Class 9th CBSE

નિબંધલેખન

Nibandh Lekhan

નીચે આપેલા પ્રત્યેક વિષય પર આશરે 250 શબ્દોમાં કે નિબંધ લખોઃ

1. સૃષ્ટિનો શણગાર અલબેલી વસંત – વસંતનો વૈભવ મુદ્દાઃ પ્રસ્તાવના – ભારતનો ઋતુકમ – વસંતનો વૈભવ – માનવજીવન પર અસર – ઉપસંહાર

કુદરતે આપણને ઋતુઓની રમ્ય વિવિધતા બક્ષી છે. શિયાળો, ઉનાળો અને ચોમાસુ મુખ્ય ઋતુઓ છે. હેમંત, શિશિર, વસંત, ગ્રીખ, વર્ષા અને શરદ પોતપોતાની આગવી વિશેષતાથી માનવજીવનને વિવિધતાથી ભરી દે છે. બધી ઋતુઓના શિરમોર જેવી વસંતને કોઈ ઋતુરાજ’ કહે છે તો કોઈ ઋતુઓની મહારાણી’ કહે છે.
વસંત એટલે પ્રકૃતિનું નવયોવન, સમગ્ર સૃષ્ટિમાં નવી ચેતનાનું અને પ્રસન્નતાનું પ્રાણતત્ત્વ. વસંત એટલે રાગ, ઉમંગ, ઉલ્લાસ અને ઉત્સાહનો સરવાળો. કવિ મનોજ ખંડેરિયાએ સાચું જ કહ્યું છેઃ
આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના
ફૂલો એ બીજું કે નથી, પગલાં વસંતના.
વસંતમાં વન ઉપવન સોળે કળાએ ખીલી ઊઠે છે. ફૂલોની ફોરમથી ચોતરફ ફેલાવે છે. પ્રકૃતિના કણકણમાં વસંત પોતાના ભરપૂર ? યૌવન સાથે ડોલવા લાગે છે. આ સમયે કોયલ કલશોર કરીને વસંતને વધાવે છે. આમ્રકુંજમાં પાપીહા પુકાર કરીને વસંતને આવકારે છે. વસંત એટલે રંગોત્સવ મબલખ ફૂલોની છાબ એટલે જ વસંત. ફાગણ માસમાં કેસૂડાનાં ફૂલોનો રંગોત્સવ. વસંતના વધામણાં વનમાં અને જનમાં છૂપા ન રહે.
વસંત એ ઈશ્વરનું એક અમૂલ્ય વરદાન છે. આ ઋતુમાં વસંતપંચમી, હોળી, ધુળેટી જેવા તહેવારો લોકો ધામધૂમથી ઊજવે છે. વસંતમાં ભ્રમણ કરવું એ સ્વાથ્યપ્રદ છે. વસંતનું પ્રાકૃતિક સૌંદર્ય ગામડામાં વધુ જોવા મળે છે. વધારે ગરમી નહિ, વધારે ઠંડી નહિ એવું આફ્લાદક વાતાવરણ આ ઋતુમાં જ ઊભું થાય છે. વૃક્ષો વસંતઋતુ બેસતાં જ નવાં પણ ધારણ કરે છે.
મલયાનિલોની પીંછી ને રંગી ફૂલોના લે
દોરી રહ્યું છે કોણ આ નકશા વસંતના?
ઉદ્યાનમાં ગુલાબ, ચંપો, જૂઈ અને મોગરાનું સામ્રાજ્ય જોવા મળે છે. વિવિધ ફૂલોનો રસ લેનારા ભમરા પોતાના ગુંજનથી વાતાવરણને ગજાવી મૂકે છે. રંગબેરંગી પાંખોવાળા પતંગિયા અને મધમાખી મધુરસની મોજ માણતી હોય છે. વસંતનો વૈભવ માનવીઓના મન પર અજબ કામણ કરે છે. તેઓ અબીલ, ગુલાલથી વસંતને વધાવે છે. વસંત તો આનંદનું ચિરંતન ગાન છે. યૌવનની સરિતા એટલે વસંત. આનંદ, ઉમંગ, સંગીત, નૃત્ય, સુગંધ અને સૌંદર્યનો ખજાનો.
અંતે વસંતના વૈભવ માટેની પંક્તિઓઃ
ઊડે છે ઠેરઠેર ફુવારાઓ રંગના,
મને થાય છે કે ડૂબી મરીએ વસંતમાં,
કંટક ક્યાંથી હોય અનુભવ વસંતનો,
ફૂલો જ માત્ર પી શકે આસવ વસંતનો.

2. દૂરદર્શનના લાભાલાભ મુદ્દા : પ્રસ્તાવના – ટેલિવિઝનની શોધ અને વિકાસ- ટેલિવિઝનના લાભ – ગેરલાભ – ઉપસંહાર

