Class 9th CBSE

Chapter 20 બે લઘુકથાઓ

Chapter 20 બે લઘુકથાઓ

Chapter 20 બે લઘુકથાઓ Textbook Questions and Answers

બે લઘુકથાઓ Summary in Gujarati

ડાઘ પાઠ-પરિચય
પ્રસ્તુત લઘુકથામાં સમાજમાં કહેવાતા ડાહ્યા લોકોની વિચારસરણી અને ખોટી માન્યતાઓ પર કટાક્ષ કર્યો છે. ડાઘની શરૂઆતમાં જ ગમે તેમ તોયે આ દીકરીની જાત’ આ વાક્ય સાવ નિદોષભાવે કહેવાયું છે, છતાં એમાં ગંભીર ભાવ વ્યક્ત થયો છે.
લગ્ન જેવા પવિત્ર સંબંધને લોકો કેવી નજરથી જુએ છે, તેની ગંભીર વાત ડૉક્ટર સુનીતાના જીવનમાં બની ગયેલી ઘટનાને દર્શાવે છે.
[In this short story the writer has satived on thinking and believing of the so called wise people in the society. In the beginning of the story Dagh though ગમે તેમ તોયે આ દીકરીની જાત ‘At last it is a race of daughter’ is said innocently, thoughful intension has been exhibited in it.
Dr. Sunita’s life incident shows how people look at the sacred relation of marriage.]
ડાઘ (Meanings)
બિલકુલ – જરાપણ; whatsoever.
ત્યક્તા – છોડી દીધેલી; disregarded.
એકલપંડ – એકલા; lonely.
પંપાળે – વહાલ કરે; to pat.
ભોમકા (સ્ત્રી.) – માતૃભૂમિ; motherland.
ઢોશ પાઠ-પરિચય
દીકરાઓ વતન છોડીને શહેરમાં વસવાટ કરે છે. રાજીમાને પણ શહેર બોલાવે છે. પણ ઢોરાં વિના રાજીમા અને રાજમા વિના ઢોરનું અસ્તિત્વ જ ન હતું. બંને વચ્ચે પ્રેમનો પ્રગાઢ સેતુ બંધાઈ ગયો હતો.
કહેવાતા લોહીના સંબંધોની તુલનામાં એકલતામાં જીવતા રાજીમા અને અબોલ પ્રાણીઓની મમતા જીતી જાય છે. વાર્તાની અપ્રતિમ ગૂંથણી આ લઘુકથાનો ખરો કસબ છે. અંતે વિધિની વક્રતારૂપે ગુજરાતી સાહિત્યની અમર પંક્તિ “ભાઈ, હવે તો મારે છોરા ઈ ઢોરાં ને ઢોરાં ઈ છોરાં એ લઘુકથાનું હાર્દ પ્રગટ કરે છે.
[The sons leave their native place and settle in a city. They call Rajima, their mother to the city. But Rajima cannot live without her cattle and the cattle cannot live without Rajima. They have much attachment between them.
In the comparison of so called blood relations, Rajima’s loneliness and the love of dumb animals win. The ultimate knitting of the story is the true dexterity of this short story. The eternal statement of Gujarati literature. ‘Bhai, have to mare chhoran e dhoran ne dhoran e chlorine. exhibits the core of the short story.]

ઢોશ શબ્દાર્થ (Meanings)

નિરાંતે – શાંતિથી; peace, rest.
આપદા (સ્ત્રી) – મુશ્કેલી; trouble.
માયા (સ્ત્રી.) – છળ; deception.
સઘરિયા – સહકુટુંબ; all family members.
આંટો (પં) – ફેરો; turn, trip.
વેઠવું – સહન કરવું; to suffer
ભજન (નવું) – નામસ્મરણ; prayer.
માડી (સ્ત્રી.) – મા; mother.
ભાંભરડાં – પશુઓનો અવાજ; to below.
છોરાં – બાળકો; children.
પતું (નવું) – કાગળ; postcard.

