Class 9th CBSE

Chapter 14 મોરનાં ઈંડાં

Chapter 14 મોરનાં ઈંડાં

Chapter 14 મોરનાં ઈંડાં Textbook Questions and Answers

મોરનાં ઈંડાં Summary in Gujarati

મોરનાં ઈંડાં પાઠ – પરિચય
પ્રસ્તુત વાર્તામાં, “માતા – પિતાના સંસ્કારો સંતાનોમાં આપોઆપ આવે, તે કેળવવા પડતાં નથી” એ યથાર્થ રીતે સ્પષ્ટ કરવામાં આવ્યું છે. પુત્રની કસોટી કરતો મહીજી અને પોતાની ફરજ બજાવતા પિતા પર ઘા કરતો પુત્ર બધો ખરેખર જીવંત પાત્ર હોય એમ આપણાં મનમાં વસી જાય છે.
પુત્રનો ઘા ઝીલીને પણ તેની નીડરતા, શૂરવીરતા અને સ્વધર્મપાલનના ગુણોની પિતા પ્રશંસા કરે છે. અહીં પિતાની પુત્ર માટેની ખુમારી અને ગર્વની લાગણી સાથે જીવનમૂલ્યની ઓળખ સ્પષ્ટ થાય છે. વાર્તામાં પુત્ર લક્ષણે હરખઘેલી બનેલી મા, ડરપોક મુનીમ, ગભરુ કબુ, નીડર તથા સ્વમાની વજેસંગ અને દલભાઈના પાત્રો વાર્તાને વધારે જીવંત બનાવે છે.
[‘Parents cultures come naturally in their children. They do not have to be taught.’ This statement have been proved in this story. Mahiji testing his son and the son injuring his father who is performing his duty, are live characters. We like them. Though the father is suffering injury by his son, he praises his son’s qualities of bravery and performing his own duties.
Here father’s pride for his son is seen. The characters of mother who is happy with her son’s quality, coward clerk, simple hearted Kabu, brave and self – respected Vajesang and Dalbhai make the story much livelier.]

મોરનાં ઈંડાં (Meanings)

સારા દહાડા લઈને – સગર્ભાવસ્થામાં; pregnancy.
સબધો – સહીસલામતી; safe.
ગાડીત – ગાડી હાંકનાર; driver.
ભો (૬) – ભય; fright, danger.
બેફિકર – નિર્ભય; careless.
સંમતિ (સ્ત્રી.) – પરવાનગી; permission.
ખીચડીખાઉ – હલકી કોટિનું; of inferior quality.
હાજિયો પુરાવવો – હા કહેવી; consent.
બેકાર – બેરોજગાર; unemployed.
સન્મુખ – સામે; in front of.
પૃષ્ઠ 63જણસો – ઘરેણાં; ornaments.
મર્દાનગી (સ્ત્રી.) – બહાદુરી; heroism, bravery.
પોરો લેવો – આરામ લેવો; to rest.
અડવી – શણગાર વગરની; undecorated.
વળાવિયો (મું) – રસ્તામાં સંભાળ લેનાર; escort.
દરખાસ્ત (સ્ત્રી.) – રજૂઆત; proposal.
અપમાન (નપું.) – તિરસ્કાર; insult.
ઝનૂન, (નવું) – જોસ; passionate.
શિખામણ (ત્રી.) – ઉપદેશ, સલાહ; advice.
પલોટવું – કામકાજમાં જોડીને પાવરધું કરવું; to train.
પૃષ્ઠ 64) ભાગોળે – પાદરે; out skirt of a village.
સાબધાં થવું – સજ્જ થવું; get ready.
આપમેળે – પોતાની જાતે; automatically.
સવાયો – શ્રેષ્ઠ; excellent.
ગોરસુ (નવું) – દૂધ કે દહીં માટેનું માટીનું પાત્ર; an earthen pot for keeping milk, curds, etc.
નિશ્ચિત – નિર્ભય; fearless.
મનખ (૫) – માણસ; human.
સૂધબૂધ (સ્ત્રી.) – સાનભાન; senses.
તૃપ્તિ (સ્ત્રી.) – સંતુષ્ટિ; satisfaction.
ધરપત – નિરાંત; relief.
નેકી (સ્ત્રી.) – ઈમાનદારી; honesty.
કપરું – મુશ્કેલ; difficulty.
કર્તવ્ય (સ્ત્રી.) – ફરજ; duty.
ચેવીને કસીને; tightly.
ખ્યાતિ – નામના; fame, renown.

