Chapter 19 સત્યવીર સૉક્રેટિસ
Chapter 19 સત્યવીર સૉક્રેટિસ
Chapter 19 સત્યવીર સૉક્રેટિસ Textbook Questions and Answers
સત્યવીર સૉક્રેટિસ Summary in Gujarati
સત્યવીર સૉક્રેટિસ પાઠ-પરિચય
પ્રસ્તુત ચરિત્રનિબંધમાં સૉક્રેટિસની પ્રામાણિકતા, જ્ઞાનપ્રિયતા, ઉદ્યમશીલતા અને સરળતા વર્ણવી છે. અન્યાય સામે ન્યાય, જૂઠ સામે સત્ય અને પાપ સામે પુણ્ય માટે જીવનભર સંઘર્ષ એ સૉક્રેટિસની જીવનનિષ્ઠા આ ચરિત્રના શબ્દ શબ્દ સ્પષ્ટ થાય છે.
સમાજનું ઘડતર સૉક્રેટિસ જેવા પર દુ:ખભંજકના કારણે જ થાય છે. સમાજમાં એથેન્સના એનેસ ઠેર ઠેર મોજૂદ છે પણ સૉક્રેટિસ જેવા ઘણા સમાજ રક્ષકો પણ છે. સમાજ આવી વ્યક્તિઓ પર ખોટો આરોપ મૂકીને તેનો ઘાત કરે છે.
સૉક્રેટિસનું અકાળે ટૂંકાયેલું જીવન માનવજાત માટે ચિરસ્મરણીય બની રહ્યું છે.
[Socrates’ honesty, spiritual knowledge, industrialism and simplicity have been described in this essay. Socrates fought for truth against falsehood, righteousness against sin through his whole life.
Socrates’ faithfulness for life is seen in each and every word of his character. Society is educated by the destroyer of unhappiness like socrates. There are Anatus of Athens in the society, but there are many protectors in the society like Socrates. Society kills such people by putting false accusation.
The short life of Socrates has become immortal for humanity.]
સત્યવીર સૉક્રેટિસ શબ્દાર્થ (Meanings)
શિથિલ – નબળું; weak.
ચૌટે – બજારે; market.
(સ્ત્રી.) – સમૃદ્ધિ, prosperity.
પવિત્ર (નવું) – વિમલ; pure.
અનાદર (૫) – અવગણના; disregard.
એદી – આળસુ, lazy.
ભરણપોષણ (નવું) – ગુજરાન; livelihood.
દિલગીર – દુઃખી; sad.
સુથાર (૫) – લાકડા ઘડનાર; carpenter
લુહાર (૬) – લોખંડ ઘડનાર; blacksmith.
પ્લેગ (૫) – એક રોગ; plague.
રળવું – કમાવું; earning.
અકળાવું – ગુસ્સે થવું; to get angry.
કાયદો (૫) – નિયમ; rule.
ફરમાન (નવું) – આદેશ; order.
વાજબી – યોગ્ય; reasonable.
સ્વેચ્છા (સ્ત્રી.) – મરજી; voluntary.
ગુનેગાર (૬) – દોષિત; criminal.
સજા (સ્ત્રી.) – શિક્ષા; punishment.
જવાબદારી સ્ત્રી.) – ફરજ; responsibility.
1. નીચેના પ્રશ્નોના એક – એક વાક્યમાં ઉત્તર લખો.
પ્રશ્ન 1. સોક્રેટીસના મતે માણસને માટે ઉત્તમ શું છે ?
ઉત્તર :
સૉક્રેટિસના મતે, પોતાની આવડત કેળવીને પોતાની ફરજ અદા કરે તે માણસ માટે ઉત્તમ છે.’
પ્રશ્ન 2. સોક્રેટીસનું જીવનસૂત્ર શું હતું?
ઉત્તરઃ
“બીજા ખાવા માટે જીવે છે, હું જીવવા માટે ખાઉં છું.” આ સૉક્રેટિસનું જીવનસૂત્ર હતું.
પ્રશ્ન 3. સોક્રેટીસે મોતનો સ્વીકાર શા માટે કર્યો ?
ઉત્તરઃ
સૉક્રેટિસે કહ્યું કે, “એથેન્સવાસીઓએ ભલે મને અન્યાય કર્યો હોય પણ અન્યાયનો જવાબ અન્યાયથી, જૂઠાણાનો જવાબ જૂઠાણાંથી અને પાપનો જવાબ પાપથી આપવો એ કદી વાજબી નથી.” જેલમાંથી ભાગી જવું એ તો કાયદાનો ભંગ કરીને રાજ્યને અને નાગરિકોને નુકસાન પહોંચાડ્યું કહેવાય. આથી તેણે મોતનો સ્વીકાર કર્યો.
2. નીચેના પ્રશ્નોના ત્રણ-ચાર વાક્યમાં ઉત્તર લખો.
