Chapter 11 વડલો ને પંખીડાં
Chapter 11 વડલો ને પંખીડાં
Chapter 11 વડલો ને પંખીડાં Textbook Questions and Answers
વડલો ને પંખીડાં Summary in Gujarati
વડલો ને પંખીડાં કાવ્ય-પરિચય
કવિ કાગે આ કાવ્યમાં વડલા અને પંખીઓના રૂપક દ્વારા માનવસંબંધોનો મહિમા સમજાવ્યો છે. વનમાં આગ લાગી ત્યારે વડલો, પંખીઓને માળો છોડીને દૂર દૂર ચાલ્યા જવા કહે છે. પંખીઓના મીઠાં ટહુકા તે પોતાના હૈયામાં સાચવી રાખશે, પંખીઓ કહે છે કે, “જેણે આજ સુધી આશરો આપ્યો તેને આમ કપરી પરિસ્થિતિમાં એકલા મૂકીને ચાલ્યા જવું એ તો માત્ર સ્વાર્થ જ કહેવાય.
એનાથી કલંક જ લાગે, માટે સાથે મરવાનું, સાથે ઉચાળા ભરવાનું અને સાથે જ ફરીથી જન્મ લઈને વડલા પર માળો બાંધવાનું કહે છે.” કપરી પરિસ્થિતિમાં પણ અતૂટ લાગણી અને સ્નેહબંધન એકબીજાને બાંધી રાખે છે એ મૂલ્યવાન શીખ અહીં કવિ આપે છે.
[The poet Kag has explained the importance of human relations by giving metaphor of a banyan tree and birds. When fire broke out in the forest, the banyan tree tells the birds to fly away leaving the nests and go very far. The banyan tree tells the birds that he would keep their sweet voices in his heart. The birds say,
“It iş mere a blot to leave you alone who has given us shelter till now. It is nothing but selfishness. We shall die together, leave together, take birth together and again build nests on the banyan tree.” The valuable advice of the poet is : Love and feeling for one another keep us together even in difficult condition.]
વડલો ને પંખીડાં કાવ્યની સમજૂતી (Explanation of the Poem)
વડલો કહે છે કે, વનરાઈમાં આગ લાગી છે. જૂના માળા છોડીને પાંખોવાળા પંખીઓ તમે ઊડી જાવ.
[ટેકા આગની જ્વાળાઓ આકાશ સુધી પહોંચી ગઈ છે. પવનની | દિશામાં એ આગળ વધી રહી છે. કોઈ પણ ઘડીએ આગની જ્વાળા અમને ચોટ પહોંચાડશે.
[The banyan tree says that there is fire in the forest. He asks the birds to leave the old nests and fly away.] (the burdon) [The flames- of fire have reached to the sky. It spreads ahead in the direction of wind. The flames of fire will harm us any time.)
તમારા મીઠા ટહુકા રૂડા ને રસવાળા ફળની જેમ અમારાં હૈયાંમાં વસ્યા છે. હે રૂપાળાં પંખીઓ ! કોઈક દિન આવીને અમારી રાખ પર ટહુકી જજો.
[The banyan tree says, “we have liked your sweet voices and have kept them in our hearts like juicy fruits ! O beautiful birds, please come here and sing on our ash.”)
પ્રેમી પંખીઓ પાછા નહીં મળીએ આ વનમાં વિગતાળા. આપણી વચ્ચે મોતનો પડદો પડ્યો છે, બચવાનો કોઈ માર્ગ દેખાતો નથી.
[The banyan tree says, “o loving birds, we shall never meet again in this jungle. We have a curtain of death between us, and no way to be saved.”]
પંખીઓ કહે છે કે, તારે આશરે ઈંડાં ઉછેર્યા તારા રસવાળાં ફળ અમે ખાધાં છે. મુશ્કેલીના સમયે જે સાથ છોડી દે, એને તો કલંક જ લાગે.
