Class 9th CBSE

Chapter 10 જળનગરી વેનિસ

Chapter 10 જળનગરી વેનિસ

Chapter 10 જળનગરી વેનિસ Textbook Questions and Answers

જળનગરી વેનિસ Summary in Gujarati

જળનગરી વેનિસ પાઠ – પરિચય
પ્રસ્તુત પ્રવાસનિબંધમાં ઇટાલીના વેનિસ શહેરના ભૌગોલિક સ્થાન અને વિસ્તારનું આબેહૂબ તથા તાજગીપૂર્ણ વર્ણન કરવામાં આવ્યું છે. વેનિસનો જળવ્યવહાર અને ખાસ કરીને નાની નાની જળ હોડીની બોલબાલા લેખિકાને સ્પર્શી જાય છે. લેખિકાનું સૂક્ષ્મ નિરીક્ષણ અત્યંત પ્રશંસાપાત્ર છે.
સાહિત્યની અપાર પ્રીતિને કારણે લેખિકાએ યુરોપીય સ્થાપત્ય અને કલા સાહિત્યના વર્ણનમાં પ્રાણ પૂર્યો છે. યુરોપીય પ્રજાના માનસ અને સ્વભાષા પ્રીતિની ઝલક અહીં નજરે પડે છે.
પરભાષાના પ્રભાવમાં આપણે ઘણી વખત આપણી માતૃભાષાને અન્યાય કરી બેસીએ છીએ એ લેખિકાએ કટાક્ષ દ્વારા સમજાવ્યું છે.
[In this travelogue there is perfect and live description of the Venice city’s geographical location and extension. Venice’s small boats journey touches the writer. Sharp observation of the writer is praiseworthy.
The writer has filled life in the description of European sculpture and art because of her affection for literature. Mentality and affection of the European people for their own language is seen here.
The writer has explained in sarcastic way that sometime we unjust our mother tongue in the impression of Foreign language.]

જળનગરી વેનિસ (Meanings)

તાદશ્ય – આબેહૂબ; similar in all respects.
અનુપમ સુંદર, અજોડ; unique.
આતુરતા (સ્ત્રી) – ઈંતેજારી; eagerly.
વેણુ (સ્ત્રી.) – વાંસળી; flute.
મુગ્ધ – મોહક; delude.
અદ્ભુત – આલાદક; pleasure.
મોહક – મોહ પમાડવું; to deluded.
નિજાનંદ – પોતાનો આનંદ; the spiritual joy.
સરકવું – પસાર થવું; to slide.
લખલખાટ (૫) – ઝગમગાટ; brilliance.
સહેલાણી – આનંદ કરવા નીકળેલા; joyous.
માણેક (નવું) – એક પ્રકારનું લાલ રંગનું રત્ન; ruby
મદમસ્ત – કફથી મસ્ત થયેલું; arrogant.
સાતસરુ – સાત સેરવાળું; seven strands.
સુવર્ણરજ – કનકધૂળ; fine particles.
સ્કૂર્તિ (સ્ત્રી.) – તાજગી; freshness.
આહવાન (નવું) – પડકાર; challenge.
તુમુલ – ભયંકર; dangerous.
ગફલત (સ્ત્રી.) બેદરકારી; negligence.
હરકત (સ્ત્રી.) – વાંધો; objection.
લોથ – નિપ્રાણ; tired.
સુપ્રસિદ્ધ – મશહૂર, જાણીતું; famous.
કમનીય – સુંદર, સુડોળ; beautiful.
દેદીપ્યમાન – ઉ જ્વળ; brilliant.
લાવણ્ય (નવું) – સૌંદર્ય; charm.
વિપુલ – પુષ્કળ; abundant.
પવિત્ર – નિર્મળ; holy.
સૂઝ – સમજ; understanding.
મયદાનવ – રાક્ષસ; demon.
દૂર – ઘાતકી; cruel.
બલિદાન (નવું) – સમર્પણ; sacrifice.
જાહોજલાલી (સ્ત્રી) – સમૃદ્ધિ; grandeur.
દુર્ભાગ્ય (નવું) – બદનસીબ; misfortune.
ચીવટ (સ્ત્રી.) – કાળજી; care.
તેજાના – મસાલા; spices.
વનાંચલ – વનનો ભાગ; forest area.
સાહેદી – સાક્ષી; witness.
નફરત (સ્ત્રી.) – અણગમો; hatred.
અભિવ્યક્તિ (સ્ત્રી.) – રજૂઆત; express.
નિરર્થક – નકામું; useless.

