Class 9th CBSE

Chapter 12 પુંજા મેજરની લગની

Chapter 12 પુંજા મેજરની લગની

Chapter 12 પુંજા મેજરની લગની Textbook Questions and Answers

પુંજા મેજરની લગની Summary in Gujarati

પુંજા મેજરની લગની પાઠ-પરિચય
પ્રસ્તુત ચરિત્રનિબંધમાં મનુષ્યના વેશ નહિ, કિન્તુ તેના મન વૃત્તિ બદલવા, કેવળ નામ નહિ, કામ બદલવા જોઈએ એ પૂજા મેજરના પાત્ર દ્વારા આલેખાયું છે. પંજા મેજરની આખી જિંદગી પરિવર્તનગામી શ્રદ્ધામાં પસાર થઈ ગઈ.
જેને જેટલું જોઈએ તેટલું ઈશ્વર ચોક્કસ આપી દે છે એવો દઢ વિશ્વાસ, પડતર જમીનમાં આંબા ઉછેરવા, માંદાની માવજત કરવી, જરૂરતમંદોને મદદરૂપ બનવું વગેરે તેના સ્વભાવગત ગુણો હતા.
પંજાનું જીવનચરિત્ર સહજ, સ્વાભાવિક અને પ્રાદેશિક ભાષાશૈલીમાં આલેખાયેલું હોવાને કારણે વિશેષ ઉદાહરણીય બન્યું છે.
[In this essay it is said through the character of Punja Major that a man should change his attitude, not his dress, he should change his work, not his name. The whole life of Punja Major passed in the faith of changing.
He firmly believed that God surely gives everyone as much as he really requires. To grow mango trees in uncultivated land, to nurse the sick persons, to help the needy persons, etc. were his natural qualities.
Punja’s character is a good example because it has been written in natural and local language.]

પુંજા મેજરની લગની (Meanings)

અજંપો (૫) – બેચેની; restlessness.
અચંબો (૬) – નવાઈ; surprise.
ફોકટ – નકામું; useless.
અડોઅડ – એકદમ નજીક; adjacently.
આપત (સ્ત્રી.) – મૂડી; wealth.
પ્રીત (સ્ત્રી.) – પ્રેમ; love.
ભરોસો (૫) – વિશ્વાસ; faith.
માંચી (સ્ત્રી.) – ખાટલો; cot,
વૈત (સ્ત્રી.) – સગવડ; provision.
અબળખા (સ્ત્રી) – ઇચ્છા; desire.
વલોપાત – પરોજણ, ચિંતા; tension.
પરિચિત – ઓળખીતા; acquainted.
કુતુહલ (નવું) – નવાઈ; surprise.
વ્યથા (સ્ત્રી.) – વેદના: pain.
અણધાર્યા – અચાનક; suddenly.
હરફ (મું) – એક શબ્દ; word.
પિઢેરિયું માટીથી બનેલું; house made of clay.
આયખું (નવું) – જીવતર; life.
અંત્યેષ્ટિ – અંતિમક્રિયા; funerals.
કૂથલી (સ્ત્રી.) – નિંદા; slander.
અપલખણ – કુટેવ; bad habit.
હાચવવા – કાળજી રાખવી; to care.
ઉધામા – પ્રયત્નો; efforts.
તાલાવેલી (સ્ત્રી) – ઉત્સુકતા; eagerness.
માવજત (સ્ત્રી.) – કાળજી; care.
વાંસી (સ્ત્રી.) – ધારિયું; scythe.
બળાપો (૫) – ચિંતા; worry.
મળતર (નવું) – વળતર; return.
પરવાનગી (સ્ત્રી.) – મંજૂરી; permission.

1. નીચેના પ્રશ્નોના એક-એક વાક્યમાં ઉત્તર લખો.

