Chapter 10 જળનગરી વેનિસ
Chapter 10 જળનગરી વેનિસ
Textbook Solutions Chapter 10 જળનગરી વેનિસ Additional Important Questions and Answers
1. નીચેના પ્રશ્નનો સવિસ્તર (આશરે 100 શબ્દોમાં) ઉત્તર લખો [4 ગુણ)
પ્રશ્ન 1. જળનગરી વેનિસ વિશે દસ – બાર વાક્યોમાં ટૂંક નોંધ લખો.
ઉત્તરઃ
114 ટાપુઓમાં વસેલી વેનિસનગરી અત્યંત મોહક છે. વાહનવ્યવહાર તરીકે ગંડોલા મુખ્ય છે. ગંડોલાના નાવિકો અંતરને ઓગાળી દે એવું સંગીત વહાવે છે, જાણે વૃંદાવનમાં વાગતી વેણુનો નાદ. રાત્રે વિવિધ રંગોની લાઈટના પ્રકાશનું પ્રતિબિંબ ગ્રાન્ડ કેનાલને મુગ્ધ અને નયનરમ્ય બનાવે છે.
વેનિસની કેડે શોભતી ઘુઘરિયાળા કંદોરા સમી આ કેનાલ રાત્રે સાતસરા હારની જેમ શોભી ઊઠે છે. તેની આ શોભા સાથે રેલાતા સંગીતના સૂરો ઇંદ્રલોકની યાદ આપે છે.
પ્રભાતનાં સુવર્ણકિરણોથી વેનિસ સુવર્ણનગરી જેવી ઝળહળી ઊઠે છે. સમુદ્ર પર રેલાતો સૂર્યપ્રકાશ, નાનાં – મોટાં મોજાઓ પરથી સરકતી હોડીઓ અને હવાની ગુલાબી તાજગી આંતરમનને તરોતાજા બનાવે છે.
ગાઢ વૃક્ષો પર પડતા સૂર્યપ્રકાશની રોશની સુવર્ણરજ જેવી લાગે છે. આમ, સમુદ્ર પરની આફ્લાદક અને સ્કૂર્તિદાયક સફર માર્કોપોલોનું સ્મરણ કરાવે છે.
વેનિસ શહેર તેની ભૌગોલિક સીમા જળમાર્ગો અને સૌંદર્યમાં અનુપમ છે. તેની સાથે સાથે તેના સ્થાપત્યકલાના અત્યંત સુંદર અને અદ્ભુત નમૂનાથી ભરપૂર છે. એક જુઓ અને એક ભૂલો, એટલે જ રસ્કિન જેવા સ્થાપત્યકલાના નિષ્ણાતે ત્યાં વર્ષો ગાળી વેનિસની આ કળા પર અભ્યાસપૂર્ણ ગ્રંથ લખ્યો છે.
જગતને ભૂલી ગયો હોય તેમ રસ્કિને વર્ષો વેનિસની સ્થાપત્યકલા પાછળ ગાળેલા. આપણે રસ્કિનને “Unto this Last થી વધારે ઓળખીએ છીએ.
2. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો: [1 ગુણ)
પ્રશ્ન 1. “જળનગરી વેનિસ’ પાઠના અનુવાદક કોણ છે?
ઉત્તર:
‘જળનગરી વેનિસ પાઠના અનુવાદક મૃદુલાબહેન મહેતા છે.
પ્રશ્ન 2. “જળનગરી વેનિસ’ પાઠનો પ્રકાર જણાવો.
ઉત્તરઃ
“જળનગરી વેનિસ’ પાઠનો પ્રકાર પ્રવાસનિબંધ છે.
પ્રશ્ન 3. “જળનગરી વેનિસ’ પ્રવાસનિબંધમાં શાનું રોચક વર્ણન કરવામાં આવ્યું છે?
