Chapter 5 થીગડું
Chapter 5 થીગડું
Textbook Solutions Chapter 5 થીગડું Textbook Questions and Answers
થીગડું સ્વાધ્યાય
1. નીચેના પ્રશ્નોના એક – એક વાક્યમાં ઉત્તર લખો.
પ્રશ્ન 1. પ્રભાશંકરનો ભૂતકાળ કેવો હતો?
ઉત્તર :
પ્રભાશંકર બાળપણથી દુ:ખી હતા. પારવતીના અવસાન બાદ પ્રભાશંકરના જીવનમાં રહ્યો રસકસ પણ સુકાઈ ગયો. તેઓ એકાકી અને નિરાધાર બની ગયા હતા.
પ્રશ્ન 2.પત્નીના અવસાન બાદ નાયક કેવું જીવન જીવતા હતા?
ઉત્તર :
પારવતીના અવસાન બાદ પ્રભાશંકરના જીવનમાં રહ્યો રસકસ પણ સુકાઈ ગયો. એકાકી અને ઉપેક્ષિત જીવન જીવતા હતા. હસમુખ અને તેની પત્ની પ્રભાશંકરની કાળજી રાખતા ન હતા. તેઓને પોતાના કામ પોતે જ કરવા પડતા હતા. આમ, જીવનભર દુઃખ ભોગવનાર પ્રભાશંકરને જિંદગીમાં નિરાંતનો શ્વાસ લેવાનો વારોય ન આવ્યો.
2. નીચેના પ્રશ્નોના ત્રણ – ચાર વાક્યમાં ઉત્તર લખો.
પ્રશ્ન 1. કોટને થીંગડું દેતાં પ્રભાશંકરને શી મુશ્કેલીઓ પડી?
ઉત્તરઃ
પારવતીના અવસાન બાદ પ્રભાશંકર એકાકી અને ઉપેક્ષિત જીવન જીવતા હતા. હસમુખ અને તેની પત્ની પ્રભાશંકરની કાળજી રાખતા ન હતા. તેઓને પોતાના કામ પોતે જ કરવા પડતા હતા. કોટને થીગડું મારવા તેઓને સોયદોરો શોધવામાં ઘણી મુશ્કેલી પડી.
ફાનસ સળગાવવા દીવાસળી શોધતાં એક દાબડામાંથી સોય દોરો મળી આવ્યા. તે લઈને શેરીના દીવાને અજવાળે કોટને થીગડું મારવા બેઠા.
સોયામાં દોરો પરોવવાનો પ્રયત્ન કર્યો, પણ વૃદ્ધાવસ્થાને કારણે સોયનું 3 નાકું દેખાયું નહીં. આખરે શેરીમાં રમતા મનુ પાસે વાર્તા કહેવાની શરતે સોયમાં દોરો પરોવાવ્યો.?
પ્રશ્ન 2. પ્રભાશંકરે મનુને કઈ વાર્તા કહી?
ઉત્તરઃ
શેરીના દીવાને અજવાળે પ્રભાશંકર કોટને થીગડું મારવા બેઠા. સોયમાં દોરો પરોવવાનો પ્રયત્ન કર્યો પણ વૃદ્ધાવસ્થાને કારણે સોયનું નાકું દેખાયું નહીં. આખરે શેરીમાં રમતા મનુ પાસે વાર્તા કહેવાની શરતે સોયમાં દોરો પરોવાવ્યો. પ્રભાશંકરે મનુને રાજારાણી અને ચિરાયુની વાર્તા કહી. એ સમજાવ્યું કે વસ્ત્ર હોય કે શરીર તેની જીર્ણતાને નિવારવી અશક્ય છે.
3. સવિસ્તર ઉત્તર લખો.
પ્રશ્ન 1. પારવતીનું પાત્રાલેખન કરો.
