત્યાગ કર્યો.
ઉત્તર :
D. લગ્નની રાતે પતિએ તેનો ત્યાગ કર્યો.
પ્રશ્ન 5. “ઢોરાં’ લઘુકથાના લેખકનું નામ જણાવો.
A. ઈશ્વર પરમાર
B. ગોવર્ધનરામ ત્રિપાઠી
C. ચંદ્રવદન મહેતા
D. નરેન બારડ
ઉત્તર :
A. ઈશ્વર પરમાર
પ્રશ્ન 6. લેખકે રાજીમાને શી સલાહ આપી?
A. મહેનત કરીને પૈસા કમાવાની
B. ઢોરાં વેચીને નિરાંતે રહેવાની
C. શહેરમાં છોકરાઓ પાસે જવાની
D. દીકરાઓનો મોહ છોડી દેવાની
ઉત્તર :
B. ઢોરાં વેચીને નિરાંતે રહેવાની
પ્રશ્ન 7. “ભઈ હવે તો મારે છોરા ઈ ઢોરાં ને ઢોરાં ઈ કોરાં.” આ ઉક્તિ કોણ બોલે છે અને કોને કહે છે?
A. રાજીમાં સ્વગત
B. રાજીમાં લેખકને
C. લેખક રાજમાને
D. લેખક સુનીતાને
ઉત્તર :
B. રાજીમા લેખકને

Fun & Easy to follow

Works on all devices

Your own Pace

Super Affordable
Popular Videos

UX for Teams
Learn the basics and a bit beyond to improve your backend dev skills.

Chris Matthews
Designer

SEO & Instagram
Learn the basics and a bit beyond to improve your backend dev skills.

Chris Matthews
Designer