વીસમી સદીના ઉત્તરાર્ધની સૌથી લોકપ્રિય કોઈ વૈજ્ઞાનિક શોધ હોય તો તે દૂરદર્શનની. આ સદીમાં થયેલી અનેક વૈજ્ઞાનિક શોધોને રે લીધે માનવજીવનનાં તમામ ક્ષેત્રોમાં ક્રાંતિકારી પરિવર્તન થયું છે. વિવિધ શોધોને કારણે માનવજીવન વધારે આરામદાયક બન્યું. પણ સૌથી વધારે કોઈ શોધ માનવજીવન સાથે ઓતપ્રોત થઈ હોય તો તે છે દૂરદર્શન.
બ્લેક એન્ડ વ્હાઈટ ટેલિવિઝનનો સૌપ્રથમ પ્રયોગ બી. બાયર્ડ ઈ. સ. 1926માં કરેલો અને રંગીન ટેલિવિઝનનો પ્રયોગ ઈ. સ. 1928માં કરેલો. ટેલિવિઝનના ઉત્પાદન, પ્રસારણ અને અદ્યતન સુવિધાએ બે-ત્રણ દાયકામાં તો વિશ્વના દરેક દેશમાં હરણફાળ ભરી. જાતજાતના અનેક વિશિષ્ટતાવાળા ટેલિવિઝન અસ્તિત્વમાં આવ્યા. સેટેલાઇટને કારણે વિશ્વના લગભગ તમામ દેશોમાં ટેલિવિઝનના કાર્યક્રમોનું પ્રસારણ શક્ય બન્યું.
ટીવી પર આપણે ઘડીના છઠ્ઠા ભાગમાં દુનિયામાં બનતા બનાવો અને વિવિધ તાજા સમાચારો જોઈ શકીએ છીએ. સામાજિક, ધાર્મિક અને રાષ્ટ્રીય કાર્યક્રમો આ પ્રસારણ માધ્યમથી જોઈ શકીએ છીએ. નાટક, સંગીત, નૃત્ય, કવિતા વગેરે દરેક વ્યક્તિ પોતાના રસરુચિ અનુસાર જોઈ શકે છે. દુનિયામાં થતી અવનવી વૈજ્ઞાનિક શોધોથી આપણે માહિતગાર થઈએ છીએ.
ટીવી પર પ્રસારિત થતા ઘણા કાર્યક્રમો જ્ઞાનવર્ધક પણ હોય છે. વિદ્યાર્થીઓને માર્ગદર્શન સાથે સરળતાથી શિક્ષણ આપે છે. ઘણી વખત અનુભવી શિક્ષકો દ્વારા ગણિત અને વિજ્ઞાનના વિષયો પણ શીખવવામાં આવે છે. મોટેરાઓ માટે રામાયણ, ભાગવત સપ્તાહ અને વિવિધ ધર્મોના જીવંત કાર્યક્રમો પ્રસારિત કરવામાં આવે છે. ટીવી પર આપણે સહકુટુંબ ચલચિત્રો પણ જોઈ શકીએ છીએ, જેને કારણે સમય અને પૈસાનો બચાવ થાય છે.
ક્રિકેટ, ફૂટબૉલ, હૉકી જેવી રમતોના જીવંત પ્રસારણને કારણે મોંઘી ટિકિટો ખરીદીને સ્ટેડિયમ સુધી જવાની જરૂર પડતી નથી. ઘણા કાર્યક્રમોથી બાળકોને અનેક પ્રવૃત્તિ મળી રહે છે.
આ ઉપરાંત કુદરતી આફતો જેવી કે અતિવૃષ્ટિ, વાવાઝોડું, દુષ્કાળ, યુદ્ધ, અકસ્માત વગેરેની આગાહીથી લોકો સાવચેતીના પગલાં લઈ શકે. આ અહેવાલો ટીવી પર રજૂ કરીને અસરગ્રસ્ત લોકો માટે સહાય પણ મેળવી શકાય. આમ, ટીવી એ જ્ઞાન સાથે મનોરંજન અને લોકોને દુનિયા સાથે જોડતું એક ઉત્તમ દશ્ય-શ્રાવ્ય સાધન છે. જેને તેનો લાભ ઉઠાવતા આવડે એ જ્ઞાન સાથે ગમ્મત પણ મેળવી શકે છે.
એક સિક્કાની બે બાજુની જેમ ટીવીના ઘણાં ગેરલાભ પણ છે. ટીવીને કારણે સૌથી વધારે અસર સામાજિક સંબંધો પર પડી છે. આપણા સામાજિક સંબંધો નહિવત્ થતા જાય છે. બાળકોના અભ્યાસ અને તેના માનસ પર માઠી અસર પડે છે. વધારે ટીવી જોવાને કારણે બાળકોની આંખો નબળી પડે છે. હિંસાનાં દશ્યો કુમળા માનસ પર ખરાબ અસર કરે છે.
ટીવી પર બતાવવામાં આવતી લોભામણી જાહેરાતો બિનજરૂરી ખરીદી કરાવીને નાણાંનો દુર્વ્યય કરાવે છે. ગૃહિણીઓ સિરિયલોની અસરને કારણે ગેરમાર્ગે પણ દોરવાય છે. ઘણી વખત ટીવી પાછળ સમયનો દુર્વ્યય નિષ્ફળતા અપાવે છે.

