Class 9th CBSE

Chapter 13 વતનનો તલસાટ

Chapter 13 વતનનો તલસાટ

Chapter 13 વતનનો તલસાટ Textbook Questions and Answers

વતનનો તલસાટ Summary in Gujarati

વતનનો તલસાટ કાવ્ય-પરિચય
પ્રસ્તુત કાવ્યમાં માતૃભૂમિનો મહિમા પ્રગટ થયો છે. અહીં, વતનવિરહની વેદનાને કારણે કવિ વ્યગ્ર બની ગયા. માતૃભૂમિના વિરહનો કારમો ઘા તેનાં હૈયે વાગ્યો પણ વેદના તેનાં આત્માને કોરી ખાય છે.
મા વિનાનું બાળક, ધણથી વિખૂટું પડેલું વાછરડું જે તલખાટ અનુભવે છે તે જ, કવિ પણ માતૃભૂમિ વિના ઊંડો ઝુરાપો અનુભવે છે. માતૃભૂમિમાં ભેરુ-ભગિની હશે પણ મા નહીં હોય. કવિને તો મા હોય એવી માતૃભૂમિની ઝંખના છે.
[In this poem dignity of the motherland has been exhibited. The poet has bacome sad because of the pain of separation of his native place. It shocked his heart.
The poet experiences the deep pain of separation of his motherland as the mother experiences the pain of her child’s separation and the cow experiences the pain of her calf’s separation. There may be a friend or a sister but not mother.
The poet desires to have motherland where; there is his mother.)
વતનનો તલસાટ કાવ્યની સમજૂતી (Explanation of the Poem)
ઘણો લાંબો સમય માતૃભૂમિથી દૂર રહીને વિતાવ્યો હવે માતૃભૂમિને મળવા, આત્મા અધીર બન્યો છે.
[Long time has been passed living away from the motherland. Now (my) soul has become eager to see the motherland.]
વતનમાં કૂવાકાંઠે પનિહારીઓની લચક, ફળદ્રુપ ખેતરોમાં પવનની લહેરે રસદાર પાક ડોલે છે.
ખેતરોમાં લીલા ઘાસ લહેરાય છે, ખંતીલા ખેડૂતોનાં મીઠાં ગીતો, ગંભીર વડલા, શંભુનું જીર્ણ દેરું પણ છે.
વાગોળતાં ધણ, ભગવા રંગનો વાવટો આકાશમાં લહેરાય છે. ખૂબ વહાલ કરતી ભગિની, લંગોટિયા બાળમિત્રો પણ છે.
[I remind the graceful twist of women fetching water from the well, swinging crop with wind in fertile fields, swinging green grass in the fields, sweet songs of the perseverant farmers, coolminded banyan trees, the old temple of Lord Shiva, grazing cattle, the saffron flag waving in the sky, loving sister, childhood friends.]
એ જ ઝંખનામાં ઊંઘમાં પણ ઝબકીને જાગી જતો. ઘેલાં હૈયાં બધાં જ મળશે પણ કાળરૂપી અગ્નિમાંથી.
સંભાળીને રાખેલા માતાની યાદનાં સંસ્મરણોરૂપી સુમનથી સિંચાયેલું માતાનું મુખ હવે ક્યાં જોવા મળશે?
(Suddenly I would wake up in sleep. I will get many loving hearts, but where shall I see my mother’s face which has been kept in my heart with her sweet memories?]
કવિને જનની વિનાની જન્મભૂમિ સંતોષ આપતી નથી. વતનમાં જનની સાથેની જન્મભૂમિની જ તેની તમન્ના છે.
[The motherland without mother does not satisfy the poet. The poet has a desire to have motherland with mother.]

