Chapter 19 સત્યવીર સૉક્રેટિસ
Chapter 19 સત્યવીર સૉક્રેટિસ
Std 12 Gujarati Textbook Solutions Chapter 19 સત્યવીર સૉક્રેટિસ Additional Important Questions and Answers
1. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો 1 ગુણ)
પ્રશ્ન 1. “સત્યવીર સૉક્રેટિસ પાઠનો પ્રકાર જણાવો.
ઉત્તરઃ
‘સત્યવીર સૉક્રેટિસ પાઠ ચરિત્રનિબંધ છે.
પ્રશ્ન 2. સૉક્રેટિસનો મિત્ર શા માટે દિલગીર હતો?
ઉત્તર :
પ્લેગમાં નિરાધાર બનેલી ચૌદ સ્ત્રીઓને નિભાવવાની જવાબદારી તેના પર આવી પડી હતી માટે સૉક્રેટિસનો મિત્ર દિલગીર હતો.
પ્રશ્ન 3. ઉદાસ થયેલા મિત્રને સૉક્રેટિસે શી સલાહ આપી?
ઉત્તરઃ
ઉદાસ થયેલા મિત્રને સૉક્રેટિસે સ્ત્રીઓને સીવવાના, ગૂંથવાના અને ભરવાના કામમાં લગાડવાની સલાહ આપી.
પ્રશ્ન 4. સૉક્રેટિસ હંમેશાં નમ્રપણે શું કહેતો?
ઉત્તરઃ
સૉક્રેટિસ હંમેશાં નમ્રપણે કહેતો કે, “અજ્ઞાની છું, જ્ઞાન મેળવવા મથું છું.”
પ્રશ્ન 5. સૉક્રેટિસની સજાની જાણ થતાં કોણ દુઃખી થયું?
ઉત્તર :
સૉક્રેટિસની સજાની જાણ થતાં પ્લેટો, કીટો અને સૉક્રેટિસના શિષ્યો તથા તેના મિત્રો દુઃખી થયાં.
2. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી દર યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો: [1 ગુણ)
પ્રશ્ન 1. ‘સત્યવીર સૉક્રેટિસ’ ગદ્યનો સાહિત્યપ્રકાર જણાવો.
A. લઘુકથા
B. ચરિત્રનિબંધ
C. નવલકથા-ખંડ
D. નાટિકા
પ્રશ્ન 2. સત્યવીર સૉક્રેટિસની આ ચરિત્રનિબંધમાં શી પ્રતીતિ થઈ છે?
A. મોજશોખ અને ખાનપાનની
B. આજીવન જીવનનિષ્ઠાની
C. સ્વભાવ અને વિચારની
D. આચાર અને વ્યવહારની
પ્રશ્ન 3. સૉક્રેટિસના મતે ઉત્તમ માણસ કોણ છે?
A. પોતાની આવડત કેળવીને પોતાની ફરજ અદા કરે.
B. પોતાના વિચારોને મક્કમતાથી વળગી રહે.
C. પોતાની પાત્રતાનો વિચાર કર્યા વિના કર્મ કરે.
D. પોતાના મતને કચડીને આંધળું અનુસરણ કરે.
પ્રશ્ન 4. સૉક્રેટિસ હંમેશાં નમ્રપણે કહેતો કે, …
A. “લોકોની પરવા ન કરો.”
B. “અન્યાયનો જવાબ અન્યાયથી આપવો.”
C. “કાયદા અને કાનૂન માત્ર રાજકારણીઓ માટે છે.”
D. “હું અજ્ઞાની છું, જ્ઞાન મેળવવા મથું છું.”
પ્રશ્ન 5. સૉક્રેટિસનું જીવનસૂત્ર શું હતું?
A. “લોકો જીવવા માટે ખાય છે, હું ખાવા માટે જીવું છું.”
B. “બીજા ખાવા માટે જીવે છે, હું જીવવા માટે ખાઉં છું.”
C. “બીજા મારા માટે જીવે છે, હું તેમના માટે જીવું છું.”
D. “બીજા જીવવા ખાતર જીવે છે, હું મોજ માટે જીવું છું.”
પ્રશ્ન 6. સૉક્રેટિસને શું ગમતું ન હતું?
A. લોકોની જીવનશૈલી
B. એથેન્સનો રાજવહીવટ
C. યુદ્ધ પછી લોકોમાં આવેલી શિથિલતા
D. કાયદાનું પાલન કરવું
પ્રશ્ન 7. સૉક્રેટિસ પર કોણ હંમેશાં ખુશ રહેતું?
A. રાજકારણીઓ
B. એથેન્સનો યુવકવર્ગ
C. સામાન્ય જનતા
D. સિપાહીઓ
પ્રશ્ન 8. સૉક્રેટિસ એથેન્સવાસીઓ પર કયા કારણે અકળાતો?
A. લોકો જાતમહેનત માટે અનાદર અને તિરસ્કાર કરતા હતા.
B. લોકો સૉક્રેટિસના મત પ્રમાણે ચાલતા ન હતા.
C. સૉક્રેટિસને એથેન્સવાસીઓ ગમતા ન હતા.
D. લોકોની વિચારસરણી તેના વિરુદ્ધ હતી.
પ્રશ્ન 9. સૉક્રેટિસના મતે શું શરમજનક હતું?
A. જાતમહેનત
B. એદીપણું
C. રાજવહીવટ
D. કાયદાકાનૂન
પ્રશ્ન 10. સૉક્રેટિસ પર શો આરોપ લગાવાયો?
A. નગરજનોને પૂજવાનો અને એનો પક્ષ લેવાનો
B. યુવાનો અને નગરજનોનું અહિત કરવાનો
C. નગરદેવતાને ન માનવાનો અને યુવાનોને ભડકાવવાનો
D. રાજકારણીઓની વિરુદ્ધ જવાનો

Fun & Easy to follow

Works on all devices

Your own Pace

Super Affordable
Popular Videos

UX for Teams
Learn the basics and a bit beyond to improve your backend dev skills.

Chris Matthews
Designer

SEO & Instagram
Learn the basics and a bit beyond to improve your backend dev skills.

Chris Matthews
Designer