પ્રશ્ન 1. પંજાને શેના પ્રત્યે લગાવ રહેતો?
ઉત્તરઃ
પૂંજાને વૃક્ષો પ્રત્યે લગાવ રહેતો.
પ્રશ્ન 2. પુંજાએ શી પ્રવૃત્તિ કરી ? પંજાએ શો નિર્ણય કર્યો ?
ઉત્તરઃ
પૂજાએ કાળે ઉનાળે જમીનમાં ખાડા ખોદયાં. છાણિયું ખાતર બનાવ્યું. સારા આંબાના ગોટલા ભેગા કર્યા. રોપા ઉછેર્યા.
ત્રણેક વરસાદ પડ્યા પછી રોપા વાવ્યા. એમના વરસ જેટલા આંબા ઉછેરવાનો નિર્ણય કર્યો.
પ્રશ્ન 3. આંબા ઉછેર અંગે પૂજાની શી સમજણ હતી ?
ઉત્તરઃ
પંજાના મત પ્રમાણે જો થોડાં આંબા ઉછેરીએ તો પાદરમાં છાંયો થાય અને ગામનાં છોકરાંને ફળ ખાવા પણ મળે.
પ્રશ્ન 4. ગામના મુખીએ પંજા પર શો આરોપ કરેલો ?
ઉત્તર :
વગર પરવાનગીએ સરકારી જમીન પર આંબા વાવવાનો આરોપ ગામના મુખીએ પંજા પર મૂક્યો.
પ્રશ્ન 5. રાજપૂતે પૂંજાને શી હૈયાધારણ આપી?
ઉત્તરઃ
રાજપૂતે ધારિયું બતાવીને કહ્યું કે, “જ્યાં સુધી હું છું ત્યાં સુધી કોઈ આંબાનું પાંદડુંએ નહીં તોડી શકે એવી હૈયાધારણ આપી.
પ્રશ્ન 6. પૂંજાના અવસાન પછી આંબાની શી દશા થઈ ?
ઉત્તરઃ
પૂજાના અવસાન પછી તેમણે ઉછેરેલા બાસઠ આંબામાંથી માંડ બે બચ્યા છે.

2. નીચેના પ્રશ્નોના ત્રણ-ચાર વાક્યમાં ઉત્તર લખો.

પ્રશ્ન 1. નિવૃત્તિ સમયે પૂજાએ ઘરવખરીનું શું કર્યું ? તે અંગે તેની માન્યતા શી હતી ?
ઉત્તરઃ
પંજાને કોઈ પણ ચીજવસ્તુનો મોહ ન હતો. એમના મતે નોકરીનાં આટલાં વર્ષોમાં એકઠી થયેલી ઘરવખરી એમને લજવતી હતી, માટે બધી જ ઘરવખરી જેને જોઈતી હતી એને આપી દીધી. હું તેઓ દઢપણે માનતા હતા કે એને કાંઈ જોઈતું હશે તો ચોક્કસ ઈશ્વર 3 આપશે જ.
પ્રશ્ન 2. પંજાએ આંબાના ઉછેરમાં શી કાળજી લીધી?
ઉત્તરઃ
પૂજાએ મોટા ભાઈ ભવનભાઈની વાત ન માની, એમણે ગામના પાદરમાં આંબા ઉછેરવાનું નક્કી કર્યું. કાળે ઉનાળે જમીનમાં ખાડા ખોલ્યાં. છાણિયું ખાતર બનાવ્યું. સારા આંબાના ગોટલા ભેગા કર્યા. રોપા ઉછેર્યા. ત્રણેક વરસાદ પડ્યા પછી રોપા વાવ્યા.
પશુપક્ષી કે માણસ નુકસાન ન કરે એ માટે અડાબીડ થોરિયા વાવ્યા. અતિ વરસાદને કારણે ખૂબ નુકસાન થયું હતું. ઉનાળાની ગરમીમાં કાવડમાં પાણી લઈ આવે અને આંબા સીંચે. છંતાલીસ આંબા ઉછર્યા ત્યારે તેના હરખનો પાર ન હતો. આમ, આંબાનો ઉછેર માતા-પિતા પોતાના સંતાનનો ઉછેર જેવી રીતે કરે એમ કદાચ, એના કરતાં વધારે કાળજીપૂર્વક ક્ય.
પ્રશ્ન 3. કોઈની નિંદા વખતે પંજાની શી પ્રવૃત્તિ રહેતી ? શા માટે ?
ઉત્તર :
કોઈની નિંદાની વાત આવે ત્યારે કોદાળીના ઘાથી ઘાસનું કે મૂળિયું ખોદી કાઢે, ક્યાં તો વાંસીથી વાડોલામાં પેસતી ધરો ખેંચી કાઢે.
અને કહે આ કુથલીના અપલક્ષણને ધરમૂળથી કાઢી નાખવામાં ભલાઈ છે. ભક્તિમાં એને ભરોસો. બાઇબલમાં કહેલાં મર્મવચન પ્રમાણે વર્તવું રૂં એવું તેઓ હૃદયપૂર્વક માનતા. માંદાની માવજત કરે, એને જોઈતી 3 મદદ કરવા હંમેશાં તત્પર રહે. આમ, કોઈની તથામાં ક્યારેય ન પડે જે કરે એને પણ રોકે.
પ્રશ્ન 4. પંજાને શી ચિંતા કોરી ખાતી હતી ? તેનું સમાધાન તેણે શી રીતે લાધ્યું?
ઉત્તરઃ
પૂજાનો અંત સમય નજીક આવતો હતો એમ પોતે ઉછેરેલા 3 આંબાને સાચવવાની ચિંતા કોરી ખાતી હતી. એણે પંચ સમક્ષ રજૂઆત પણ કરેલી પણ કોઈને એમાં રસ ન હતો. એણે સરપંચને કહ્યું, ત્યારે તો એમને વગર પરવાનગીએ આંબા વાવવા બદલ સરકારમાં લખવાની ધમકી આપી.
આથી પંજો નિરાશ થઈ ગયો. રે એના ગામમાં એક માણસ બે હાથનું ધારિયું ખભે રાખીને ફર્યા રૂ કરતો. એ કોઈને રંજાડતો નથી, પણ બધાં એનાથી ડરે. પૂજાએ એને વાત કરી, “મારી પાસે થોડા રૂપિયા છે એ સારા કામમાં વાપરવા હતા એ રૂપિયા તમને આપતો જાઉં, જીવો ત્યાં સુધી આ આંબાને સાચવજો, મેં એવું સાંભળ્યું છે કે, રાજપૂત પોતાના વચનને કોઈ પણ ભોગે નિભાવે છે.’
પેલા માણસે જીવે ત્યાં સુધી આંબાને સાચવવાનું વચન આપ્યું ત્યારે પૂજાને નિરાંત થઈ.