૩. મારા શૈશવનાં સંસ્મરણો મુદ્દો : પ્રસ્તાવના – અણમોલ બાલ્યાવસ્થા – બાળપણની સ્મૃતિઓ – શાળાજીવનની મધુર યાદો – ઉપસંહાર

મને શિશુ તણી ગમે સરળ સૃષ્ટિ સ્નેહભરી,
નિખાલસ સમત્વ ને અનઘ એક આનંદની.
મનસુખલાલ ઝવેરીનું “હું તો ચહુ કાવ્યની આ પંક્તિ ખરેખર બાળપણની વિલક્ષણતા સ્પષ્ટ કરે છે. શૈશવ એટલે જ જીવનનું સુરમ્ય, સુખપૂર્ણ અને સ્કૂર્તિદાયક પ્રભાત. શૈશવ માનવજીવનનો અમૃતસ્ત્રોત છે. 3 બાળપણ આજે તો એક સુમધુર સ્વપ્ન કે સંભારણું બની ગયું 3 છે. જીવનનું એ પરોઢ પલકમાત્રમાં વહી ગયું. એ પંક્તિ યાદ આવ્યા 3 વિના ન જ રહે “માણ્યું એનું સ્મરણ કરવું એ પણ એક લ્હાવો છે.”
બાળક પાંચ વર્ષ સુધી પૂરેપૂરું પરાવલંબી હોય છે. માતાની મમતાનું કેન્દ્ર બાળક છે. મા જગતનો આધાર છે. બાળક વાતવાતમાં હઠ પકડે ત્યારે મા તેને મનાવવા – રીઝવવા અનેક પ્રયત્ન કરે છે. આવું તો બાળપણમાં જ બને ને! બાળક રિસાયેલો, હઠે ચડેલો, તોફાને ચડેલો અંતે ઘણાં આંસુ સારીને, તોફાન અને ધમપછાડા બાદ પ્રફુલ્લા થઈને માની ગોદમાં બેઠેલો ‘છોડ પર ખીલેલા ફૂલ’ જેવો લાગે છે.
હું લગભગ ત્રણેક વર્ષની હતી ત્યારનાં થોડાં સંસ્મરણો હજુ મારા મનમાં સચવાયેલા છે. કેવા મજાના હતા એ દિવસો ! મા જ મારી દરેક જરૂરતની કાળજી રાખતી. મને જમાડવા આખા ઘરમાં મારી પાછળ દોડતી માને હું કદી નહીં ભૂલી શકું. માની મમતા, પિતાનું અગાધ વહાલ, દાદા-દાદીનું ઉપરાણું કદી નહીં વિસરાય. એ જ શૈશવનું અમૂલ્ય સંભારણું છે.
શૈશવનાં સંસ્મરણોમાં બીજું સ્થાન બાલમિત્રોનું છે. બાળપણના 3 એ મિત્રો ભલે ઘણાં દૂર હોય, ભલે ક્યારેય મળવાનું ન થતું હોય પણ ભવભૂતિનાં એ શબ્દો તે દિ નો દિવસ: તા: અર્થાત્ તે દિવસો તો ગયા જ. બાળપણની એ યાદોમાં ઝઘડા, તોફાન, મસ્તી અને રિસામણાં-મનામણાં તો ખરા જ.
શૈશવની એ સૃષ્ટિમાં પાછા ફરવા હું અંતરના ઊંડાણથી ઝાંખી ૨ રહી છું. “ફરી બનવા ચહું હું, પ્રભુ! બાળ નાનું અહો !’ બાળપણના કંઈ કેટલાં સંભારણાં આ પળે મનમાં ઊભરાય છે. પણ આજે શૈશવના એ મધુર સ્વપ્ના રહ્યા નથી. સમયની સાથે હું મોટી થઈ. એક શુભ દિવસે મને શાળામાં દાખલ કરવામાં આવી. પહેલી વાર મારી વાત કોઈએ ન સાંભળી. પરાણે બાલમંદિરમાં એક જ જગ્યાએ ચાર કલાક બેસી રહેવું પડ્યું. શિસ્તપાલનની આ નવી દિનચર્યામાં ગોઠવાતા ઠીકઠીક વખત થયો.
મારું શાળાજીવન અનેક સુખદ સંસ્મરણોથી ભરેલું છે. શાળામાં ઘણાં સારા મિત્રો મળ્યા. ખરેખર એ મિત્રતા આજે પણ ચિરસ્મરણીય બની રહી છે. મિત્રો સાથે વિતાવેલો એ સમય હું કદી નહીં ભૂલી શકું.
મારા મિત્રો એક એકથી ચડિયાતા હતા. હંમેશાં પ્રથમ આવવાની હોડ રૂ રહેતી પણ મિત્રતામાં કદી કોઈ ખોટ નહિ. અમારા સસીબે અમને 3 શિક્ષકો ખૂબ સારા મળ્યા હતા. તેઓ ખૂબ માયાળુ હતા. આ ઉપરાંત રમતગમતની અનેક હરીફાઈઓ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં અમે આગળ પડતા હતા માટે આચાર્ય અને શિક્ષકોનો સ્નેહ મળ્યો હતો.
સરકી જાયે પલ…
કાળ તણું જાણે કે એ તો વરસે ઝરમર જળ!
ખરેખર પળ સરકી ગઈ ક્યાં ગયું મારું બાળપણ ! ક્યાં શોધું એને અરે હા ! ખેલતાં-કૂદતાં બાળકોમાં ચાલો માણીએ બાળપણ સંસ્મરણોમાં …

4 ભ્રષ્ટાચાર એ જ શિષ્ટાચાર મુદ્દા : પ્રસ્તાવના – ભ્રષ્ટાચારની માનવજીવન પર અસર – વિવિધ ક્ષેત્રોમાં ભ્રષ્ટાચાર – ઉપસંહાર

