Chapter 18 અઘરો દિવસ
Chapter 18 અઘરો દિવસ
Chapter 18 અઘરો દિવસ Textbook Questions and Answers
અઘરો દિવસ Summary in Gujarati
અઘરો દિવસ પાઠ-પરિચય
જીવનનું સનાતન સત્ય મૃત્યુ છે એ “અઘરો દિવસ” આસ્વાદલેખમાં સમજાવાયું છે. મનુષ્ય ગમે તેટલું – ગમે તેવું જીવે પરંતુ એક દિવસ આ દુનિયાને છોડીને જવાનું નિશ્ચિત છે. આખી જિંદગી લોભ-મોહ, કપટ-પ્રપંચમાં વિતાવી હોય, તો અંતિમ ક્ષણે પ્રભુ યાદ આવે જ નહિ. મદદ કરે જ નહિ.
પામર મનુષ્ય અંતિમ ઘડી શુભ થશે અને સહાય મળશે એવું ઇચ્છે છે. એ વાત સાચી જ કે મનુષ્ય ગમે તેવો હોય પણ ખરા હૃદયની શ્રદ્ધાથી ઈશ્વરકૃપા અને ઈશ્વરચરણ પામી શકે છે. અહીં, ઈશ્વરભક્તિનો અને ઈશ્વરકૃપાનો મહિમા સ્પષ્ટ થયો છે.
[It has been explained in this article ‘Agharo Divas’ that death is the eternal truth of life. Man has to leave this world one day is certain. He does not remember God at his last moment, if he has passed his whole life in greed and deceit.
Miserable man wishes his last moment auspicious and thinks that he will get help. It is true that man will get the grace of god, if he prays him heartily whether he is good or bad. Here the importance of devotion to God and the grace of God have been cleared.]
અઘરો દિવસ કાવ્યની સમજૂતી (Explanation of the Poem)
હે અલબેલા શ્રીજી! જ્યારે અઘરો દિવસ આવે ત્યારે તમે મારી સંભાળ લેજો!
[tempting Shriji! please take care when my difficult day comes!].
હે અલબેલા શ્રીજી! જ્યારે જમના દૂતો આવશે ત્યારે સગાવહાલા બધા દૂર રહેશે.
(O tempting Shriji! My relatives will live away, when the messengers of Yama come.]
અલબેલા શ્રીજી ! આવે સમયે જો તમે સહાય નહિ કરો તો દુશ્મનની યુક્તિ સફળ થશે.
10 tempting Shriji! If you don’t help me in such time, the enemies trick will be successful.]
હે અલબેલા શ્રીજી ! મારી ભૂલો જોઈને પાછા ન હટશો, પણ મારી સહાય કરજો.
10 tempting Shriji! Please don’t go back at that time seeing my mistakes, but help me.]
પિતા હંમેશાં કુપુત્રના અવગુણ ઢાંકે છે તેમ તમે પણ મારા અવગુણ સામે ન જો જો.
(Reputation of the father lies in hiding his son’s vices. If he discloses his vices, he will lose his reputation.]
હે પ્રભુ! જેવો છું એવો હું તમારો છું તમારા વિના કોઈ મને નિભાવશે નહિ.
[Dayaram says, “O God, I am thine whether I am good or bad! who will tolerate me except thou !].
અઘરો દિવસ (Meanings)
અઘરો (૫) – મુશ્કેલ; difficult.
શુધ- (અહીં) સંભાળ; care.
કિંકર (૫) – દૂત, સેવક; messenger.
અવસર (૫) – સમય, સમે; opportunity
કર (૫) – હાથ, હસ્ત; hand.
સહાશો – પકડશો; to hold.
દુમન (૫) – શત્રુ, અરિ; enemy.
દાવ (૬) – હક, માલિકી; right, stake.
ઓસરવું – પાછા હઠવું; to recede.
અવગુણ (૫) – દોષ; fault.
વિના – વિણ; without.
નિભાવવું – ચલાવવું; to maintain.
રસિક (૫) – પ્રેમી; romantic.
માધુર્ય – મીઠાશ; sweetness.
આલબેલ – ચેતવણી; warning.
કવન – કાવ્ય-નિર્માણ; composition of poetry.
માર્મિક – ચોટદાર; ironic.
રોમાંચ (૫) – પ્રેમ; romance.
પ્રકૃતિ (સ્ત્રી.) – સ્વભાવ; nature.
સંગ (૬) – સાથ; companionship.
ઉપાય (૫) – રસ્તો; remedy.
પાંખ્યો – આવકાર્યો; to nourish,
મઠારવું – સમજપૂર્વક લખવું; to repair and shape well.
પરંપરા (સ્ત્રી.) – રીતરિવાજ; custom.
વરણાગી – છેલબટાઉ; foppery.
અણસાર (૫) – ખ્યાલ; concept.
રાજી – પ્રસન્ન; pleased.
ચેષ્ટા (સ્ત્રી.) – દેખાવ; gestures.
ઉપેક્ષા (સ્ત્રી.) – અવગણના; neglect.