3. સવિસ્તર ઉત્તર લખો.

પ્રશ્ન 1. આંબા ઉછેરની પૂજાની લગની તમારા શબ્દોમાં વર્ણવો.
ઉત્તર :
જોસેફ મૅકવાન લિખિત “પૂજા મેજરની લગની’ ચરિત્રનિબંધમાં મનુષ્યના વેશ નહિ, કિન્તુ તેના મન વૃત્તિ બદલવા, કેવળ નામ નહિ, કામ બદલવા જોઈએ એ પંજા મેજરના પાત્ર દ્વારા આલેખાયું છે. નોકરીમાંથી નિવૃત્ત થયા પછી વતન આવીને પૂજાએ મોટા ભાઈ ભવનભાઈની વાત ન માની, મસાણ-તળાવની પડતર જમીનમાં આંબા વાવવાનું નક્કી કર્યું. કાળે ઉનાળે જમીનમાં ખાડા ખોદવ્યાં.
છાણ અને માટીના થર દ્વારા છાણિયું ખાતર બનાવ્યું, સારા આંબાના ગોટલા ભેગા કર્યા, રોપા ઉછેર્યા, ત્રણેક વરસાદ પડ્યા પછી રોપા વાવ્યા. પશુ-પક્ષી કે માણસ નુકસાન ન કરે એ માટે અડાબીડ થોરિયા વાવ્યા. અતિ વરસાદને કારણે ખૂબ નુકસાન થયું હતું, ત્યારે ખેડૂતોની જેમ જ પૂજાએ પણ અત્યંત વેદના અનુભવી.
ઉનાળાની ગરમીમાં કાવડમાં પાણી લઈ આવીને આંબાને સિચ્યા. બેંતાલીસ આંબા ઉછર્યા ત્યારે તેના હરખનો પાર ન હતો. માતા-પિતા પોતાના સંતાનનો ઉછેર કરે એમ કદાચ, એના કરતાં વધારે કાળજીપૂર્વક વૃક્ષોનો ઉછેર કર્યો.
પ્રશ્ન 2. નોંધ લખો :
1, પંજાની નિઃસ્વાર્થપરાયણતા
ઉત્તરઃ
જોસેફ મૅકવાન લિખિત પૂંજા મેજરની લગની’ ચરિત્રનિબંધમાં મનુષ્યના વેશ નહિ, કિન્તુ તેના મન વૃત્તિ બદલવા, કેવળ નામ નહિ, કામ બદલવા જોઈએ. એ પંજા મેજરના પાત્ર દ્વારા આલેખાયું છે. ઈશ્વર પ્રત્યે એમને અપાર શ્રદ્ધા હતી. “મોહે લાગી લગન’ પંક્તિ હંમેશાં ગાતા રહેતા. એના ગીતમાં મસ્તી ટપકતી રહેતી.
પંજાને કોઈ પણ ચીજવસ્તુનો મોહ ન હતો. એમના મતે નોકરીનાં આટલાં વર્ષોમાં એકઠી થયેલી ઘરવખરી એમને લજવતી હતી, માટે બધી જ ઘરવખરી જેને જોઈતી એને આપી દીધી. તેઓ દઢપણે છે માનતા હતા કે એને કાંઈ જોઈતું હશે તો ચોક્કસ ઈશ્વર આપશે જ.
પંજો અને તેના પત્ની બે જણ, કોઈ જંજાળ નહીં. વંશવેલાનો કોઈ ? વલોપાત નહીં. શું ખાય કે શું પીએ કોઈને કશી ખબર નહીં. પૂરો સંત માણસ. આકાશના પંખી જેવો. વાવવું, લણવું એકઠું કરવાની કોઈ પરોજણ નહીં. સાંજે છોકરાઓને ભેગા કરે સુવાર્તા સંભળાવે.
હું કોઈની નિંદાની વાત આવે ત્યારે કોદાળીના ઘાથી ઘાસનું મૂળિયું ખોદી કાઢે, ક્યાં તો વાંસીથી વાડોલામાં પેસતી ધરો ખેંચી કાઢે. અને કહે આ કૂથલીના અપલક્ષણને ધરમૂળથી કાઢી નાખવામાં ભલાઈ છે. ભક્તિમાં એને ભરોસો.