મને એ જ સમજાતું નથી કે આવું શાને થાય છે?
ફૂલડાં ડૂબી જતાં ને પથ્થરો તરી જાય છે !
કરસનદાસ માણેકરચિત ઉપર્યુક્ત પંક્તિઓ વિશ્વવ્યાપી ભ્રષ્ટાચારની વાસ્તવિકતા બની ગઈ છે. ભ્રષ્ટાચારરૂપી અજગરે શિષ્ટાચારરૂપી આદર્શોને ભરડામાં લઈ લીધા છે. જગતના લોકોમાં નીતિમત્તા, પ્રામાણિકતા, માનવતા, ઉદારતા વગેરે ન્યૂન થતાં જોવા મળે છે.
ભારતની મુલાકાતે આવેલા રશિયાના ભૂતપૂર્વ વડા પ્રધાન ખુશેવે કહ્યું હતું કે, “અહીં આવ્યો એ પહેલા હું નાસ્તિક હતો. પણ એકવીસ દિવસની ભારતયાત્રા દરમિયાન મેં જે જોયું અને સાંભળ્યું તે પરથી ખાતરી થઈ ગઈ કે ઈશ્વર જરૂર છે નહિ તો આવડા મોટા દેશનું સંચાલન એના વિના શક્ય નથી.
દેશનું સંચાલન ભગવાન ભરોસે જ થઈ રહ્યું છે.’ આ કટાક્ષ વચન આજે પણ આપણી છાતીમાં બાણની જેમ વેદના કરી રહ્યું છે. એ સાચું પણ છે ભલે એ રાજદ્વારી પુરુષ હયાત નથી આપણે અત્યારે પણ દાણચોરો, ભ્રષ્ટાચારીઓ, શોષણખોરો અને કાળાબજારિયાઓને હાથે પીંખાઈ રહ્યા છીએ.
ભ્રષ્ટાચાર જ તમામ બુરાઈઓની જડ છે. દરેક ક્ષેત્રમાં ભ્રષ્ટાચારના મૂળિયાં ઊંડે સુધી ઉતાર્યા છે એનું મુખ્ય કારણ માણસ સફળતા અને ધનની પાછળ આંધળો બની ગયો છે. તેની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે. ‘જેવી દષ્ટિ એવી સૃષ્ટિ’ એ ન્યાયે ભ્રષ્ટાચાર માનવજીવન પર અંકુશ જમાવી બેઠો છે. શિષ્ટાચાર માત્ર જોડણીકોશમાં આપેલો શબ્દ હોય તેમ નિરર્થક બની ગયો છે.
દેવડીએ દંડ પામે ચોર મુઠ્ઠી જારના,
લાખ ખાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે.
ખરેખર સમાજના વરવા રૂપને આ પંક્તિઓ યથાર્થ કરે છે. સમાજમાં મોટા મોટા ભ્રષ્ટાચારીઓ પ્રતિષ્ઠિત મહાનુભાવ તરીકે ઉચ્ચ સ્થાન પર હાલે છે. જ્યારે નાની ચોરી કરનારા ચોરને મોટી સજા થાય છે. આ ભ્રષ્ટાચાર જ શિષ્ટાચાર થયો ને માત્ર રાજકારણ જ નહિ પણ શિક્ષણ જેવું પવિત્ર ક્ષેત્ર પણ ભ્રષ્ટાચારરૂપી નાગચૂડમાંથી બાકાત નથી. પ્રાચીન સમયમાં શિક્ષણને કલા, જ્ઞાન અને ક્ષમતાપ્રાપ્તિનું સ્થાન ગણવામાં આવતું હતું.
તક્ષશિલા અને નાલંદા જેવી વિદ્યાપીઠોમાં જ્ઞાન મેળવનાર પોતાને ધન્ય માનતો. પણ આજે ઘણી શિક્ષણ સંસ્થાઓ ભ્રષ્ટાચાર અને અનીતિના અડ્ડા જેવી બની ગઈ છે. સત્તા પાસે શાણપણ નકામું એમ સામાન્ય પ્રજા જાયે અજાણે આ ભ્રષ્ટાચારને સાથ આપે છે.
ઘણી વખત વિદ્યાર્થીનાં માતાપિતા પોતાના સંતાનના ભવિષ્ય માટે ભ્રષ્ટાચાર સામે આંખ આડા કાન કરે છે. “લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે’ એ કોઈએ સાચું જ કહ્યું છે. શિક્ષણના ક્ષેત્રમાં વ્યાપેલો ભ્રષ્ટાચાર માત્ર વ્યક્તિને નહિ પણ સમાજને નુકસાન પહોંચાડી રહ્યો છે.
લોકનાયક શ્રી જયપ્રકાશ નારાયણે કહ્યું છે કે, લોકશાહી, આઝાદી, ક્રાંતિના તમામ લાભ જેના માટે ઝઝૂમ્યા હતા. એ બધા ભ્રષ્ટાચારના ઉદરમાં સમાઈ જશે. પૂજ્ય ગાંધીજીએ પોતાની જાતને હોડમાં મૂકીને જે આપણને શીખવ્યું હતું તે શું ચાલીસ વર્ષમાં આપણે ખોઈ નાખ્યું?
શું આપણે ભ્રષ્ટાચારને ફૂલતોફાલતો જ રાખવો છે? શું આપણે દેશપ્રેમી બનીને ભ્રષ્ટાચાર મુર્દાબાદ, શિષ્ટાચાર ઝિંદાબાદ’ એવી હાકલ નથી કરવી? આજથી નહીં, હમણાંથી જ શરૂઆત કરીએ.

