Chapter 10 જળનગરી વેનિસ
Chapter 10 જળનગરી વેનિસ
જળનગરી વેનિસ વ્યાકરણ
1. નીચેનાં વાક્યોમાંથી કયા વાક્યનો પદક્રમ યોગ્ય છે તે જણાવોઃ
પ્રશ્ન 1.
A. જગતનું અનુપમ લાવણ્યભર્યું શહેર તે વેનિસ.
B. પહાડી પ્રદેશ ઇટાલી છે.
C. આવો અનુભવ આફ્રિકામાં થયેલો અમને પણ.
D. ખરીદવા ગયા પાછા ફરતા અમે ફળ.
પ્રશ્ન 2.
A. નાવિકો ગંડોલાના અંતરને દેતું ઓગાળી મધુર સંગીત રેલાવે.
B. ઇટાલિયન મુસાફરો સંગીતના શોખીન હતા.
C. રાજનંદિનીના શણગારને તેવો પ્રકૃતિનો શરમાવે શણગાર.
D. પર સ્ટેશન ગાડી ઊભી આવી મિલાનના.
પ્રશ્ન 3.
A. દેશ દરેક આગ્રહી પોતાની હોય ભાષાનો.
B. બહાર નીકળ્યાં ભારતીય કે એક કુટુંબ દેખાયું.
C. ઊંચો સ્તંભ એક છે ચોકમાં વચ્ચે.
D. સાન માર્કોની બાજુમાં એક મકાન ઉપર મોટો તોતિંગ ઘંટ છે.
2. નીચેના વાક્યમાં ખોટા સંયોજકનો પ્રયોગ કર્યો છે તે સુધારી વાક્ય ફરીથી લખોઃ
પ્રશ્ન 1. માંસાહારી પ્રજા અને બંદૂક સુલભ કે પક્ષીહીન પ્રદેશમાં કબૂતરો સોને મનોહર લાગે.
ઉત્તરઃ
માંસાહારી પ્રજા અને બંદૂક સુલભ એટલે પક્ષીહીન પ્રદેશમાં કબૂતરો સૌને મનોહર લાગે.
પ્રશ્ન 2. નાના નાના ટાપુઓ છે અને એક સ્થળેથી બીજે સ્થળે જવા જળમાર્ગો જ છે.
ઉત્તરઃ
નાના નાના ટાપુઓ છે તેથી એક સ્થળેથી બીજે સ્થળે જવા જળમાર્ગો જ છે.
પ્રશ્ન 3. બે માળ વચ્ચેની કમાનો અને દીવાલો પરની કોતરણી કારણે તે ખૂબ શોભે છે.
ઉત્તરઃ
બે માળ વચ્ચેની કમાનો અને દીવાલો પરની કોતરણીને કારણે તે ખૂબ શોભે છે.
3. નીચેનાં વાક્યોમાં યોગ્ય વિરામચિહ્ન મૂકી વાક્ય ફરીથી લખો ?
પ્રશ્ન 1. જે હોટેલમાં રાત રહેવાની મારા ભાઈએ ગોઠવણ કરી છે હતી તેનો માલિક અંગ્રેજીનો આંકડો ન સમજે અને અમે ઇટાલિયન ન સમજીએ
ઉત્તરઃ
જે હોટેલમાં રાત રહેવાની મારા ભાઈએ ગોઠવણ કરી હતી, તેનો માલિક અંગ્રેજીનો આંકડો ન સમજે અને અમે ઇટાલિયન ન સમજીએ!
પ્રશ્ન 2. એક ગુજરાતી કુટુંબે હાથ હલાવ્યા કેમ છો ફરવા આવ્યા ભારતથી તમે
ઉત્તર:
એક ગુજરાતી કુટુંબે હાથ હલાવ્યા, “કેમ છો? ફરવા આવ્યા? ભારતથી? તમે?”
પ્રશ્ન 3.
જુદી જુદી બાંધણીનાં રૂપાળાં મકાનો છટાથી પાણીમાં ઊભાં છે શી એમની છટા
ઉત્તરઃ
જુદી જુદી બાંધણીનાં રૂપાળાં મકાનો છટાથી પાણીમાં ઊભાં છે. શી એમની છટા !
4. નીચેનાં વાક્યોમાં યોગ્ય પ્રત્યય મૂકી વાક્ય ફરીથી લખોઃ
પ્રશ્ન 1. યુરોપ મોટા ભાગ મુસાફરી અમે ભાઈ સાથે કરી.
ઉત્તરઃ
યુરોપની મોટા ભાગની મુસાફરી અમે ભાઈ સાથે કરી.
પ્રશ્ન 2. સાન માર્કો બાજુ એક તોતિંગ ઘંટ છે.