ઉત્તરઃ
“જળનગરી વેનિસ’ પ્રવાસનિબંધમાં વેનિસના ભૌગોલિક સ્થાન અને તેના વિસ્તારનું રોચક વર્ણન કરવામાં આવ્યું છે.
પ્રશ્ન 4. “સાઇકલ, સ્કૂટર, મોટર કશું જ વેનિસની ભૂમિને સ્પર્શ નહિ તેવો આશીર્વાદ છે.” એમ કહેવાનો લેખિકાનો ક્યો આશય છે?
ઉત્તરઃ
વેનિસ એડ્રિયાટિક સમુદ્રના 114 ટાપુઓ પર વસેલી 3 જળનગરી છે માટે સાઇકલ, સ્કૂટર, મોટર ત્યાં ચાલે જ નહીં.
3. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો : [1 ગુણ).
પ્રશ્ન 1. જળનગરી વેનિસ પાઠનો પ્રકાર જણાવો.
A. નવલિકા
B. ટૂંકી વાર્તા
C. પ્રવાસનિબંધ
D. ચરિત્રલેખ
પ્રશ્ન 2. પરભાષાના પ્રભાવમાં આપણે ઘણી વખત …
A. સંસ્કૃતિને ભૂલી જઈએ છીએ.
B. સારાસારનું ભાન ભૂલી જઈએ છીએ.
C. જન્મભૂમિને અન્યાય કરી બેસીએ છીએ.
D. માતૃભાષાને અન્યાય કરી બેસીએ છીએ.
પ્રશ્ન 3. વેનિસની મોહકતા શાને કારણે છે?
A. એડ્રિયાટિક સમુદ્રના 114 ટાપુઓને
B. કલાત્મક હોડી ગંડોલાને
C. નાવિકોના મધુર સંગીતને
D. પિઆન્ઝાની સુંદરતાને
પ્રશ્ન 4. ‘જળનગરી વેનિસ’ પાઠના અનુવાદક કોણ છે?
A. લાભુબહેન મહેતા
B. મૃદુલાબહેન મહેતા
C. ઈશ્વર પેટલીકર
D. ચંદ્રવદન મહેતા
પ્રશ્ન 5. ઇટાલિયન ભાષામાં ચોકને શું કહે છે?
A. ટાપુ
B. હોડી
C. પિઆત્ના
D. પ્રણયભૂમિ
પ્રશ્ન 6. વેનિસના જળમાર્ગોની રોચતા શાને કારણે છે?
A. સ્થાપત્ય
B. વેનિસની સુંદરતા
C. ભૌગોલિક સીમા
D. માર્કોપોલો
પ્રશ્ન 7. વેનિસની આંખને આંજી દે તેવી રોશની અને રેલાતું મધુર સંગીત શાની યાદ અપાવે છે?
A. સ્વર્ગલોક
B. ઇંદ્રલોક
C. પૃથ્વીલોક
D. પાતાળલોક
પ્રશ્ન 8. ઇટલી પાસે કઈ કઈ કલાની વિપુલ સંપત્તિ છે?
A. વેદ અને ઋચાઓ
B. સાધુ – સંતો
C. ધર્મગ્રંથો – ઉપનિષદો
D. શિલ્પ, સ્થાપત્ય, સંગીત અને ચિત્રકામ
પ્રશ્ન 9. ઇટલીના ત્રણ પ્રખ્યાત ચિત્રકારો તરીકે કોને કોને ગણાવ્યા છે?
A. ટીશ, ટીન્ટોરેન્ટો, વેરોનીઝ
B. માર્કોપોલો, શેક્સપિયર
C. શેક્સપિયર, ઓપેલો, માર્કોપોલો –
D. ડેડેમોના, રસ્કિન, ટીશ
Fun & Easy to follow
Works on all devices
Your own Pace
Super Affordable
Popular Videos
UX for Teams
Learn the basics and a bit beyond to improve your backend dev skills.
Chris Matthews
Designer
SEO & Instagram
Learn the basics and a bit beyond to improve your backend dev skills.
Chris Matthews
Designer