1. નીચેના પ્રશ્નોના એક – એક વાક્યમાં ઉત્તર લખો.

પ્રશ્ન 1. વેનિસની મોહકતા શેમાં છે?
ઉત્તરઃ
વેનિસની મોહકતા એડ્રિયાટિક સમુદ્રના 114 ટાપુમાં રૂં વસેલું હોવાને કારણે છે.
પ્રશ્ન 2. ગંડોલા શું છે?
ઉત્તરઃ
ગંડોલા એટલે સાંકડી પણ સુંદર ઘાટની કલામય હોડીઓ.
પ્રશ્ન 3. ઇટાલિયન ભાષામાં ચોકને શું કહે છે?
ઉત્તરઃ
ઇટાલિયન ભાષામાં ચોકને પિઆન્ઝા’ કહે છે.
પ્રશ્ન 4. વેનિસ કોની પ્રણયભૂમિ તરીકે પ્રખ્યાત છે?
ઉત્તરઃ
વેનિસ ડેસ્કેમોના અને શેક્સપિયરની પ્રણયભૂમિ તરીકે પ્રખ્યાત છે.
પ્રશ્ન 5. વેનિસનો સુપ્રસિદ્ધ ચોક કયો છે?
ઉત્તરઃ
વેનિસનો સુપ્રસિદ્ધ ચોક “સાન માર્કો પિઆન્ઝા’ છે.

2. નીચેના પ્રશ્નોના ત્રણ-ચાર વાક્યમાં ઉત્તર લખો.