5. કુદરતનાં હાસ્ય અને તાંડવ -પ્રકૃતિના રમ્ય-રૌદ્ર મુદ્દા : પ્રસ્તાવના – કુદરતનાં રમણીય રૂપો – કુદરતનાં ભયાનક 3 રૂપો – ઉપસંહાર

“સર્જન વર્ષોમાં, સંહાર ક્ષણમાં કુદરત એ કુદરત અને માનવી એ માનવી. કુદરતને કોઈ ન પહોંચે. એ રીઝે ત્યારે માલામાલ કરી રૂ નાંખે છે અને રૂઠે છે ત્યારે ઘડીના છઠ્ઠા ભાગમાં હતું ન હતું કરી 3 દે છે. કુદરતની લીલા અકળ છે. તેની ગતિ ન્યારી છે. કુદરત સામે મનુષ્ય હંમેશાં પાંગળો જ છે. નવસર્જન એનું રમ્ય રૂપ છે અને સંહાર રે તેનું રૌદ્ર રૂપ છે.
પ્રકૃતિનાં રમ્ય રૂપો એ માનવજાત અને સમગ્ર જીવસૃષ્ટિ માટે આશીર્વાદ છે. વસંતનું પ્રાકૃતિક સૌંદર્ય અનુપમ છે. વર્ષો “જલ એ જ જીવન છે’ એ ન્યાયે જીવનદાત્રી છે. ઉષા અને સંધ્યાની અનુપમ રંગછટા, શરદની મનમોહક ચાંદની પૂનમની શીતળતામાં, આભની અટારીએ તારાઓના ઝગમગાટમાં, મુક્ત વિહાર કરતાં વાદળાઓમાં કુદરતની પ્રસન્નતા વિલસે છે.
કુદરતનાં રમ્ય રૂપો સરિતાનો ખળખળ વહેતો પ્રવાહ, સરોવરની કે કુમળી ઊર્મિ જેવા જલતરંગો, હિમાચ્છાદિત શિખરો, લીલીછમ વનરાજી, હરિયાળાં ખેતરો અને રંગબેરંગી પુષ્પોની સુવાસમાં પ્રકૃતિનો ઉલ્લાસ છલકે છે. મેઘધનુષના સાત રંગોમાં કુદરતની સર્જનશક્તિના દર્શન થાય છે.
આ ઉપરાંત ઝરણાનો કલનાદ, પંખીઓનો મધુર કલશોર, બાળકનું : હાસ્ય અને માતાની મમતામાં પણ કુદરત જ નજરે પડે છે. ખરેખર કુદરતે છૂટા હાથે દિલની ઉદારતાથી સૌંદર્યનો સુભગ સમન્વય કર્યો છે.
જે ઊગ્યું તે આથમે, ફૂલ્યું તે કરમાય,
એહ નિયમ અવિનાશનો, જાયું તે જાય.
ખરેખર કવિએ સાચું જ કહ્યું છે જે પોષતું તે મારતું એ ક્રમ ‘ દીસે છે કુદરતી.’ કુદરત અતિ ભયાનક રૂપ ધારણ કરે છે ત્યારે થોડી જ પળમાં હતું ન હતું થઈ જાય છે. શહેરોનાં શહેરો ખંડેરમાં પલટાઈ જાય છે. વિશાળકાય પર્વતોનું સ્થાન અને નદીઓના વહેણ બદલાય જાય છે.
કુદરતનું પ્રલયકારી રૂપ યુગો સુધી ન ભુલાય એવા કારમાં નિશાનો મૂકી જાય છે. જ્વાળામુખી ફાટે ત્યારે તેની આસપાસના વિસ્તારોમાં તેની વિનાશકતા પથરાય છે. અતિવૃષ્ટિ એટલે સાંબેલાધારે સતત પડતો વરસાદ. “અતિની નહિ ગતિ’ સાચે જ આપણે કુદરતની છે ગતિને કોઈ સમજી શકતા નથી.
અનાવૃષ્ટિ એટલે વરસાદનો એક છાંટો પણ ન પડવો. આ છે પરિસ્થિતિમાં લોકોને ભારે મુસીબતોનો સામનો કરવો પડે છે. અનાજ, પાણી અને ઘાસચારા વિના મનુષ્યો, પ્રાણીઓ અને પક્ષીઓની અવદશા છે થાય છે. મૂંગા જીવો મોતને ઘાટ ઊતરે છે.
ખેતી પર નભતા ખેડૂતો અને મજૂરો દેવાદાર અને બેકાર બને છે. ક્રોધે ભરાયેલી કુદરત જ્યારે વાવાઝોડાના રૂપે ત્રાટકે છે ત્યારે વૃક્ષો, મકાનો અને વાહનવ્યવહારને ભારે નુકસાન પહોંચાડે છે. સમુદ્રમાં ઊઠતા ઝંઝાવાતો (સુનામી) કિનારાની સીમા છોડીને આસપાસના વિસ્તારોમાં કાળો કેર વર્તાવે છે. નાના માછીમારોથી લઈને હોડીઓ અને વહાણો સમુદ્રમાં ડૂબી જાય છે. સાચે જ તિ સર્વત્ર વર્જયેતા.
કુદરતની લીલા ખરેખર દાદ માગી લે છે. એને કળવું, ઝીરવવું અને તેનો સામનો કરવો ખૂબ કપરું કાર્ય છે. કુદરતના સર્જન અને વિનાશના ચક્રો સદા ગતિમાન રહે છે. કદાચ આપણને જીવન રહસ્ય સમજાવી જાય છે કે, સુખમાં છકી ન જવું અને દુઃખમાં ડૂબી ન જવું. કેમ કે, એ તો કુદરતનો ક્રમ છે.