પ્રશ્ન 1. સોક્રેટીસ કઈ વાતને શરમજનક ગણે છે ? શા માટે ?
ઉત્તર :
સૉક્રેટિસ એવું માનતો હતો કે, “ખેડૂત હોય તે સારી ખેતી કરે, વૈદ્ય હોય તે સારી રીતે વૈદું કરે, રાજનીતિજ્ઞ હોય તે સારી રીતે રાજવહીવટ ચલાવે અને જો માણસ કશું જ સારી રીતે કરી શકતો નથી. તે નથી માણસને ઉપયોગી કે નથી ઈશ્વરનો સેવક.
માણસ જો ઉપયોગી અને જરૂરી કામ કરતો હોય, તો એમાં શરમજનક કશું જ નથી. એદીપણું જ શરમજનક છે.”
પ્રશ્ન 2. એથેન્સના રાજકર્તાઓ શાથી અકળાવા લાગ્યા ?
ઉત્તરઃ
એથેન્સના રાજવહીવટમાં પડેલા લોકોમાં પણ સૉક્રેટિસ ભળતો. તેમની સાથે ધર્મ, રૂઢિ, રીતરિવાજ વિશે ચર્ચામાં ઊતરતો. પ્રામાણિકપણે જે સારું લાગે તે કહેતો. તે હંમેશાં નમ્રપણે કહેતો કે, હું અજ્ઞાની છું જ્ઞાન મેળવવા મથું છું. ખાસ કરીને યુવાવર્ગ સૉક્રેટિસ પર ખૂબ ખુશ હતો.
સૉક્રેટિસના વિચારોની એમના પર ખૂબ અસર પડી હતી. એનેટસ નામના આગેવાનનો જુવાન છોકરો સૉક્રેટિસ સાથે બેસતો હતો, જે એમને ગમતું નહીં. માટે એથેન્સના રાજકર્તા ખૂબ અકળાયા.
પ્રશ્ન 3. ઉદાસ થયેલા મિત્રને સૉક્રેટીસે શી સલાહ આપી ? તે મૂંઝવણનું શું પરિણામ આવ્યું ?
ઉત્તરઃ
સૉક્રેટિસનો એક મિત્ર થોડા દિવસથી ખૂબ ઉદાસ રહેતો. સૉક્રેટિસે તેના દુઃખનું કારણ પૂછ્યું ત્યારે ખબર પડી કે પ્લેગમાં નિરાધાર બનેલી ચૌદ સ્ત્રીઓને એને નિભાવવાની છે. સૉક્રેટિસે આ સ્ત્રીઓને સીવવાના, ગૂંથવાના અને ભરવાના કામમાં લગાડવાનું કહ્યું.
પણ આવા મોટા ઘરની સ્ત્રીઓને આવું કામ કરાવવા માટે સંકોચ અનુભવતો હતો. પણ સૉક્રેટિસે કહ્યું આ સારામાં સારો ઉપાય છે. તેઓ પોતાનું ભરણપોષણ કરી શકશે, આળસુ નહીં બને અને ઈર્ષા, કૂથલી અને નિરાશાથી બચી શકશે. એ પ્રમાણે કરવાથી એનું પરિણામ સારું આવ્યું.
પ્રશ્ન 4. યુદ્ધની શી અસર એથેન્સના લોકો પર થઈ ?
ઉત્તરઃ
યુરોપ ખંડમાં આવેલા ગ્રીસ દેશના એથેન્સનું રાજ્ય સ્પાર્ટી નામના બીજા રાજ્ય સાથે યુદ્ધમાં ઊતર્યું હતું. લાંબા સમય સુધી યુદ્ધ ચાલ્યું. એથેન્સ જીત્યુ ખરા પણ યુદ્ધની અસરથી લોકોના આચાર અને વિચારમાં શિથિલતા આવી.
3. સવિસ્તર ઉત્તર લખો.
પ્રશ્ન 1. સ્વતંત્ર વિચારક તરીકે સૉક્રેટીસનું ચરિત્ર આલેખો.
ઉત્તરઃ
સૉક્રેટિસ દુનિયાનો મહાન વિચારક હતો. તે બહુ બુદ્ધિશાળી હતો. લોકોને સદાચાર તરફ વળવા સમજાવવા લોકો સાથે અલકમલકની વાતો કરતો. લોકોને એની વાતોમાં રસ પડતો, મધમાખીઓની જેમ લોકો એની આસપાસ વીંટળાતા. સૉક્રેટિસ તે દ્વારા તેમને સાચો ધર્મ સમજાવતો.
આચાર અને વિચારમાં તે પવિત્ર અને સદાચારી હતો. સૉક્રેટિસ એવું માનતો હતો કે, પોતાની આવડત કેળવીને પોતાની ફરજ અદા કરે તે જ ઉત્તમ માણસ.’
