Class 9th CBSE

Chapter 14 મોરનાં ઈંડાં

Chapter 14 મોરનાં ઈંડાં

Std 12 Gujarati Textbook Solutions Chapter 14 મોરનાં ઈંડાં Additional Important Questions and Answers

1. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો 1 ગુણ)

પ્રશ્ન 1. “મોરનાં ઈંડાં વાર્તાના લેખક કોણ છે?
ઉત્તરઃ
“મોરનાં ઈંડાં’ વાર્તાના લેખક ઈશ્વર પેટલીકર છે.
પ્રશ્ન 2. “મોરનાં ઈંડા પાઠનો પ્રકાર જણાવો.
ઉત્તર :
“મોરનાં ઈંડાં’ પાઠનો પ્રકાર નવલિકા છે.
પ્રશ્ન 3.“મોરનાં ઈંડાં’ વાર્તા કયા પુસ્તકમાંથી લેવાયેલી છે?
ઉત્તરઃ
મોરનાં ઈંડાં’ વાર્તા “માનતા’ પુસ્તકમાંથી લેવાયેલી છે.
પ્રશ્ન 4. “મોરનાં ઈંડાં’ વાર્તા કઈ કહેવતનો અર્થ સ્પષ્ટ કરે છે?
ઉત્તર :
“મોરનાં ઈંડાં’ વાર્તા “મોરનાં ઈંડા ચીતરવા ન પડે એ કહેવતનો અર્થ સ્પષ્ટ કરે છે.
પ્રશ્ન 5. “વળી જોઉં તો ખરો કે એનામાંય કેટલું પાણી છે?” આ વિધાન કોણ, કોના સંદર્ભમાં, કોને સંભળાવે છે? ક્યા સંજોગોમાં, કયા કારણે બોલે છે?
ઉત્તરઃ
આ વિધાન “મોરનાં ઈંડાં પાઠમાં બધો મુનીમજી સાથે વળાવિયે ગયો છે એ વાતની જાણ થતાં મહીજી તેમની પત્નીને બધાની શક્તિના સંદર્ભે અને બધાની બનતી આબરૂ ધૂળ ન થઈ જાય માટે બોલે છે.
પ્રશ્ન 6. “વાઘનું રખોપું કરવા દીપડો નીકળે એના જેવી તેતો વાત કરી!” આ વિધાનમાં કોણ કોની કદર કરે છે?
ઉત્તરઃ
આ વિધાન મહીજી વજેસંગ અને દલભાઈની કદર કરતા પોતાના પુત્ર બધાને કહે છે.

2. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો : (1 ગુણ)

પ્રશ્ન 1. “મોરનાં ઈંડાં’ પાઠનો સાહિત્યપ્રકાર જણાવો.
A. નવલકથા – ખંડ
B. આત્મકથા – ખંડ
C. નવલિકા
D. પ્રવાસનિબંધ
પ્રશ્ન 2. “મોરનાં ઈંડાંમાં તે ચિતરામણ કરવાનું હોતું હશે?” આ વાક્ય કોણ, કોને કહે છે?
A. બુધાની મા બુધાને
B. બુધો માણેક મુનીમને
C. દલભાઈ મહીજીને
D. બુધો તેની માને
પ્રશ્ન 3. “મોરનાં ઈંડાં’ વાર્તા લેખકના કયા વાર્તાસંગ્રહમાંથી લેવામાં આવી છે?
A. લોહીની સગાઈ
B. કાશીનું કરવત
C. માનતા
D. ભવસાગર
પ્રશ્ન 4. “તું કેડે તલવાર બાંધે તે કરતાં મારે બીજો કયો રૂડો દા’ડો હોય?” આ વાક્ય કોણ, કોને કહે છે?
A. બુધો, માણેક મુનીમને
B. દલભાઈ, મહીજીને
C. બુધાની મા, બુધાને
D. માણેક મુનીમ, બધાને
પ્રશ્ન 5. ઈશ્વર પેટલીકરની કઈ નવલિકા તમારા પાઠ્યપુસ્તકમાં છે?
A. સુખનો કાળ બાળપણનો
B. રૂપાંતર
C. થીગડું
D. મોરનાં ઈંડાં
પ્રશ્ન 6. માણેક મુનીમ મહીજીના ઘરે શા માટે ગયા?
A. મહીજીને વળાવિયા તરીકે લેવા
B. બધાને વળાવિયા તરીકે લેવા
C. દલભાઈને વળાવિયા તરીકે લેવા
D. વજેસંગને વળાવિયા તરીકે લેવા
પ્રશ્ન 7. “ખરું કહું છું, તું ચાલ્યો જા; બાકી તારી આબરૂ આજ નંઈ રે!”
આ ઉક્તિ કોણ, કોને કહે છે?
A. મહીજી, તેની પત્નીને
B. બુધો, તેના પિતા મહીજીને
C. માણેક મુનીમ, બુધાને
D. મહીજી, તેના પુત્ર બધાને
પ્રશ્ન 8. “હું વળાવિયે આવું તો ચાલશે શેઠ”
A. બુધો તેની માને
B. દલભાઈ મહીજીને
C. બુધાની મા બધાને .બુધો માણેક મુનીમને
D. બુધો માણેક મુનીમને
Fun & Easy to follow
Works on all devices
Your own Pace
Super Affordable

Popular Videos

Play Video

UX for Teams

Learn the basics and a bit beyond to improve your backend dev skills.

ava4.png
Chris Matthews

Designer

Play Video

SEO & Instagram

Learn the basics and a bit beyond to improve your backend dev skills.

ava4.png
Chris Matthews

Designer