6. નારી તું નારાયણી મુદ્દા : પ્રસ્તાવના – નારીનો મહિમા – સમાજ અને કુટુંબ માટે યોગદાન – ઉપસંહાર

યત્ર નાર્યસ્તુ પૂજ્યન્ત રમત્તે તત્ર રેવતા: આ ભાવનાથી ભારતમાં સદીઓ પૂર્વે સ્ત્રી-સન્માનનો આદર્શ મૂર્તિમંત થયો હતો. પ્રાચીન કાળથી વેદ-ઉપનિષદ કાળથી જ સ્ત્રી-પુરુષનો સમાન દરજ્જો હતો. લોપામુદ્રા જેવી વિદુષીઓએ તેનો પ્રભાવ પૂર્ણ રીતે પ્રગટાવ્યો હતો.
નારી ખરેખર રત્નની ખાણ છે. તેના સમર્પણની ભાવના વિશ્વમાં અજોડ છે. મહાન ઋષિઓએ અનસૂયા, ગાર્ગી, સીતા જેવો પ્રેરક અને ઉર્મિલા જેવાં સહનશીલ પાત્રનું સર્જન કરીને સમાજમાં સ્ત્રીઓનું જ ગૌરવ સિદ્ધ કર્યું છે.
નારી સ્નેહ, સહનશીલતા, ત્યાગ અને બલિદાનની મૂરત છે. ભારતીય નારીએ પતિ અને કુટુંબની સેવાને પોતાનો પહેલો ધર્મ ગણ્યો. બાળપણ જ બાળકીને તેનું જીવન એટલે માત્ર સેવા.” એ સંસ્કારો ગલથુથીમાં મળ્યા છે. તે પોતાના સ્વજનની સેવામાં પોતાની જાત ઘસી નાખે છે. ધૂપસળીની જેમ પોતે જલતી રહીને માત્ર સુવાસ જ ફેલાવે છે, તેમ નારી પોતાનો સંપૂર્ણ સ્નેહ કુટુંબને સમર્પિત કરી દે છે છે. માટે કહી શકાય કે “નારી તું નારાયણી’.
કૂદકે ને ભૂસકે આગળ વધતાં વિશ્વમાં પોતાનું અને પોતાના 3 કુટુંબનું નામ અંકિત કરવા સ્ત્રી કંઈ પણ કરવા તૈયાર રહે છે. સમય આવ્યું રણચંડી પણ બની શકે છે. ભૂતકાળમાં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, દુર્ગાવતી, અહલ્યાબાઈ હોલકર વગેરે વીરાંગના પોતાની બહાદુરી દ્વારા અમર થઈ ગઈ. મૅડમ ક્યૂરી, ફ્લોરેન્સ નાઇટિંગલ અને મધર ટેરેસા વગેરેના જીવન નારીશક્તિની પ્રતીતિ કરાવે છે.
અર્વાચીન સમયમાં તો સ્ત્રી-પુરુષની સમોવડિયન જ નહિ પણ કદાચ તેનાથી કંઈક વધારે આગળ નીકળી ગઈ છે. આજે ભારતીય નારીએ સામાજિક, શૈક્ષણિક, વ્યાવસાયિક તેમજ દરેક ક્ષેત્રમાં અગ્રેસર બની છે તે છતાં ભારતીય નારીએ પોતાની ઉચ્ચ સંસ્કારિતા જાળવી રાખી છે.
સાથે સાથે પોતાનું આત્મસન્માન જળવાઈ રહે તેની કાળજી રાખે એ જ નારીનું ગૌરવ છે. સ્ત્રી દીકરી બનીને માતા-પિતાની પ્રતિષ્ઠા સાચવે છે. એક બહેન, પત્ની, માતા અને એક સ્ત્રી બનીને દરેક પાત્રમાં સફળ થાય તો આપણી પણ ફરજ છે કે જે માનસન્માનની એ હકદાર છે તે તેને અપાવવું જ રહ્યું.

7. આપણાં પ્રેરણાસ્ત્રોત એ.પી.જે. અબ્દુલ કલામ મુદ્દા : પ્રસ્તાવના – આપણાં પ્રેરણા રાહબર – મહાન પુરુષો – અબ્દુલ કલામની સિદ્ધિઓ – મહેનતનું પરિણામ – ઉપસંહાર