એથેન્સના રાજવહીવટમાં પડેલા લોકોમાં પણ સૉક્રેટિસ ભળતો. તેમની સાથે ધર્મ, રૂઢિ, રીતરિવાજ વિશે ચર્ચામાં ઊતરતો. તે સ્વતંત્ર અને ઊંડો વિચારક હતો. પ્રામાણિકપણે જે સારું લાગે તે કહેતો. તે હંમેશાં નમ્રપણે કહેતો કે, “અજ્ઞાની છું જ્ઞાન મેળવવા મથું છું.’
ખાસ કરીને યુવાવર્ગ સૉક્રેટિસ પર ખૂબ ખુશ હતો. સૉક્રેટિસના વિચારોની એમના પર ખૂબ અસર પડી હતી. એનેટસ નામના આગેવાનનો જુવાન છોકરો સૉક્રેટિસ સાથે બેસતો હતો, જે એમને ગમતું નહીં.
છેવટે સૉક્રેટિસ પર યુવાનોને ભડકાવવાનો અને નગરદેવતાને ન માનવાનો આરોપ મૂક્યો. તેના પર કેસ ચાલ્યો અને રાજદ્રોહના કાયદા હેઠળ સૉક્રેટિસને મોતની સજા થઈ.
પ્રશ્ન 2. નોંધ લખો :
1. ન્યાય અંગે સોક્રેટીસના વિચારો.
ઉત્તરઃ
આચાર અને વિચારમાં તે પવિત્ર અને સદાચારી હતો. એ વખતે જાતમહેનત પ્રત્યે અનાદરનું પ્રમાણ વધારે હતું. રાજનીતિજ્ઞો અને કવિઓ કરતાં કારીગરોની સમજણ મહેનત વિશે વધારે હતી. સૉક્રેટિસ એવું માનતો હતો કે, પોતાની આવડત કેળવીને પોતાની ફરજ અદા કરે તે જ ઉત્તમ માણસ.”
સૉક્રેટિસ પર યુવાનોને ભડકાવવાનો અને નગરદેવતાને ન માનવાનો આરોપ મૂક્યો. તેના પર કેસ ચાલ્યો અને રાજદ્રોહના કાયદા હેઠળ સૉક્રેટિસને મોતની સજા થઈ.
કીટો, પ્લેટો અને બીજા મિત્રોએ સૉક્રેટિસને ભગાડવા માટે યુક્તિ કરી પણ સૉક્રેટિસે કહ્યું કે, “એથેન્સવાસીઓએ ભલે મને અન્યાય કર્યો હોય પણ અન્યાયનો જવાબ અન્યાયથી, જૂઠાણાંનો જવાબ જૂઠાણાંથી અને પાપનો જવાબ પાપથી આપવો એ કદી વાજબી નથી.” જેલમાંથી ભાગી જવું તો કાયદાનો ભંગ કરીને રાજ્યને અને નાગરિકોને નુકસાન પહોંચાડ્યું કહેવાય.
એ વખતે એથેન્સમાં ઝેર આપીને મોતની સજા કરવામાં આવતી. સૉક્રેટિસ ઝેરને શરબતની જેમ આનંદથી પી ગયો. એથેન્સવાસીઓએ એક મહાન પુરુષને ઝેર આપીને દુનિયામાંથી વિદાય કર્યો.
2. સૉક્રેટીસનું સાદું જીવન અને આચરણ.
ઉત્તરઃ
સૉક્રેટિસ ખૂબ સાદાઈથી રહેતો. તે એવું માનતો કે શરીર સશક્ત હશે તો લોકોની સેવા બરાબર કરી શકશે માટે શરીરની ખૂબ કાળજી રાખતો. તે મિતાહારી હતો. લોકો રસોઈને સ્વાદિષ્ટ કરવા મસાલા નાખતા પરંતુ સૉક્રેટિસ કકડીને લાગેલી ભૂખને મસાલા તરીકે વાપરતો. બીજા બધાં ખાવા માટે જીવતા, પણ સૉક્રેટિસ જીવવા માટે ખાતો.
આચાર અને વિચારમાં તે પવિત્ર અને સદાચારી હતો. જાતમહેનત પ્રત્યે અનાદરનું પ્રમાણ વધારે હતું. રાજનીતિજ્ઞો અને કવિઓ કરતાં કારીગરોની સમજણ વધારે હતી. સૉક્રેટિસ એવું માનતો હતો કે, પોતાની આવડત કેળવીને પોતાની ફરજ અદા કરે તે ઉત્તમ માણસ.”
Fun & Easy to follow
Works on all devices
Your own Pace
Super Affordable
Popular Videos
Play Video
UX for Teams
Learn the basics and a bit beyond to improve your backend dev skills.
Chris Matthews
Designer
Play Video
SEO & Instagram
Learn the basics and a bit beyond to improve your backend dev skills.
Chris Matthews
Designer