ઉત્તરઃ
સાન માર્કોની બાજુમાં એક તોતિંગ ઘંટ છે.
પ્રશ્ન 3. ઇટાલી અને કદાચ જગત અનુપમ લાવણ્યભર્યું શહેર તે વેનિસ.
ઉત્તરઃ
ઇટાલીનું અને કદાચ જગતનું અનુપમ લાવણ્યભર્યું શહેર છે તે વેનિસ.
5. નીચેનાં વાક્યોમાં યોગ્ય વિરામચિહ્નો મૂકી વાક્ય ફરીથી લખો:
પ્રશ્ન 1. અહો જનોની ચિર યુદ્ધશ્રદ્ધાની પંક્તિ યાદ આવ્યા વિના ન રહે
ઉત્તરઃ
“અહો જનોની, ચિર યુદ્ધશ્રદ્ધાની પંક્તિ યાદ આવ્યા વિના ન રહે.
પ્રશ્ન 2. લે તું તો કેન્યામાં જન્મી છે તો તને સ્વાહિલી નથી આવડતું
ઉત્તરઃ
“લે, તું તો કેન્યામાં જન્મી છે. તો તને સ્વાહિલી નથી આવડતું?”
પ્રશ્ન 3. વેનિસનું સૌંદર્ય ચડે કે આ સૃષ્ટિસૌંદર્ય
ઉત્તરઃ
વેનિસનું સૌંદર્ય ચડે કે આ સૃષ્ટિસૌંદર્ય?
6. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખોઃ
પ્રશ્ન 1. નીચેના રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો :
તુંબડીમાં કાંકરાં હોવા
A. મનમાં વિચારો ન હોવો
B. શરીર સ્વસ્થ ન હોવું
C. તુંબડું નકામું હોવું
D. કશી જ સમજણ ન પડવી
પ્રશ્ન 2. નીચેના સામાસિક શબ્દોના અર્થ આપો?
a. ગંડોલા
A. સાંકડી કલાત્મક હોડી
B વેનિસનો એક ચોક
C. સાતસરો હાર
D. જળનગરી વેનિસ
b. નિજાનંદ
A. અનંત આનંદ
B. આનંદનો અતિરેક
C. પોતાનો આનંદ
D. બીજાને અપાતો આનંદ
પ્રશ્ન 3. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ શોધોઃ
a. તાદશ્ય
A. સુંદર
B. આબેહૂબ
C. જાહોજલાલી
D. મોહક
b. તુમુલ
A. નયનરમ્ય
B. ડહોળાયેલું
C. સુંદર
D. ભયંકર
c. વિપુલ
A. મનોહર
B. પુષ્કળ
C. કલાત્મક
D. હરકત
પ્રશ્ન 4. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ શોધો:
a. દુર્ભાગ્ય
A. બદ્રનસીબ
B. કમનસીબ
C. સદ્ભાગ્ય
D. સુપ્રસિદ્ધ
b. નિરર્થક
A. અર્થહીન
B. ફોગટ
C. નકામું
D. સાર્થક
પ્રશ્ન 5. નીચેના શબ્દોમાંથી સાચી જોડણીવાળો શબ્દ શોધો.
A. અભિવ્યક્તિ
B. અભિવ્યક્તી
C. અભીવ્યક્તિ
D. અભીવ્યક્તી
પ્રશ્ન 6. નીચેના શબ્દોમાંથી ખોટી જોડણીવાળો શબ્દ શોધો.
A. મિતાહારી
B. રાજનીતિજ્ઞા
C. સહેલાણી
D. સ્મૃતિ સૂચન

Fun & Easy to follow

Works on all devices

Your own Pace

Super Affordable
Popular Videos

UX for Teams
Learn the basics and a bit beyond to improve your backend dev skills.

Chris Matthews
Designer

SEO & Instagram
Learn the basics and a bit beyond to improve your backend dev skills.

Chris Matthews
Designer