ભારતના તાજેતરના સમયના સૌથી પ્રભાવશાળી નેતાઓમાં સ્થાન પામતા વ્યક્તિના જીવન પર નજર નાખતા આપણને જણાય છે કે આપણે કાંઈક જાણતા હતા પણ તેને નજરઅંદાજ કરતા હતા. તેમને કોઈ પણ પ્રકારનું આર્થિક પીઠબળ ન હતું.
તેમના પિતા ગામમાં પણ પ્રસિદ્ધ વ્યક્તિ ન હતા. તેઓ લઘુમતીમાં હતા અને શાળાકાળ દરમિયાન ખૂબ જ તેજસ્વી વિદ્યાર્થી ન હતા. કૉલેજમાં પણ તેઓ સામાન્ય વિદ્યાર્થી હતા. કૉલેજમાં તો તેમને સ્કૉલરશિપ બંધ કરવા માટે ચેતવણી પણ આપવામાં આવી હતી અને આખરે એવી નોકરી મળી કે જેમાં તેઓ કામ કરવા માટે ઇચ્છુક ન હતા, છતાં પણ તેઓ ભારતના ટોચના વૈજ્ઞાનિક બન્યા.
આપણને બધાને ખબર છે કે ભારતના રાષ્ટ્રપતિ તરીકે તેઓ – ખૂબ જ વિનમ્ર, ધરતી સાથે જોડાયેલા અને સરળ વ્યક્તિ હતા.
આપણે નથી જાણતા તે વાત એ છે કે તેઓ રાષ્ટ્રપતિ તરીકે પણ ખૂબ જ મહેનતુ હતા. જીવનના તમામ સ્તરે તેમણે પોતાના સહકર્મીઓ કરતાં વધારે કામ કર્યું અને તેના કારણે જ તેમણે વધારે પ્રગતિ કરી. સાધારણ વિદ્યાર્થી તરીકે તેમણે અખબાર વિતરણનું કાર્ય કર્યું અને છતાં પણ અભ્યાસમાં સખત મહેનત કરતા, જેથી તેમને સ્કૉલરશિપ મળે.
સારી નોકરી મેળવવા માટે તેમણે કૉલેજમાં પુષ્કળ પરિશ્રમ કર્યો. નોકરી મળ્યા બાદ આપણને બધાને ખબર છે કે તેઓ હેલિકૉપ્ટર, મિસાઈલ્સ, ઉપગ્રહો, ન્યુક્લિઅર ટેસ્ટ વગેરેમાં કેટલા ઓતપ્રોત હતા. હા, તેઓ પ્રખર બુદ્ધિશાળી હતા. કદાચ તેઓને એ અણમોલ ભેટ મળેલી હતી પણ ભારતીય શાળાતંત્ર એ ઓળખી શક્યું નહીં. જોકે પ્રખર બુદ્ધિશાળી હોવા કરતાં પણ વધારે તો તેઓ સખત પરિશ્રમી હતા. આ જ સખત પરિશ્રમે તેમને આપણા દેશના એવા નેતા બનાવ્યા જેમના પ્રત્યે આપણને ગર્વ છે.
આળસુ બુદ્ધિશાળી જેવું કાંઈ જ હોતું નથી. જો જીવનમાં સફળ બનવું હોય તો તમારે તમારા બુદ્ધિના સ્તરને ધ્યાનમાં લીધા સિવાય સખત મહેનત કરવી જ પડે. હકીકતમાં એ.પી.જે. અબ્દુલ કલામે સાબિત કર્યું કે તમારા કાર્યમાં લોહી-પસીનો વહાવીને તમે તમારી બુદ્ધિનું સ્તર ઊંચે લઈ જઈ શકો છો. તેઓ અસામાન્ય શાળામાં ભણ્યા ન હતા, પરંતુ કારકિર્દી અને પોતાના દેશના ઘડતર માટે તેમણે જે : અસામાન્ય પ્રયાસ કર્યા તેનાથી તેઓ અસાધારણ નેતા બની ગયા.
સખત પરિશ્રમ તમને વિનમ્રતા શીખવે છે. તેમની વિનમ્રતા અને દયાળુતા એવી હતી જે ક્યાંય શીખવી શકાય નહીં. માત્ર કેળવી શકાય. તેમના એક વક્તવ્યમાં તેમણે ઉલ્લેખ કર્યો હતો કે એક વખત તેમને પ્રોજેક્ટની સફળતા પર પૂર્ણ ભરોસો હતો કારણ કે તેમણે અને તેમની ટીમે બે વર્ષ સુધી તેના પર સખત પરિશ્રમ કર્યો હતો. ટીમમાં પૂરતા સંસાધન ધરાવતા ટોચના લોકો પણ હતા, પરંતુ પ્રોજેક્ટ નિષ્ફળ ગયો. તેમણે પ્રોજેક્ટ છોડી ન દીધો અને છ મહિના વધારે મહેનત કરીને સફળતા મેળવી.
કોઈ પણ પ્રકારના પીઠબળ કે પશાભૂમિકા વિનાના સરળ વ્યક્તિ આજે અદ્વિતીય નામના પેદા કરીને આ વિશ્વમાંથી વિદાય થયા છે. તેમણે સાબિત કર્યું છે કે વિશ્વમાં સૌથી વધારે ગરીબો ધરાવતા ભારતદેશમાં વિશ્વમાં સૌથી વધારે વૈજ્ઞાનિકો પેદા કરવાની પણ ક્ષમતા રહેલી છે.