ક્ષતિ (સ્ત્રી.) – ખામી; defect.
પરમાટ (મું) – મહેક; fragrance.
1. નીચેના પ્રશ્નોના એક – એક વાક્યમાં ઉત્તર લખો.
પ્રશ્ન 1. આસ્વાદકના મતે કવિ દયારામ કેવા આદમીને કેવા ભક્ત હતા?
ઉત્તરઃ
આસ્વાદકના મતે કવિ દયારામ દુલ્લો આદમી ને દુલારો ભક્ત હતો.
પ્રશ્ન 2. આસ્વાદક વેણીભાઈ પુરોહિત દયારામનાં સર્જનોમાં કોના શૃંગારનું વર્ણન જુએ છે?
ઉત્તરઃ
આસ્વાદક વેણીભાઈ પુરોહિત દયારામનાં સર્જનોમાં રાધા અને કૃષ્ણના શૃંગારનું વર્ણન જુએ છે.
પ્રશ્ન 3. ‘દયારામના કવનમાં રાજસી અને સાત્ત્વિક પ્રકૃતિ છે’ – એવું પ્રતિપાદિત કરવા આસ્વાદક કયું ઉદાહરણ આપે છે?
ઉત્તરઃ
‘દયારામના કવનમાં રાજસી અને સાત્ત્વિક પ્રકૃતિ છે.” એવું પ્રતિપાદિત કરવા આસ્વાદક નિશ્ચયના મહેલમાં વસે મારો વ્હાલમો’ એ ઉદાહરણ આપે છે.
પ્રશ્ન 4. આસ્વાદકની ધારણા પ્રમાણે “અઘરો દિવસ’ કૃતિ કવિ દયારામે કયા સંજોગોમાં લખી હશે?
ઉત્તરઃ
દયારામને પોતાની જીવનયાત્રાની સમાપ્તિનો અણસાર આવી ગયો હતો ત્યારે એમણે આ કૃતિની રચના કરી હશે.
2. નીચેના પ્રશ્નોના ત્રણ-ચાર વાક્યમાં ઉત્તર લખો.
પ્રશ્ન 1. કવિને મૃત્યુનો દિવસ મુશ્કેલ શાથી લાગે છે?
ઉત્તર:
મૃત્યુનો દિવસ આવશે, યમના દૂત પ્રાણ લેવા આવશે ત્યારે ધન-સંપત્તિ, વૈભવ-વિલાસ સગાંવહાલાં કે સ્વજનોનો સાથ છોડીને જવું પડશે. કવિને વધારે જીવવું છે. જો આવા સમયે પ્રભુ તમે સાથ નહિ આપો, તો શત્રુઓ પોતાની યુક્તિમાં સફળ થશે અને યમના દૂતો મારા પ્રાણ હરી લેશે. માટે કવિને મૃત્યુનો દિવસ અઘરો લાગે છે.
પ્રશ્ન 2. દયારામ કોની શરણાગતિ સ્વીકારે છે? શા માટે?
ઉત્તરઃ
દયારામ ભગવાન કૃષ્ણની શરણાગતિ સ્વીકારે છે. આ દુનિયાને છોડીને જવાનું નિશ્ચિત છે. આખી જિંદગી લોભ-મોહ, કપટ-પ્રપંચમાં વિતાવી છે, છતાં અંતિમ ઘડી શુભ, સહાયક અને મોક્ષ આપનારી બને એ માટે કવિ પ્રભુની શરણાગતિ સ્વીકારે છે.
પ્રશ્ન 3. આપણા સંબંધો ક્યાં સુધી છે? શા માટે?
ઉત્તરઃ
આપણા સંબંધો જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી જ છે. કારણ કે મનુષ્યના સંબંધો આ દુનિયાના જ છે, મોહમાયા બધું જ જન્મથી મૃત્યુ સુધી જ હોય છે. મૃત્યુ પછીના નથી.
માણસ જન્મે ત્યાંથી મૃત્યુ સુધી ભાઈ-બહેન, સગાંસંબંધી વગેરે હોય છે. મૃત્યુની સાથે જ બધા સંબંધો પૂરા થઈ જાય છે. શરીરના સંબંધો આત્મા સાથે જોડાયેલા નથી.
3. વિસ્તૃત ઉત્તર લખો.
પ્રશ્ન 1. દયારામનો શરણાગતિ ભાવ
ઉત્તરઃ
‘અઘરો દિવસ’ આસ્વાદલેખમાં માનવજીવનનું સત્ય સમજાવાયું છે. મનુષ્ય ગમે તેટલું – ગમે તેવું જીવે પરંતુ એક દિવસ આ દુનિયાને છોડીને જવાનું નિશ્ચિત છે.
કવિ દયારામ અઘરો દિવસ એટલે કે મૃત્યુનો દિવસ આવે ત્યારે હે પ્રભુ! મારી સંભાળ લેજો. યમના દૂત આવશે ત્યારે સગાંવહાલાં બધા જ દૂર રહેશે. મોહમાયાના સંબંધો ત્યારે કામ નહીં આવે. આવા સમયે હે પ્રભુ! તમે મારો હાથ ઝાલજો નહિ તો દુશ્મનોની યુક્તિ સફળ થશે.