વતનનો તલસાટ (Meanings)

દોહ્યલાં – મુશ્કેલ; tough.
અનિલ (૫) – પવન; wind.
રસાળાં – રસદાર; juicy.
વિચ્છેદન – ખંડન; disintegration.
તૃણ (નવું) – ઘાસ; grass.
ખંતીલા – મહેનતુ; laborious.
જીર્ણ – પુરાણું; very old.
વ્યોમ (નવું) – આકાશ; sky.
વાવટો (૫) – ધજા; flag.
ગેરુ – ભગવો; reddish grey.
ભેરુ (૫) – મિત્ર; friend.
કિન્તુ- પરંતુ; but.
સ્મૃતિ (સ્ત્રી) – યાદગીરી; memory
સુમન (નવું) – ફૂલ; flower.
જનની (સ્ત્રી.) – મા; mother.
તોષ (૫) – સંતોષ; satisfaction.

1. નીચેના પ્રશ્નોના એક-એક વાક્યમાં ઉત્તર લખો.

પ્રશ્ન 1. કવિને શેની ઝંખના છે?
ઉત્તર :
કવિને જનની સહિતની વિદેશભૂમિમાં પૂર્ણ સંતોષ પામવાની ઝંખના છે.
પ્રશ્ન 2. કોની સ્મૃતિથી કવિનું મન અતૃપ્તિ અનુભવે છે?
ઉત્તરઃ
મા અને માતૃભૂમિની સ્મૃતિથી કવિનું મન અતૃપ્તિ અનુભવે છે.
પ્રશ્ન 3. કવિનો વસવાટ ક્યાં છે?
ઉત્તર :
કવિનો વસવાટ વિદેશમાં છે.
પ્રશ્ન 4. કેવા રંગનું નિશાન કવિ જુએ છે?
ઉત્તરઃ
ગેરુ રંગનું નિશાન કવિ જુએ છે.

2. નીચેના પ્રશ્નોના ત્રણ-ચાર વાક્યમાં ઉત્તર લખો.

પ્રશ્ન 1. કોની સ્મૃતિથી કવિ વિહ્વળ બને છે? શા માટે?
ઉત્તર :
કાલાગ્નિમાં વિલીન થયેલી તેમની માતાની સ્મૃતિમાં કવિ વિહ્વળ બને છે. કવિના વતનમાં પાણી ભરીને જતી પનિહારીઓ, પાકથી લહેરાતાં ખેતરો, ખંતીલા ખેડૂતોનાં મધુર ગીતો, ગંભીર વડલાનું ઝાડ, શંભુનું જીર્ણ દેરું, વાગોળતાં પશુઓ, મંદિર પર લહેરાતી ભગવા રંગની ધજા, વહાલી બહેન, લંગોટિયા મિત્રો વગેરે બધું જ છે પણ : તેમની મમતામયી મા નથી એ માટે કવિ બહુ જ દુઃખી છે.
પ્રશ્ન 2. કવિના પ્રાણ શાથી (ઉતાવળા) અધીર બન્યા છે? શા માટે?
ઉત્તર:
કવિને વતનવિરહનો કારમો ઘા હૈયે લાગ્યો છે. તેની : વેદના દેહને નહિ પણ આત્માને વિહ્વળ બનાવે છે. તેથી જન્મભૂમિ જવા માટે તેમનો પ્રાણ પછાડા નાખે છે. મા વછોયું બાળક અને ધણ વછોયું પશુ જેવો તલખાટ અનુભવે લગભગ તેવો જ તલખાટ કવિ પણ અનુભવે છે.
જીરવી જીરવાય નહિ, કોઈને કહેવાય નહિ, જરા – પણ સહેવાય નહિ એવી વેદનાથી કવિ વ્યગ્ર બન્યા છે. ખુદની ત્વચા જાણે પોતાની જાત વડે ઉતરડાતી હોય એવી વેદના તેમના તન-મનને બાળી રહી છે.
જન્મભૂમિમાં ભેરુ, ભગિની વગેરે બધા મળશે પણ કાલગંગામાં વિલીન થયેલી મા નહિ મળે એ માટે કવિ અધીર બન્યા છે.

3. વિસ્તૃત ઉત્તર લખો.