બાઇબલમાં કહેલાં મર્મવચન પ્રમાણે વર્તવું એવું તેઓ હૃદયપૂર્વક માનતા. માંદાની માવજત કરે, એને જોઈતી મદદ કરવા હંમેશા તત્પર રહે. આમ, કોઈની તથામાં ક્યારેય ન પડે અને જે કરે એને પણ રોકે.
2. પંજાની વ્યથા, વેદના
ઉત્તરઃ
જોસેફ મૅકવાન લિખિત “પંજા મેજરની લગની’ ચરિત્રનિબંધમાં મનુષ્યના વેશ નહિ, કિન્તુ તેના મન વૃત્તિ બદલવા, કેવળ નામ નહિ, કામ બદલવા જોઈએ. એ પંજા મેજરના પાત્ર દ્વારા આલેખાયું છે. ઈશ્વર પ્રત્યે એમને અપાર શ્રદ્ધા હતી. “મોહે લાગી લગન’ પંક્તિ હંમેશાં ગાતા રહેતા. એના ગીતમાં મસ્તી ટપકતી રહેતી.
પંજાએ મસાણ-તળાવની પડતર જમીનમાં આંબા વાવવાનું નક્કી કર્યું. ખૂબ પરિશ્રમ દ્વારા તેણે બાસઠ આંબા વાવ્યા તેમાંથી બેંતાલીસ આંબા ઉછર્યા. એની ગેરહાજરીમાં આંબાને ઘણું નુકસાન થયું ત્યારે એમને ખૂબ વેદના થઈ. આંબાનો ઉછેર માતા-પિતા પોતાના સંતાનનો ઉછેર જેવી રીતે કરે એમ કદાચ, એના કરતાં વધારે કાળજીપૂર્વક કર્યો.
પંજાનો અંત સમય નજીક આવતો હતો એમ પોતે ઉછેરેલા આંબાને સાચવવાની ચિંતા કોરી ખાતી હતી. એણે પંચ સમક્ષ રજૂઆત પણ કરેલી પણ કોઈને એમાં રસ ન હતો. એણે સરપંચને કહ્યું, ત્યારે તો એમને તો વગર પરવાનગીએ આંબા વાવવા બદલ સરકારમાં લખવાની ધમકી આપી. આથી પંજો નિરાશ થઈ ગયો.
એના ગામમાં એક માણસ બે હાથનું ધારિયું ખભે રાખીને ફર્યા કરતો. એ કોઈને રંજાડતો નથી, પણ બધાં એનાથી ડરે. પૂજાએ એને વાત કરી, “મારી પાસે થોડા રૂપિયા છે એ સારા કામમાં વાપરવા હતા એ રૂપિયા તમને આપતો જાઉં, જીવો ત્યાં સુધી આ આંબાને સાચવજો.
મેં એવું સાંભળ્યું છે કે, રાજપૂત પોતાના વચનને કોઈ પણ ભોગે નિભાવે છે. પેલા માણસે જીવે ત્યાં સુધી આંબાને સાચવવાનું વચન આપ્યું ત્યારે પંજાને નિરાંત થઈ. એક રાતે એ નિતની લગનીમાં ભળી ગયો.
Fun & Easy to follow
Works on all devices
Your own Pace
Super Affordable

Popular Videos

UX for Teams

Learn the basics and a bit beyond to improve your backend dev skills.

ava4.png
Chris Matthews

Designer

SEO & Instagram

Learn the basics and a bit beyond to improve your backend dev skills.

ava4.png
Chris Matthews

Designer