મારી ભૂલો જોઈને પ્રભુ જો તમે પાછા હઠશો તો મને યમનાં પાશમાંથી કોણ છોડાવશે. જેમ પિતા પુત્રના અવગુણોને ઢાંકે તેમ તમે પણ મારા અવગુણો તરફ ધ્યાન ન આપશો. નહિ તો તમારી જ પ્રતિષ્ઠા ઓછી થશે. જેવો છું એવો હે પ્રભુ! હું તમારો છું. તમારે જ મને નિભાવવાનો છે.
ખરા હૃદયની શ્રદ્ધાથી મનુષ્ય ઈશ્વરકૃપા અને ઈશ્વરશરણ પામી શકે છે. આમ, અહીં ઈશ્વરભક્તિનો અને ઈશ્વરકૃપાનો મહિમા સ્પષ્ટ થયો છે.
પ્રશ્ન 2. ટૂંકનોંધ લખો :
1. દયારામનું કૃષ્ણનું રટણ
ઉત્તર:
કવિ દયારામ એક અદકો આદમી છે. તે પ્રભુનો લાડકવાયો ભક્ત હતો. તેમની રચનાઓમાં પ્રેમીજનોનું માધુર્ય છે. રાધા અને કૃષ્ણનો શૃંગાર ભાવાલાલિત્ય જોવા મળે છે. તેમની ગરબીમાં મોહમાયામાં ફસાયેલાં જીવોને ભક્તિને માર્ગે લઈ જવાનો પ્રયાસ થયો છે.
કવિ દયારામ કૃષ્ણના નામનું રટણ કરતાં કહે છે કે, “હે પ્રભુ! મારી સંભાળ લેજો. યમના દૂત આવશે ત્યારે સગાંવહાલાં બધા જ દૂર રહેશે. કોઈ મારો સાથ નહિ આપે આવા સમયે હે પ્રભુ! તમે મારો હાથ ઝાલજો નહિ, તો દુશ્મનોની યુક્તિ સફળ થશે.
અને કહેશે કે આખી જિંદગી કૃષ્ણ કૃષ્ણ કરનારની પ્રભુએ ઉપેક્ષા કરી. એમાં લાજ તમારી જ જશે. ભક્ત તરીકે મેં ઘણી પ્રતિષ્ઠા મેળવી છે, પણ એક માનવ તરીકે મારી ભૂલો થઈ હશે. મારી આ ભૂલો જોઈને પ્રભુ જો તમે પાછા હઠશો તો મને યમનાં પાશમાંથી કોણ છોડાવશે.
જેમ પિતા પુત્રના અવગુણોને ઢાંકે તેમ તમે પણ મારા અવગુણો તરફ ધ્યાન ન આપશો. નહિ તો મારી સાથે તમારી પ્રતિષ્ઠા પણ ઓછી થશે. જેવો છું એવો હે પ્રભુ! હું તમારો છું. તમારે જ મને નિભાવવાનો છે.
2. દયારામના મતે અઘરો દિવસ
ઉત્તરઃ
કવિ દયારામના મતે અઘરો દિવસ એટલે કે મૃત્યુનો દિવસ. જીવનનું સનાતન સત્ય મૃત્યુ છે એ “અઘરો દિવસ આસ્વાદલેખમાં સમજાવાયું છે. મનુષ્ય ગમે તેટલું – ગમે તેવું જીવે પરંતુ એક દિવસ આ દુનિયાને છોડીને જવાનું નિશ્ચિત છે.
આખી જિંદગી લોભમોહ, કપટ-પ્રપંચમાં વિતાવી હોય, તો અંતિમ ક્ષણે પ્રભુ યાદ આવે નહિ. મદદ કરે જ નહિ. પામર મનુષ્ય અંતિમ ઘડી શુભ થશે અને સહાય મળશે એવું ઇચ્છે છે.
મનુષ્ય ગમે તેવો હોય પણ ખરા હૃદયની શ્રદ્ધાથી ઈશ્વરકૃપા અને ઈશ્વરશરણ પામી શકે છે. કવિ કહે છે કે, “દરેક માણસની કોઈ ને કોઈ ભૂલ તો થાય જ એમ એક માનવ તરીકે મારી ભૂલો થઈ હશે. મારી આ ભૂલો જોઈને પ્રભુ જો તમે પાછા હઠશો તો મને યમનાં પાશમાંથી કોઈ નહીં છોડાવે.
જેવો છું એવો હે પ્રભુ હું તમારો છું. તમારે જ મને નિભાવવાનો છે.”
Fun & Easy to follow
Works on all devices
Your own Pace
Super Affordable
Popular Videos
UX for Teams
Learn the basics and a bit beyond to improve your backend dev skills.
Chris Matthews
Designer
SEO & Instagram
Learn the basics and a bit beyond to improve your backend dev skills.
Chris Matthews
Designer