1. નીચેના પ્રશ્નોના એક – એક વાક્યમાં ઉત્તર લખો.

પ્રશ્ન 1. રાજીમાને કોનું અનહદ વળગણ હતું?
ઉત્તરઃ
રાજીમાને ઢોરાંનું અનહદ વળગણ હતું.
પ્રશ્ન 2. લેખકે રાજીમાને શી સલાહ આપી?
ઉત્તર :
લેખકે રાજીમાને ઢોરા વેચીને નિરાંતે રહેવાની સલાહ આપી.

2. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યમાં ઉત્તર લખો.

પ્રશ્ન 1. રાજીમા દીકરાને પત્રમાં શો સંદેશો મોકલે છે? દીકરા તેનો શો પ્રત્યુત્તર આપે છે?
ઉત્તરઃ
રાજીમાના બંને પુત્રો શહેરમાં વસ્યા હતા. તેઓ રાજીમાને શહેરમાં આવવા માટે પત્ર લખે છે. પણ રાજીમાં કહે “ભોમકાની માયા મૂકી શકાતી નથી, તમે બધાં એક આંટો મારી જાવ’ દીકરાનો ફરી પત્ર આવ્યો. તેણે લખ્યું હતું કે, અમારે નોકરીમાં રજા જમે નથી. વળી, તમારી વહુની તબિયત નરમ રહે છે. હાલ તો નહિ અવાય. પૈસા મોકલ્યા છે. હવે ઢોરને વેચીને નિરાંતે રહો. ઘણું બધું વેડ્યું. ભજનભાવ કરો. તબિયત સાચવજો.
પ્રશ્ન 2. શા કારણથી રાજીમાએ કાગળ લખવાનો નિર્ણય માંડી વાળ્યો?
ઉત્તરઃ
એક વખત રાજીમા લેખક પાસે કાગળ લખાવવા ગયાં. ત્યારે લેખકે ઢોરાં વેચીને નિરાંતે રહેવાનું કહ્યું ત્યારે રાજીમાએ આંસુથી ભીના થતા શબ્દોમાં કહ્યું, ‘ઢોરને વેચું છું તો પારકા ખીલા તોડાવીને પાછા ઘેર આવી જાય છે. પંડના છોકરાં વણવેચે વેચાઈ ગયા છે. એમ કહીને પતું ફાડીને કાગળ ન લખવાનો નિર્ણય કર્યો.

3. સવિસ્તર ઉત્તર લખો.

પ્રશ્ન 1. ‘ઢોરાં” લઘુકથા શી માર્મિકતા પ્રગટાવે છે?
ઉત્તરઃ
‘ઢોરાં લઘુકથાના લેખક ઈશ્વર પરમાર છે.

ઢોશ સ્વાધ્યાય
1. નીચેના પ્રશ્નોના એક – એક વાક્યમાં ઉત્તર લખો.

પ્રશ્ન 1. “વિટામિન-એ’ની ઉણપથી શરીર પર શી અસર થાય છે?
ઉત્તરઃ
વિટામિન “એની ઊણપથી શરીર પર સફેદ છાંટા ઊપસી આવે છે.

2. નીચેના પ્રશ્નોના ત્રણ-ચાર વાક્યમાં ઉત્તર લખો.