પ્રશ્ન 1. “વતનનો તલસાટ” કાવ્યમાં વ્યક્ત થતો કવિનો કલ્પાંત આલેખો.
ઉત્તરઃ
રમણીક અરાલવાળા લિખિત “વતનનો તલસાટ’ સૉનેટ કાવ્યમાં કવિને વતનવિરહનો કારમો ઘા હૈયે લાગ્યો છે. તેની વેદના દેહને નહિ પણ આત્માને વિહ્વળ બનાવે છે. જન્મભૂમિ જવા માટે કવિનો પ્રાણ પછાડા નાખે છે.
મા વછોયું બાળક અને ધણ વછોયું પશુ જેવો તલખાટ અનુભવે લગભગ તેવો જ તલખાટ કવિ અનુભવે છે. જીરવી જીરવાય નહિ, કોઈને કહેવાય નહીં, જરાપણ સહેવાય નહિ એવી વેદનાથી કવિ વ્યગ્ર બન્યા છે. ખુદની ત્વચા જાણે પોતાની જાત વડે ઉતરડાતી હોય એવી વેદના તેમના તન-મનને બાળી રહી છે.
જન્મભૂમિમાં પાણી ભરીને જતી પનિહારીઓ, પાકથી લહેરાતાં ખેતરો, ખેડૂતોનાં મધુર ગીતો, ગંભીર વડલાનું ઝાડ, શંભુનું જીર્ણ દેરું, વાગોળતાં પશુઓ, મંદિરો પર લહેરાતી ભગવા રંગની ધજા, વહાલી બહેન, લંગોટિયા મિત્રો વગેરે બધું જ છે પણ તેમની મમતામયી કાલગંગામાં વિલીન થયેલી મા જ નથી, એ વિચારે કવિની વેદના ચરમસીમાએ પહોંચે છે. જનની રહિત જન્મભૂમિથી અસંતુષ્ટ કવિને જનની સહિતની વિદેશભૂમિમાં પૂર્ણ પરિતોષ પામવાની ઝંખના છે.
પ્રશ્ન 2. કવિની જન્મભૂમિનું શબ્દચિત્ર તમારા શબ્દોમાં આલેખો.
ઉત્તરઃ
રમણીક અરાલવાળા લિખિત ‘વતનનો તલસાટ’ કાવ્યમાં માતૃભૂમિનો મહિમા પ્રગટ થયો છે. અહીં, વતનવિરહની વેદનાને કારણે કવિ વ્યગ્ર બની ગયા. માતૃભૂમિના વિરહનો કારમો ઘા તેનાં હૈયે વાગ્યો પણ વેદના તેનાં આત્માને કોરી ખાય છે.
મા વિનાનું બાળક, ધણથી વિખૂટું પડેલું વાછરડું જે તલખાટ અનુભવે છે, તેમ કવિ પણ માતૃભૂમિ વિના ઊંડો ઝુરાપો અનુભવે છે.
પોતાના વતનમાં પાણી ભરીને જતી પનિહારીઓ, પાકથી લહેરાતાં ખેતરો, મહેનતુ ખેડૂતોનાં મધુર ગીતો, ગંભીર વડલાનું ઝાડ, શંભુનું જીર્ણ દેરું, વાગોળતાં પશુઓ, મંદિરો પર લહેરાતી ભગવા રંગની ધજા, ઓછી ઓછી થતી બહેન, લંગોટિયા મિત્રો વગેરે બધું જ છે પણ તેમની મમતામયી મા જ નથી એ વિચારે કવિની વેદના ચરમસીમાએ પહોંચે છે. જનની રહિત જન્મભૂમિથી અસંતુષ્ટ કવિને જનની સહિતની વિદેશભૂમિમાં પૂર્ણ સંતોષ પામવાની ઝંખના છે.
Fun & Easy to follow
Works on all devices
Your own Pace
Super Affordable

Popular Videos

Play Video

UX for Teams

Learn the basics and a bit beyond to improve your backend dev skills.

ava4.png
Chris Matthews

Designer

Play Video

SEO & Instagram

Learn the basics and a bit beyond to improve your backend dev skills.

ava4.png
Chris Matthews

Designer