Class 9th CBSE

Chapter 5 થીગડું

Chapter 5 થીગડું

Textbook Solutions Chapter 5 થીગડું Additional Important Questions and Answers

થીગડું પ્રશ્નોત્તર

પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના સવિસ્તર (આશરે 100 શબ્દોમાં) ઉત્તર લખો

પ્રશ્ન 1. પ્રભાશંકરના વિતેલા જીવનનો ખ્યાલ આપો.
ઉત્તર:
“બીજી થોડીક વાર્તાસંગ્રહમાંથી લેવાયેલી આ વાર્તામાં પ્રભાશંકરના દુખી જીવનનું અસરકારક આલેખન કરવામાં આવ્યું છે. પ્રભાશંકર એક ગરીબ બ્રાહ્મણના પુત્ર હતા. તેના પિતા ગોરપદું કરીને ઘર ચલાવતા હતા.
પ્રભાશંકરના કુટુંબની હાલત “એક સાંધીએ ત્યાં તેર તૂટે એવી હતી. ત્રણ – ચાર વરસ નબળા ગયા. તેમનું ઘર આગમાં બળીને ખાક થઈ ગયું.
તેમની પાસે જમીન તો તસુભાર ન હતી. પિતાની ઓછી આવક અને ત્રણ બહેનોને પરણાવવાની જવાબદારી પ્રભાશંકર પર હતી, માટે તેમણે પંદર વરસની ઉંમરે એક વેપારીની દુકાનમાં તમાકુનાં પડીકાં વાળવાની નોકરી કરી.
પાંચેક વરસ રાહ જોયા પછી આખરે એક દૂરના ગામમાં પંદર રૂપિયાના પગારની પ્રાથમિક શિક્ષકની નોકરી મળી.
બહેનોના લગ્ન અને બીજી બધી જવાબદારીઓ નિભાવતા પ્રભાશંકરની ઉંમર પાંત્રીસ વર્ષની થઈ ગઈ.
પ્રભાશંકરે પાંત્રીસ વર્ષની ઉંમરે પારવતી સાથે સંસાર માંડ્યો. સંસારનો ઢસરડો કરતાં એમનો જીવનરસ સુકાઈ ગયો હતો, પણ પારવતીએ કરકસર કરીને હંમેશાં પ્રભાશંકરને સાથ આપ્યો.
તેમના મોટા દીકરા મણિશંકરનું અકાળે અવસાન થયું. આ કારમા ઘામાંથી પ્રભાશંકર બહાર આવ્યા ન હતા ત્યાં તો તેમના પત્ની પારવતીનું અવસાન થયું. તેને કારણે પ્રભાશંકર સાવ એકલા પડી ગયા. નાનો દીકરો હસમુખ પિતાની જરાપણ કાળજી રાખતો ન હતો.
આમ, પ્રભાશંકરનું જીવન બાળપણથી વૃદ્ધાવસ્થા સુધી દુઃખમાં $ જ વીત્યું.

2. નીચેના પ્રશ્નોના ટૂંકમાં (ત્રણ – ચાર વાક્યોમાં) ઉત્તર લખો :

