Chapter 2 રૂપાંતર
Chapter 2 રૂપાંતર
Textbook Solutions Purak Vachan Chapter 2 રૂપાંતર
રૂપાંતર પાઠ-પરિચય
પ્રસ્તુત વાર્તા તેની અનોખી લેખનશૈલીને કારણે પ્રસિદ્ધ બની છે. આ વાર્તામાં વાર્તાનાયિકા કોકિલાની મનોદશા વાર્તાને અંતે કેવી રીતે પલટાય છે, તેનું અહીં અસરકારક વર્ણન કર્યું છે. સાસુનું વહાલ તેને ગમવા લાગે છે. કોકિલાનું સાસુમાં થયેલું રૂપાંતર બંને વચ્ચેના ખટરાગને દૂર કરે છે.
વહુનું સાસુમાં રૂપાંતર થાય તે પ્રકારની રચના-પ્રયુક્તિમાં બે સ્તરે વાર્તા વહે છે. સાસુમાં વહાલનો ઉભાર એમની નિજી અનિવાર્યતામાંથી જન્મ્યો છે. સાસુનું મમ્મીમાં થયેલું રૂપાંતર કથાનાયિકાના માનસને પલટાવી નાખે છે. જેને કારણે વાર્તાનાયિકા સાસુ વહાલને સમજી શકી.
પ્રસ્તુત વાર્તામાં યોજાયેલા ટૂંકા ટૂંકા સંવાદો, વાર્તાનાયિકાની મનની વ્યગ્રતા, નાની નાની ક્રિયા-વિક્રિયા અને ઘટનાઓના આલેખનમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. અહીં, પતિ-પત્ની વચ્ચેના નાના નાના સંવાદો મધ્યમવર્ગની વિટંબણા પણ રજૂ કરે છે. ઓછી આવકમાં જીવન જીવતા લોકોની માનસિક સ્થિતિનો ચિતાર યથાર્થ રીતે રજૂ થયો છે.
[This story is famous for its peculiar style of writing. At the end of the story, there is an effective description of the character Kokila’s mental condition. She begins to like the love of her mother-in-law. Transformation of Kokila into mother-in-law removes the quarrel between them.
Here, the story flows into two stages – the daughter-in-law’s transformation into mother-inlaw. Mother-in-law’s love has overflowed from her own requirement. The transformation of the mother-in-law into mother changes the mental condition of the main character of the story, so that she can understand the love of her motherin-law.
Short dialogues of the story play an important role to represent mental afflication of the character, small actions reactions and events. Here, the short dialogues between husband and wife represent the problems of middle class. Mental condition of the middle class people who live with small income is also represented.]
રૂપાંતર શબ્દાર્થ (Meanings)
ભેંકડો તાણવો – મોટેથી રડવું; cry out loud.
આદેશ – હુકમ; order.
લંગાર – હારમાળા; row, anchor.
પળોજણ – ઉપાધિ; anxiety.
સહસા – ઓચિંતું; unexpected, suddenly.
બખાળો – હોહા; uproar, confusion.
કાન સરવા કરવા – ધ્યાનથી સાંભળવું; listen carefully.
તાડૂક્યાં-મોટેથી બૂમ પાડી; speak loudly.
આરંવ્યું- શરૂ કર્યું, to begin.
મથ્યા – પ્રયત્ન કર્યો to try.
ચીડ- રીસ; vexation.
વેરી – દુશ્મન; an enemy.
તરવરવું-દેખાવું; to be prominent.
વલવલી – ખૂબ ગુસ્સે થઈ; to anger.
વિલાયેલું – નિરાશ થયેલું; disappointed.
ઓશિયાળા – નિરાધાર; orphan.
લાગી આવે-દુઃખ થાય; feel sad.
સાબૂત -સ્વસ્થ; healthy.
રાડારાડ – બૂમબરાડા; squeeze the lot.
બાવરી – ગાંડી; confused.
નિરાંત – શાંતિ; peace.
નિસાસા – નિઃશ્વાસ; a sigh.
જીરવાતું – સહન થતું; to suffer.
નિંદા – ટીકા; slander.
કદર – કિંમત; appreciate.
વાંક – ગુનો; crime.
સજા – દંડ; punishment.
આશ્વાસન – દિલાસો; consolation.
કાયર – ડરપોક; timid.
ભારેખમ – થાકેલું; very heavy.
ધ્રાસકો -ડર; shock.
થંભી ગયા – અટકી ગયા; to stop.
કોશિશ – પ્રયત્ન; effort.
તાબડતોબ – તરત; promptly.
નફરત – ધિક્કાર; hatred.
ચૂક આવવી – પેટમાં દુખવું; to have gripping stomach pain.
હરખપદૂડી – ખૂબ ખુશ; to be joyed.
નોધારા – નિરાધાર; orphan.
રીસ – રોષ; anger.
ઊથલપાથલ – ગડમથલ; commotion.
રૂપાંતર – પરિવર્તન; transformation.
ભાવિ – ભવિષ્ય; future,
નિઃસહાય – લાચાર; helpless,
મેણાંટોણાં – કડવા વેણ; bitter words.
અવદશા – ખરાબ હાલત; adversity.
સ્મિત – હાસ્ય; smile.
પ્રસર્યું- ફેલાયું spread out.
વિલંબ-મોડું; delay.
Fun & Easy to follow
Works on all devices
Your own Pace
Super Affordable
Popular Videos
Play Video
UX for Teams
Learn the basics and a bit beyond to improve your backend dev skills.
Chris Matthews
Designer
Play Video
SEO & Instagram
Learn the basics and a bit beyond to improve your backend dev skills.
Chris Matthews
Designer