પ્રશ્ન 1. યુરોપમાં સ્થાપત્યકલાના સ્વામી તરીકે કોને ઓળખવામાં આવે છે?
ઉત્તરઃ
વેનિસ શહેર તેની ભૌગોલિક સીમા જળમાર્ગો અને સૌંદર્યમાં અનુપમ છે. તેની સાથે સાથે તેના સ્થાપત્યકલાના અત્યંત સુંદર અને અદ્ભુત નમૂનાથી ભરપૂર છે. એક જુઓ અને એક ભૂલો. એટલે જ રસ્કિન જેવા સ્થાપત્યકલાના નિષ્ણાતે ત્યાં વર્ષો ગાળી વેનિસની આ કળા પર અભ્યાસપૂર્ણ ગ્રંથ લખ્યો છે.
જગતને ભૂલી ગયો હોય તેમ રસ્કિને વર્ષો વેનિસની સ્થાપત્યકલા પાછળ ગાળેલા. આપણે રસ્કિનને થી વધારે ઓળખીએ છીએ, પણ યુરોપ એને સ્થાપત્યકલાના સ્વામી તરીકે ઓળખે છે.
પ્રશ્ન 2. વેનિસમાં કયાં કયાં રમણીય સ્થાનો છે?
ઉત્તરઃ
114 ટાપુઓમાં વસેલી વેનિસનગરી અત્યંત મોહક છે. વાહનવ્યવહાર તરીકે ગંડોલા મુખ્ય છે. ગંડોલાના નાવિકો અંતરને ઓગાળી દે એવું સંગીત વહાવે છે, જાણે વૃંદાવનમાં વાગતી વેણુનો નાદ. રાત્રે વિવિધ રંગોની લાઇટના પ્રકાશનું પ્રતિબિંબ ગ્રાન્ડ કેનાલને મુગ્ધ અને નયનરમ્ય બનાવે છે.
વેનિસની કેડે શોભતી ઘુઘરિયાના કિંદોરા સમી આ કૅનાલ રાત્રે સાતસરા હારની જેમ શોભી ઊઠે છે. તેની આ શોભા સાથે રેલાતા સંગીતના સૂરો ઇંદ્રલોકની યાદ આપે છે. પ્રભાતનાં સુવર્ણકિરણોથી વેનિસ સુવર્ણનગરી જેવી ઝળહળી ઊઠે છે.
સમુદ્ર પર રેલાતો સૂર્યપ્રકાશ, નાનાં – મોટાં મોજાઓ પરથી સરકતી હોડીઓ અને હવાની ગુલાબી તાજગી આંતરમનને તરોતાજા બનાવે છે. ગાઢ વૃક્ષો પર પડતા સૂર્યપ્રકાશની રોશની સુવર્ણરજ જેવી લાગે છે. આમ, સમુદ્ર પરની આફ્લાદક અને સ્કૂર્તિદાયક સફર માર્કોપોલોનું સ્મરણ કરાવે છે.
પ્રશ્ન 3. લેખિકાએ વેનિસમાં શી મુશ્કેલી અનુભવી?
ઉત્તર :
યુરોપનો મોટા ભાગનો પ્રવાસ ભાઈ સાથે કરેલો પણ વેનિસનો પ્રવાસ અમે એકલાએ કરેલો. જે હોટેલમાં રાત રોકાવાની વ્યવસ્થા કરેલી તેના માલિકને અંગ્રેજીનો આંકડોય ન આવડે અને અમે ઇટાલિયન ન સમજીએ તેથી અજાણ્યા દેશમાં ભાષાની ઠીક ઠીક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો.
સામાન્ય રીતે હોટેલમાં પાસપોર્ટ જોવા માગે અને પછી પાછો આપી દે પણ હોટેલ માલિકે ટેબલના ખાનામાં મૂકી દીધો. હોટેલની રકમ ભરી હતી એની રસીદ પણ લઈ લીધી. અમે પાસપોર્ટ પાછો આપવાની માગણી કરી એણે કંઈક કહ્યું અમે ન સમજી શક્યા. અજાણ્યા દેશમાં અમે નિરાધાર બની ગયા.
દુર્ભાગ્યે હોટેલ ખૂણામાં હતી. અને પ્રદર્શનનું અને તેના નામના તોરણનું નિશાન રાખીને ગ્રાન્ડ કેનાલનું સૌંદર્ય જોવા નીકળ્યા. મોડી રાત્રે પાછા ફરતી વખતે ઘણું ચાલ્યા છતાં નિશાન ન મળ્યું પછી ખબર પડી કે પ્રદર્શન ઉઠવાઈ ગયું હતું.
અમે ખૂબ રખડ્યાં, અનેકને વિનાવ્યા, ખૂબ મૂંઝાયા, કાંઈ સૂઝે નહીં, અતિશય ઠંડી હવે શું કરવું એની સમજ ન પડે. આખરે એક બહેને કાગળ પર લીટીઓ દોરીને અમને થોડું સમજાવ્યું થોડું સમજ્યા અને આગળ વધ્યા.
હોટેલ પાસે આવીને એક ભાઈને પૂછ્યું એણે નાટકીય ઢબે સામે લખેલું હોટેલનું નામ બતાવ્યું. અમે હસી પડ્યા. આમ, અજાણ્યા દેશમાં અમે ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો.
Fun & Easy to follow
Works on all devices
Your own Pace
Super Affordable

Popular Videos

UX for Teams

Learn the basics and a bit beyond to improve your backend dev skills.

ava4.png
Chris Matthews

Designer

SEO & Instagram

Learn the basics and a bit beyond to improve your backend dev skills.

ava4.png
Chris Matthews

Designer