પ્રશ્ન 1. ચિરાયુના રેશમી વસ્ત્રમાં શા માટે કાણું પડ્યું?
ઉત્તર:
એક દિવસ રાજા અને રાણી ઝરૂખામાં બેઠા હતા. ત્યાં ચિરાયુએ તરછોડેલી એક રાણીએ રાજારાણીની સામે જ જીભ કરડી આત્મહત્યા કરી. આ જોઈને રાજારાણીના મનમાં વિચાર આવ્યો કે આના કરતાં તો જુવાની ન હોય તે સારું આ વિચારની સાથે જ સિદ્ધપુરુષના કહેવા અનુસાર ચિરાયુના વસ્ત્રમાં કાણું પડ્યું.
પ્રશ્ન 2. ચિરાયુનું વસ્ત્ર શા માટે સાંધી ન શકાયું?
ઉત્તરઃ
રાજારાણીના મનમાં ચિરાયુ વિશે ખરાબ વિચાર આવ્યો તરત ચિરાયુના રેશમી વસ્ત્રમાં કાણું પડ્યું. આ કાણાને સાંધવા એક ટાંકો મારવા એક વર્ષ પાપ વિનાનું કોઈ આપવા તૈયાર થાય તો એક 3 ટાંકો મારી શકાય પણ કોઈ પણ વ્યક્તિ પાસે આવું એક પણ વર્ષ રૂ હતું નહીં. તેથી ચિરાયુનું વસ્ત્ર સાંધી શકાયું નહીં.
પ્રશ્ન 3. “સંસાર ભોગવવા કરતાં થીગડાં મારવાનું જ કામ તારે કરવું પડશે.” આ વાક્ય સમજાવો.
ઉત્તરઃ
ઘરની જવાબદારીઓ નિભાવતા પ્રભાશંકરની ઉંમર પાંત્રીસની થઈ ગઈ. પારવતી સાથેની મુલાકાતમાં પ્રભાશંકરે ઉપર્યુક્ત વાક્ય કહ્યું હતું. તેમણે સ્પષ્ટ શબ્દોમાં પોતાની આર્થિક પરિસ્થિતિની જાણ કરી દીધી કે તેમના ઘરમાં એક સાંધીએ ત્યાં તેર તૂટે એવો ઘાટ છે.
નબળી આર્થિક પરિસ્થિતિમાં ખૂબ જ કરકસરથી ઘર ચલાવવાનું છે. એ પ્રભાશંકરે પહેલાથી જ કહી દીધું હતું કે, તેઓ લગ્ન કરીને આવતી યુવતીના કોડ એ પૂરાં કરી શકે એમ નથી. પણ એને જ થીગડાં મારીને એટલે કે કરકસર કરીને ઘર ચલાવવું પડશે.

3. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો 1 ગુણ)

પ્રશ્ન 1. “થીગડું’ પાઠનો સાહિત્યપ્રકાર જણાવો.
A. નવલિકા
B. નવલકથા
C. ચરિત્રલેખ
D. લઘુકથા
પ્રશ્ન 2. થીગડું પાઠ કયા પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે?
A. આ ઘેર પેલે ઘેર
B. બીજી થોડીક
C. વર, વહુ અને બીજાં નાટકો
D. માનતા
પ્રશ્ન 3. કોને થીગડું દઈ શકાતું નથી?
A. યુવાવસ્થા અને સ્વપ્ન
B. કિશોરાવસ્થા અને જીર્ણતા
C. વૃદ્ધાવસ્થા અને જીર્ણતા
D. બાળપણ અને યુવાવસ્થા
પ્રશ્ન 4. “અમારા ઘરમાં તો એક સાંધીએ ત્યાં તેર તૂટે એવો ઘાટ છે.” આ ઉક્તિ કોણ બોલે છે કોને કહે છે?
A. પ્રભાશંકર – મનુ
B. પારવતી – મણિશંકર
C. પારવતી – પ્રભાશંકર
D. પ્રભાશંકર – પારવતી
પ્રશ્ન 5.
પ્રભાશંકર શું સાંખી ન લેતાં?
A. નિત્યનિયમમાં ફેરફાર
B. પુત્રનું ખોટું બોલવું
C. પોતાનું અપમાન
D. જીવનની વાસ્તવિકતા
પ્રશ્ન 6. સિદ્ધપુરુષે રાજારાણીને શું આપ્યું?
A. ચમત્કારી રેશમી રૂમાલ
B. અઢળક ધનદોલત
C. ચમત્કારી રેશમી વસ્ત્ર
D. અભય વરદાન
પ્રશ્ન 7. ચિરાયુનું રેશમી વસ્ત્ર સાંધી ન શકાયું …
A. એટલા પાપ વિનાના વર્ષ સિદ્ધપુરુષ પાસે ન હતા.
B. એટલા પાપ વિનાના વર્ષ કોઈની પાસે ન હતા.
C. ચિરાયુએ વસ્ત્ર ઉતારીને ફેંકી દીધું હતું.
D. વસ્ત્રનું કાણું મોટું થઈ ગયું હતું.
Fun & Easy to follow
Works on all devices
Your own Pace
Super Affordable

Popular Videos

UX for Teams

Learn the basics and a bit beyond to improve your backend dev skills.

ava4.png
Chris Matthews

Designer

SEO & Instagram

Learn the basics and a bit beyond to improve your backend dev skills.

ava4.png
Chris Matthews

Designer