[The birds say, “we have grown our eggs here, we have eaten your juicy fruits. It is a blot if anybody leaves company in difficult condition.”)
સાથે મરશું, સાથે જન્મ લઈશું, તારી ડાળીઓ પર માળા બાંધીશું. કાગ કહે છે કે, આપણે સાથે જ બળશું, સાથે જ મૃત્યુ પામીશું.
[The birds say, “we shall die together, we shall take birth together (and) we shall build nests on your branches.” Kag. says, “we shall burn together, we shall die together.”]
વડલો ને પંખીડાં શબ્દાર્થ (Meanings)
સેન (સ્ત્રી) – લશ્કર; army.
ચોટ (સ્ત્રી.) – પ્રહાર; blow.
અગન (સ્ત્રી) – અગ્નિ; fire.
આશરે – આશ્રયે; shelter.
દશ (સ્ત્રી.) – દિશા; direction.
બોલ (૫) – ટહુકા; the pleasant sound of a birds cooing.
હેડે – હૃદયે; heart.
રૂડા – સુંદર; beautiful.
દી (૫) – દિવસ; day.
ઉચાળા – સામાન; luggage.
1. નીચેના પ્રશ્નોના એક-એક વાક્યમાં ઉત્તર લખો.
પ્રશ્ન 1. વડલો પંખીઓને શી વિનંતી કરે છે?
ઉત્તર :
વનરાઈમાં આગ લાગી છે માટે જૂના માળા મૂકી પાંખોવાળાં પંખીઓને ઊડી જવા વિનંતી કરે છે.
પ્રશ્ન 2. વડલાના હૈયામાં શું સમાયેલું છે?
ઉત્તરઃ
વડલાના હૈયામાં પંખીઓના મીઠાં ટહુકા સમાયેલા છે.
પ્રશ્ન 3. સંગાથ છોડનારાને માટે કાગ શું કહે છે?
ઉત્તરઃ
જે મુસીબતને સમયે સાથ છોડે એને કલંક જ લાગે એમ કાગ કહે છે.
પ્રશ્ન 4. કયો પડદો સંગાથના સંબંધોમાં અવરોધક છે?
ઉત્તરઃ
મોતનો પડદો સંગાથના સંબંધમાં અવરોધક છે.
પ્રશ્ન 5. પંખીઓ શું ઈચ્છે છે?
ઉત્તરઃ
મુસીબતને સમયે સાથ છોડવાને બદલે સાથે જ મોતને ભેટવું એવું પંખીઓ ઈચ્છે છે.
2. નીચેના પ્રશ્નોના ત્રણ-ચાર વાક્યમાં ઉત્તર લખો.
પ્રશ્ન 1. વનરાઈમાં આગનું દૃશ્ય કેવું છે?
ઉત્તરઃ
જંગલમાં આગ લાગી છે. આગની જ્વાળાઓ છેક આભ સુધી પહોંચી છે. પવનની દિશામાં આગ આગળ વધી રહી છે. અને તે વડલાથી ઘણી નજીક પહોંચી ગઈ છે. એ જ્વાળાઓ થોડી જ ક્ષણોમાં વડલાને સ્પર્શી જશે. આમ, આગનું દશ્ય ખૂબ ભયંકર છે. એ થોડા જ સમયમાં આખા જંગલને બાળીને ખાક કરી દેશે.
પ્રશ્ન 2. પંખીઓ વડને શો જવાબ આપે છે?
ઉત્તરઃ
વડલાને પંખીઓએ કહ્યું, “તારે આશ્રયે ઈંડાં ઉછેર્યા, અમે તારા મીઠાં રસદાર ફળો ખાધાં, હવે મરવાનો વારો આવ્યો ત્યારે અમે તમને છોડીને ચાલ્યા જઈએ તો અમે સ્વાર્થી કહેવાઈએ અને અમને વિશ્વાસઘાત કર્યાનું કલંક લાગે.” આમ કહીને પંખીઓએ પોતાના પાલનહાર વડલાએ કરેલા ઉપકારને વ્યક્ત કરીને અંત સુધી સાથ ન છોડવા જણાવે છે.