1. નીચેના પ્રશ્નોના એક – એક વાક્યમાં ઉત્તર લખો.

પ્રશ્ન 1. ગામમાં વળાવિયાનું કામ કરનાર જાણીતી વ્યક્તિ કોણ હતી?
ઉત્તરઃ
ગામમાં વળાવિયાનું કામ કરનાર જાણીતી વ્યક્તિ મહીજી બારેયા હતી.
પ્રશ્ન 2. કબુને લેવા માટે શેઠે શી વ્યવસ્થા કરી હતી?
ઉત્તરઃ
ખંભાતના કિલાચંદ શેઠની દીકરી કબુને સારા દિવસો હતા. એ મુંબઈથી આણંદ આવી ત્યારે એને સહીસલામત ખંભાત લઈ જવા માટે બે ગાડીવાન અને મુનીમને શેઠે સ્ટેશન મોકલ્યા હતા.?
પ્રશ્ન 3. મહીજીએ દીકરાને ખુશ થઈને કેવા શબ્દો કહ્યા?
ઉત્તરઃ
પુત્રને શાબાશી આપતાં મહીજીએ કહ્યું કે, “શાબાશ દીકરા હવે મને ખાતરી થઈ ગઈ છે કે તું મારું નામ નહીં બોળે! જા ફતે કર!”
પ્રશ્ન 4. માણેક મુનીમ શા માટે મહીજીને ઘેર ગયા?
ઉત્તરઃ
કબુ પાસે ઘણું જોખમ હતું. તેથી મુનીમજી મહીજીને વળાવિયા તરીકે લઈ જવા તેના ઘેર ગયા.

2. નીચેના પ્રશ્નોના ત્રણ – ચાર વાક્યમાં ઉત્તર લખો.

પ્રશ્ન 1. જણસો ઉતારીને દાબડામાં મૂકી દેવા પાછળનો મુનમનો શો આશય હતો?
ઉત્તરઃ
ખંભાતના કિલાચંદ શેઠની દિકરી કબુ સારા દિવસો લઈને મુંબઈથી આણંદ આવી. એને સહીસલામત ખંભાત લઈ જવા માટે બે ગાડીવાન અને મુનીમ સ્ટેશને આવ્યા. કબુ પાસે ઘણું જોખમ હતું. તેણે ખૂબ દાગીના પહેર્યા હતા. રસ્તો ખૂબ જોખમ ભરેલો હતો માટે બુની સલામતી માટે મુનીએ જણસોને ઉતારીને દાબડામાં મૂકી દેવાનું કહ્યું.
પ્રશ્ન 2. બધો વળાવિયે જવા તૈયાર થયો એ વાતની એની માતા પર શી અસર થઈ?
ઉત્તરઃ
મુનીમજી વળાવિયા તરીકે મહીજીને બોલાવવા આવ્યા ત્યારે મહીજી ઘર પર ન હતા. મહીજીનાં પુત્ર બુધાએ આ વાત સાંભળી લીધી. અને એ પિતાની જગ્યાએ વળાવિયા તરીકે જવા તૈયાર થયો. આ જાણીને બુધાની માને રૂંવે – રુવે આનંદ પ્રગટ્યો. એના મોં પર શાબાશીની સરવાણી ફૂટી નીકળી. હરખાઈને એ બોલી: ‘તું કેડે તલવાર બાંધે તે કરતાં મારે બીજો ક્યો રૂડો દા’ડો હોય?
પ્રશ્ન 3. જણસો ઉતારીને દાબડામાં મૂકી દેવાની મુનીમની વાત વજેસંગ અને દલભાઈને શા માટે પોતાનું અપમાન કરનારી લાગી?
ઉત્તરઃ
વજેસંગ અને દલભાઈ ગાડીવાન હતા. તેઓ બહાદુર અને વિશ્વાસુ હતા. તેઓ જો સાથે હોય તો લૂંટાવાનો ભય ન રહેતો એવી એમની હાંક હતી. પણ માણેક મુનીમ ડરપોક હતા. વળી રસ્તો ખૂબ જોખમ ભરેલો હતો માટે કબુની સલામતી માટે માણેક મુનીમે જણસોને ઉતારીને દાબડામાં મૂકી દેવાનું કહ્યું. આ સાંભળીને વજેસંગ અને દલભાઈને અપમાન જેવું લાગ્યું.

3. સવિસ્તર જવાબ લખો.