8. ઉનાળાનો બપોર મુદ્દા: ઉનાળાના બપોરનો વૈભવ – બપોરે વ્યાપલી નિર્જનતા – પશુપંખીઓ પર અસર – માણસો પર અસર – ઉનાળાના લાભો – ઉપસંહાર

“આવ્યો આવ્યો બળબળ થતો, દેખ જોગી ઉનાળો;
વા વૈશાખી પ્રબળ વહતા, ઊડતી અગનઝાળો.”
શ્રી ઉમાશંકર જોશીએ આ કાવ્યપંક્તિઓમાં ધોમધખતા ઉનાળાનું કાવ્યાત્મક વર્ણન કર્યું છે. ઉનાળાનો બપોર એ પ્રકૃતિનું એક રૌદ્ર રૂપ છે. ઉનાળાના બપોરે સૂર્ય ધગધગતા અગનગોળા જેવો હોય છે. તેમાંથી અગ્નિની સેરો છૂટતી હોય એવું લાગે છે. આકાશ એકદમ સ્વચ્છ અને સ્તબ્ધ થઈ ગયેલું હોય છે. કોઈક વાર આકાશમાં એકાદ શ્વેત વાદળી કે ચકરાવો લેતી સમડી દેખાય છે; પણ તે સિવાય આકાશમાં શૂન્યતા જ નજરે પડે છે.
– ઉનાળાના ધોમધખતા બપોરે સમગ્ર વાતાવરણ ધગધગતી ભઠ્ઠી જેવું બની જાય છે. ગામડાંનાં ભાગોળ, ચોટાં, ગલીઓ, શેરીઓ અને શહેરોના રાજમાર્ગો સૂમસામ બની જાય છે. કામ સિવાય કોઈ પણ માણસ બહાર ફરકતો નથી. પશુપક્ષીઓ છાંયડાનો આશ્રય શોધે છે.
ભેંસો તળાવના કાદવમાં પડી રહે છે તો ગાયો કોઈ ઘટાદાર વડલા કે લીમડાનો આશરો લે છે. કૂતરાં અને ઘેટાં-બકરાં પણ ખૂણે-ખાંચરે છાંયડો શોધીને લપાઈ જાય છે. જ્યારે રાની પશુઓ બોડમાં કે વૃક્ષોની છાયામાં પડ્યાં રહે છે.
આમ, ગ્રીષ્મની અસહ્ય ગરમીથી પ્રાણીમાત્ર ત્રાહિમામ્ પોકારી ઊઠે છે.
ગ્રીષ્મઋતુમાં તળાવો અને કૂવાઓ પર સૂનકાર છવાઈ જાય છે, ખેતરો નિર્જન બની જાય છે. વાહનવ્યવહાર અને ધાંધલ-ધમાલથી કાયમ ધમધમતાં રહેતાં શહેરો ઉનાળાના બપોરે નિષ્ક્રિય અને નીરવ : થઈ જાય છે. સમગ્ર પ્રકૃતિ અને જીવસૃષ્ટિ પર અસહ્ય ઉકળાટનું મોજું ફરી વળે છે. આવા બળબળતા બપોરે લૂ લાગવાથી કેટલાય માણસો હું અને પશુપંખીઓ તરફડીને મૃત્યુ પામે છે. ધરતી પણ ઊના નિઃશ્વાસ નાખી રહી હોય એવું લાગે છે.
આકાશમાંથી ઉગ્ર તાપ વરસી રહ્યો હોય ત્યારે મનુષ્યની અવદશાનો પાર રહેતો નથી. વૈશાખના બળબળતા બપોરે તે પોતાની પ્રવૃત્તિઓ થંભાવી દે છે. વગડામાં ધણને ચરાવવા નીકળેલા ગોવાળિયાઓ વડ કે પીપળાના છાંયડામાં વિશ્રામ કરે છે. કેટલાક લોકો માથે ભીનાં પોતાં મૂકે છે.
બારીબારણાં પર ખસની ટટ્ટીઓ લટકાવવામાં આવે છે. શહેરોમાં લોકો વીજળીના પંખા, ઍરકૂલર અને ઍરકંડિશનર વડે ગરમી સામે રક્ષણ મેળવે છે. તાપ અને ઉકળાટથી બચવા માટે કેટલાક લોકો માથેરાન, મહાબળેશ્વર કે માઉન્ટ આબુ જેવાં હવા ખાવાના સ્થળે (Hill Station) જાય છે.
તન અને મનને ટાઢક આપવા માટે લોકો ઠંડાં પીણાંની તેમજ આઇસક્રીમની મોજ માણે છે. ગ્રીષ્મઋતુને પોતાનું આગવું સૌંદર્ય પણ છે. ચારે બાજુ ગરમાળો, ગુલમહોર, કેસૂડો, નીમમંજરી અને આશ્રમંજરી મહોરી ઊઠે છે. જાંબુ, કેરી, કલિંગર, સક્કરટેટી જેવાં મધુર અને ઠંડાં ફળો ગ્રીષ્મઋતુ પાસેથી આપણને મળતી ઉત્તમ બક્ષિસ છે.
કાકાસાહેબ કાલેલકર જેવા પ્રકૃતિપ્રેમીએ ગ્રીષ્મના મધ્યાહ્નમાંય રસ, સૌંદર્ય અને કાવ્યનું દર્શન કર્યું છે.
ઋતુચક્રને નિયમિત ફરતું રાખવા માટે ગ્રીષ્મનું આગમન અનિવાર્ય છે.

Get Started Free

Volutpat diam ut venenatis tellus in metus. Gravida cum sociis natoque penatibus et magnis dis. Odio pellentesque diam volutpat commodo.

Fun & Easy to follow
Works on all devices
Your own Pace
Super Affordable

Popular Videos

Play Video

UX for Teams

Learn the basics and a bit beyond to improve your backend dev skills.

ava4.png
Chris Matthews

Designer

Play Video

SEO & Instagram

Learn the basics and a bit beyond to improve your backend dev skills.

ava4.png
Chris Matthews

Designer