પ્રશ્ન 3. ભાવિ અંગેની શી કલ્પના કવિ કરે છે?
ઉત્તરઃ
જંગલમાં લાગેલી આગમાંથી બચવાનો કોઈ ઉપાય ન દેખાતા વડલો પાંખોવાળા પંખીઓને ઊડી જવા કહે છે. પંખીઓ પર વડલાના અનેક ઉપકાર છે. પંખીઓ આ ઉપકારને કદી ભૂલી શકે એમ નથી.
માટે તેઓ વડલાને પોતાનો આખરી નિર્ણય જણાવે છે; “આ આગમાં આપણે સાથે બળીશું, સાથે મરીશું. સાથે જ જન્મ લઈશું. ફરી તારી ડાળી પર અમે માળા બાંધીશું. પણ, અત્યારે આગની જ્વાળામાં તને બળતા મૂકીને અમે ઊડી નહીં જઈએ. આપણે સાથે જ મોતને ભેટીશું.”
3. સવિસ્તર ઉત્તર લખો.
પ્રશ્ન 1. વડલો પંખીઓને શું કહે છે? પંખીઓ તેનો શો પ્રત્યુત્તર આપે છે?
ઉત્તર :
ચારણ કવિ દુલા ભાયા કાગ રચિત “વડલો ને પંખીડાં’ પદમાં પરસ્પર થતી આપ-લેમાંથી સ્નેહસંબંધ બંધાય છે. આ સ્નેહબંધનની ગાંઠ લાંબા સમયે એટલી મજબૂત થઈ જાય છે કે એકબીજા વિના જીવન અશક્ય લાગે છે.
જંગલમાં આગ લાગી ત્યારે વડલો પંખીઓને જૂના માળા છોડીને ઊડી જવા વિનંતી કરતાં કહે છે કે, “આગની જ્વાળાઓ આકાશ સુધી પહોંચી ગઈ છે. થોડા જ સમયમાં આ તરફ આવી જશે. અને અમને ભરખી જશે. રૂડાં અને રસવાળા ફળની જેમ તમારાં મીઠાં ટહુકા અમારાં હૃદયમાં વસ્યા છે.
કોઈ દિન અમારી રાખ પર આવીને ટહુકી જજો એ જ અમારી ઇચ્છા છે. પ્રેમીપંખીડાં હવે આપણે આ જંગલમાં ફરીથી નહીં મળીએ, આપણી વચ્ચે મોતનો પડદો પડ્યો છે. હવે બચવાનો કોઈ ઉપાય નથી.”
પંખીઓ પ્રત્યુત્તર આપતાં કહે છે કે, તારે આશરે અમે માળા બાંધ્યા, ઈંડાં ઉછેર્યા, તારાં મીઠાં ફળ ખાધાં. મરવાના સમયે જો અમે સાથ છોડી દઈએ તો અમને કલંક જ લાગે. હવે તો આપણે સાથે મરશું, સાથે જન્મ લઈશું અને તારી ડાળી પર અમે ફરીથી માળો બાંધીશું. જો મોત આવશે, તો આપણે સાથે જ ઉચાળા ભરીશું.
આમ, પાંખો હોવાં છતાં પંખીઓ વડલાને ત્યજીને જવાને બદલે તેની સાથે જ મરવાનું પસંદ કરે છે એ જ કાવ્યનું ખરું હાર્દ છે.
Fun & Easy to follow
Works on all devices
Your own Pace
Super Affordable
Popular Videos
Play Video
UX for Teams
Learn the basics and a bit beyond to improve your backend dev skills.
Chris Matthews
Designer
Play Video
SEO & Instagram
Learn the basics and a bit beyond to improve your backend dev skills.
Chris Matthews
Designer