પ્રશ્ન 1. “મોરનાં ઈંડાં” શીર્ષક સમજાવો.
ઉત્તરઃ
ગુજરાતી સાહિત્યમાં પત્રકાર, નવલકથા અને ટૂંકી વાર્તા ક્ષેત્રે ખ્યાતિ મેળવનાર ઈશ્વર પેટલીકરે પ્રસ્તુત વાર્તામાં, “માતા – પિતાના સંસ્કારો સંતાનોમાં આપોઆપ આવે છે, તે કેળવવા પડતાં નથી’ એ યથાર્થ રીતે રજૂ થયું છે.
ખંભાતના કિલાચંદ શેઠની દીકરી કબુ સારા દિવસો લઈને મુંબઈથી આણંદ આવી. એને સહીસલામત ખંભાત લઈ જવા માટે બે ગાડીવાન અને મુનીમ સ્ટેશને આવ્યા. કબુ પાસે ઘણું જોખમ હતું. તેથી મુનીમજીએ મહીજીના દીકરાને વળાવિયા તરીકે લઈ જવાનું નક્કી કર્યું.
પુત્રની કસોટી કરતો મહીજી અને પોતાની ફરજ બજાવતા પિતા પર ઘા કરતો પુત્ર બધો ખરેખર જીવંત પાત્ર હોય એમ આપણાં મનમાં વસી જાય છે. પુત્રનો ઘા ઝીલીને પણ તેની નીડરતા, શૂરવીરતા અને સ્વધર્મપાલનના ગુણોની પિતા પ્રશંસા કરે છે.
અહીં, પિતાની પુત્ર માટેની ખુમારી અને ગર્વની લાગણી સાથે જીવનમૂલ્યની ઓળખ પણ સ્પષ્ટ થાય છે.
વાર્તામાં પુત્રના પરાક્રમથી હરખઘેલી બનેલી મા, ડરપોક મુનીમ,? ગભરુ કબુ, નીડર તથા સ્વમાની વજેસંગ અને દલભાઈના પાત્રો વાર્તાને વધારે જીવંત બનાવે છે. “મોરનાં ઈંડા ચીતરવા ન પડે એ કહેવત બુધા અને મહીજીના પાત્ર દ્વારા અહીં ખરેખર સિદ્ધ થાય છે.
પ્રશ્ન 2. મહીજીએ દીકરાની નેકી અને મર્દાનગીની પરીક્ષા કઈ રીતે કરી?
ઉત્તરઃ
ઈશ્વર પેટલીકર લિખિત “મોરનાં ઈંડાં’ વાર્તામાં મહીજીનું પાત્ર એક અનોખું વ્યક્તિત્વ ધરાવે છે. કબુને આણંદથી ખંભાત પહોંચાડવા મુનીમ અને ગાડીવાન વજેસંગ અને દલભાઈ નીકળ્યા. પડોળીની ભાગોળે આવતા જ સૂર્યાસ્ત થઈ ગયો. મુનીમજીએ મહીજીના દીકરાને વળાવિયા તરીકે લઈ જવાનું નક્કી કર્યું.
પુત્રની કસોટી કરવા પોતે ડાકુ બનીને પુત્ર બુધો જે ગાડાનું રક્ષણ કરવા ગયો હતો એ જ ગાડાને લૂંટવા રસ્તો રોકીને ઊભો રહ્યો. પણ તેણે બધાને ખસી જવા પડકાર કર્યો. બધાએ પણ સામો પડકાર કરીને ચાલ્યા જવા કહ્યું. એમ પણ કહ્યું કે “અલ્યા બાપુ! મારું માની જા અત્યારે તું મારો બાપ નથી, હજી શરમ રાખું છું ત્યાં સુધી.
નહીં તો જોયા જેવી થશે.” પણ મહીજી ખડગની પેઠે અડીખમ રહ્યો. ત્યારે બધાએ પોતાની ફરજની વચ્ચે આવતા પિતા પર તલવારથી પ્રહાર કર્યો. પરંતુ મહીજી તો પુત્રની નેકીની કસોટી કરતો હતો. તેણે પુત્રને શાબાશી આપતાં કહ્યું કે, “શાબાશ દીકરા હવે મને ખાતરી થઈ ગઈ છે કે તું મારું નામ નહીં બોળે.” આમ મહીજીએ પોતાના પુત્રની નેકી અને ઈમાનદારીની પરીક્ષા કરી.
Fun & Easy to follow
Works on all devices
Your own Pace
Super Affordable

Popular Videos

UX for Teams

Learn the basics and a bit beyond to improve your backend dev skills.

ava4.png
Chris Matthews

Designer

SEO & Instagram

Learn the basics and a bit beyond to improve your backend dev skills.

ava4.png
Chris Matthews

Designer