પ્રશ્ન 1. ડૉ. સુનીતા શાહનું લગ્ન શા કારણે ભાંગેલું?
ઉત્તરઃ
સમાજમાં કહેવાતા ડાહ્યા અને સમજુ લોકો લગ્ન જેવા પવિત્ર સંબંધને કેટલી સંકુચિત દષ્ટિકોણથી જુએ છે. જેને કારણે સ્ત્રીઓને ઘણું સહન કરવું પડે છે. ડૉક્ટર સુનીતા શાહના કપાળમાં ચાંદલો કરવાની જગ્યાએ જનમથી થયેલાં કોઢના સફેદ ડાઘને કારણે તેના પતિએ તેનો લગ્નના દિવસે જ ત્યાગ કર્યો.
પ્રશ્ન 2. શાના લીધે ડૉ. સુનીતા શાહ હૃદયથી ભાંગેલી હતી?
ઉત્તરઃ
પુરુષપ્રધાન સમાજમાં સ્ત્રીઓ સાથે થતા અન્યાય સુનીતા – શાહ સાથે પણ થયો હતો. કપાળમાં ચાંદલો કરવાની જગ્યાએથી થયેલા કોઢના સફેદ ડાઘને કારણે લગ્નની પહેલી રાત્રે પતિએ તેનો ત્યાગ કર્યો હતો. માટે તે હૃદયથી ભાંગેલી હતી.

3. વિસ્તૃત ઉત્તર લખો.

પ્રશ્ન 1. “ડાઇ” લઘુકથામાં પ્રગટતી સંવેદના આલેખો.
ઉત્તરઃ
નરેન બારડ લિખિત ડાઘ લઘુકથામાં સમાજની વરવી વાસ્તવિકતા રજૂ થઈ છે. સમાજમાં કહેવાતા ડાહ્યા અને સમજુ લોકો લગ્ન જેવા પવિત્ર સંબંધને કેટલા સંકુચિત દષ્ટિકોણથી જુએ છે. જેને કારણે સ્ત્રીઓને ઘણું સહન કરવું પડે છે.
ડૉક્ટર સુનીતા શાહના જે દિવસે લગ્ન થયા એ દિવસે જ તેના કપાળમાં ચાંદલો કરવાની જગ્યાએ જનમથી થયેલા કોઢના સફેદ ડાઘને કારણે તેના પતિએ તેનો ત્યાગ કર્યો. આ અપમાન ડૉક્ટર સુનીતાને જીવનભર દુઃખી કરી દે છે.
સુનીતા શાહના દવાખાને એક બાળકીને લઈને એની માતા આવી. બાળકીના આખા શરીરે સફેદ છાંટણાં ઊપસી આવ્યા હતા. બાળકીની મા ખૂબ ચિંતિત હતી. તે બોલી “ગમે તેમ તોયે આ દીકરીની જાત ! સાવ સાચું કહેજો બેન ! ચિંતાનું કોઈ કારણ નથી ને?
સુનીતા શાહે કહ્યું, ડરવાનું કોઈ કારણ નથી માત્ર વિટામિન એ”ની ખામીને કારણે સફેદ છાંટા ઊપસી આવ્યા છે. આ ગોળી લખી આપું છું. આ જવાબ સાંભળીને બાળકીની મા પર જાદુઈ અસર થઈ અને આભારસૂચક નજરે તે દવાખાનાની બહાર નીકળી.
સુનીતા ટેબલ પર માથું ઢાળીને આંખો મીંચીને પોતાના ભૂતકાળની દુઃખદ ઘટનામાં સરી પડી.’
Fun & Easy to follow
Works on all devices
Your own Pace
Super Affordable

Popular Videos

Play Video

UX for Teams

Learn the basics and a bit beyond to improve your backend dev skills.

ava4.png
Chris Matthews

Designer

Play Video

SEO & Instagram

Learn the basics and a bit beyond to improve your backend dev skills.

ava4.png
Chris Matthews

Designer

1. નીચેના પ્રશ્નોના એક – એક વાક્યમાં ઉત્તર લખો.

પ્રશ્ન 1. રાજીમાને કોનું અનહદ વળગણ હતું?
ઉત્તરઃ
રાજીમાને ઢોરાંનું અનહદ વળગણ હતું.
પ્રશ્ન 2. લેખકે રાજીમાને શી સલાહ આપી?
ઉત્તર :
લેખકે રાજીમાને ઢોરા વેચીને નિરાંતે રહેવાની સલાહ આપી.