Chapter 11 વડલો ને પંખીડાં
Chapter 11 વડલો ને પંખીડાં
Std 12 Gujarati Textbook Solutions Chapter 11 વડલો ને પંખીડાં Additional Important Questions and Answers
1. નીચેના પ્રશ્નોના સવિસ્તર (આશરે 100 શબ્દોમાં) ઉત્તર લખો [4 ગુણ)
પ્રશ્ન 1. વડલો ને પંખીડા’ કાવ્યનો મધ્યવર્તી વિચાર સ્પષ્ટ કરો.
ઉત્તર:
કવિ કાગે આ કાવ્યમાં વડલા અને પંખીઓના રૂપક દ્વારા માનવસંબંધોનો મહિમા સમજાવ્યો છે. વનમાં આગ લાગી ત્યારે વડલો પોતાની ઉપર માળો બાંધીને રહેતાં પંખીઓને માળો છોડીને દૂર દૂર ચાલ્યા જવા કહે છે. પંખીઓ પાસે પાંખો છે માટે તેઓ ઊડીને દૂર જઈ શકશે, પણ વડલાને તો આગમાં બળીને ખાક થવાનું જ છે.
પંખીઓના મીઠાં ટહુકા તે પોતાના હૈયામાં સાચવી રાખશે, પણ પંખીઓ વડલાની આ વાત માનવા તૈયાર નથી. પંખીઓને લાગે છે કે “જેણે આજ સુધી આશરો આપ્યો તેને આમ કપરી પરિસ્થિતિમાં એકલા મૂકીને ચાલ્યા જવું એ તો માત્ર સ્વાર્થ જ કહેવાય. એનાથી કલંક જ લાગે.”
એથી પંખીઓ સાથે મરવાનું, સાથે ઉચાળા ભરવાનું અને સાથે જ ફરીથી જન્મ લઈને વડલા પર માળો બાંધવાનું કહે છે. કાવ્યનો કેન્દ્રવર્તી વિચાર કપરી પરિસ્થિતિમાં પણ અતૂટ લાગણી અને સ્નેહબંધન એકબીજાને બાંધી રાખે છે. એ મૂલ્યવાન શીખ અહીં કવિ આપે છે.
2. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો 1 ગુણા.
પ્રશ્ન 1. “વડલો ને પંખીડાં’ કાવ્યના કવિનું નામ જણાવો.
ઉત્તરઃ
‘વડલો ને પંખીડાં’ કાવ્યના કવિ દુલા ભાયા કાગ છે.
પ્રશ્ન 2. “વડલો ને પંખીડાં’ કાવ્યનો પ્રકાર જણાવો.
ઉત્તરઃ
વડલો ને પંખીડાં’ કાવ્યનો પ્રકાર પદ
પ્રશ્ન 3. “વડલો ને પંખીડાં’ કાવ્યમાં શો બોધ મળે છે?
ઉત્તરઃ
મુસીબતના સમયે કદી પોતાના સ્નેહીજનોનો સાથ ના છોડવો, એ બોધ આ કાવ્ય દ્વારા મળે છે.
3. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો 1 ગુણ)
પ્રશ્ન 1. “કપરી પરિસ્થિતિમાં પણ અતૂટ લાગણી અને સ્નેહસંબંધ એકબીજાને બાંધી રાખે છે.’ આ ભાવ કયા કાવ્યમાં જોવા મળે છે?
A. હંકારી જા
B. વડલો ને પંખીડાં
C. વતનનો તલસાટ
D. બેટા, મને પાછી જવા દે
પ્રશ્ન 2. ‘વડલો ને પંખીડાં’ કાવ્યનો પ્રકાર જણાવો.
A. ઊર્મિકાવ્ય
B. પદ
C. ખંડકાવ્ય
D પ્રસંગકાવ્ય
પ્રશ્ન 3. દુલા ભાયા કાગનું કયું કાવ્ય તમારા પાઠ્યપુસ્તકમાં છે?
A. આવકારો
B. ક્રોધી સ્વભાવને
C. શીલવંત સાધુને વારે વારે નમીએ
D. વડલો ને પંખીડાં
પ્રશ્ન 4. મુસીબતમાં સંગાથ છોડનારા માટે કવિ કાગ શું કહે છે?
A. એ મોઢા મશવાળા
B. ઉપકારી
C. એ મોઢા યશવાળા
D. કતની
પ્રશ્ન 5. વડલાના હૈયામાં શું સમાયેલ છે?
A. ફળ-ફૂલ અને પાંદડાં
B. લોકોના આશિષ
C. પંખીઓના મીઠા ટહુકા
D. ઘટાદાર છાંયડો
પ્રશ્ન 6. આ ઘડીએ ચડીચોટ અમોને, … (પંક્તિ પૂર્ણ કરો.)
A. ઝડપી લેશે જવાળા
B. મારી રાખ ઉપર રૂપાળાં
C. આ વનમાં વિગતાળાં
D. ઢળિયાં આ દશ ઢાળાં
પ્રશ્ન 7. પંખીડાં પાંખો હોવા છતાં વડલાને તજી દેવા કરતાં … ઉક્તિ પૂર્ણ કરો.)
A. વડલાને સુરક્ષિત રાખવાનું નક્કી કરે છે.
B. વડલાની સાથે મરવાનું પસંદ કરે છે.
C. વડલાને બદલે લીમડા પર માળો બાંધવાનું વિચારે છે.
D. વડલા પર માળા બનાવવાનું નક્કી કરે છે.
Fun & Easy to follow
Works on all devices
Your own Pace
Super Affordable
Popular Videos
UX for Teams
Learn the basics and a bit beyond to improve your backend dev skills.
Chris Matthews
Designer
SEO & Instagram
Learn the basics and a bit beyond to improve your backend dev skills.
Chris Matthews
Designer