ઉત્તર :
સુરેશ જોશી લિખિત બીજી થોડીક વાર્તાસંગ્રહમાંથી લેવાયેલી આ વાર્તામાં પ્રભાશંકરના “એક સાંધીએ ત્યાં તેર તૂટે એવા સંઘર્ષમય જીવનમાં પારવતીએ દરેક પરિસ્થિતિમાં પતિનો સાથ આપ્યો. પાંત્રીસ વર્ષની ઉંમરે પ્રભાશંકરે લગ્ન કરવાનું નક્કી કર્યું ત્યારે તેમણે પારવતીને પોતાના ઘરની પરિસ્થિતિની જાણ કરી દીધી હતી. ત્યારે ગમે તેટલાં થીગડાં મારવા પડે તો તે મારી આપશે. એ શરતે પ્રભાશંકર સાથે લગ્ન કર્યા. એને જીવનભર એ વચન નિભાવ્યું.
પારવતીએ કરકસર અને સૂઝબૂઝથી પ્રભાશંકરના દુઃખી સંસારને સુખી બનાવ્યો. તે પોતાના પતિની નાનામાં નાની જરૂરિયાતને સંતોષવા હંમેશાં તત્પર રહેતી. પ્રભાશંકરને ઘરની બહાર નીકળતી વખતે પાણી પીને બહાર જવાની ટેવ હતી. પારવતી હંમેશાં પ્રભાશંકરના બહાર જવાના સમયે પાણીનો ગ્લાસ લઈને હાજર રહેતી.
પ્રભાશંકર માતા – પિતાને ભાગવત સંભળાવી મોડી રાતે સૂવાના ઓરડામાં જતાં. પારવતી આખા દિવસનો થાક છતાં તેમની રાહ જોઈને બેસી રહેતી. પુત્ર મણિશંકરના અવસાનને કારણે ઘણી વખત પ્રભાશંકર અન્યમનસ્ક બની જતાં ત્યારે પારવતી તેમનું ધ્યાન વાળવા પ્રેમભરી વાતો કરતી.
પ્રભાશંકર નિયમિતતાના આગ્રહી હતા. તેથી તેણે પોતાના મૃત્યુના દિવસે પણ પતિને બહાર જતાં ન રોક્યા.
ખરેખર, પારવતી એક આદર્શ અને ઘરરખું ગૃહિણી હતી.
પ્રશ્ન 2. આ વાર્તાના શીર્ષકની યોગ્યતા સ્પષ્ટ કરો.
ઉત્તરઃ
સુરેશ જોશી લિખિત બીજી થોડીક વાર્તાસંગ્રહમાંથી લેવાયેલી આ વાર્તામાં પ્રભાશંકરના સંઘર્ષમય જીવનનું વર્ણન કરતાં માનવજીવનના સનાતન સત્ય “વસ્ત્ર હોય કે શરીર તેની જીર્ણતાને નિવારી શકાતી નથી. તેને થીગડું મારવાના પ્રયત્નો વ્યર્થ જ છે. આ રહસ્યને અહીં સ્પષ્ટ કર્યું છે.
આ વાર્તામાં થીગડું મારવાની વાત લેખકે જુદા જુદા ચાર સંદર્ભમાં કહી છે. પ્રથમ સંદર્ભ પ્રભાશંકરના ફાટેલા કોટને થીગડું મારવા જેવી સામાન્ય હકીકતને લેખકે અહીં ખાસ હેતુસર પ્રયોજી છે.
બીજા સંદર્ભમાં પારવતીએ પ્રભાશંકર સાથે લગ્ન કરતી વખતે ‘તમે કહેશો એટલા થીગડાં મારી આપીશ.” અહીં ઓછી આવક ધરાવતા પ્રભાશંકરના જીવનમાં કરકસરનાં થીગડાં મારવાની વાત કરી છે. પારવતીએ પ્રભાશંકરને આપેલું વચન જીવનભર નિભાવ્યું.
ત્રીજા સંદર્ભમાં સિદ્ધપુરુષના કહેવા પ્રમાણે રાજારાણીના મનમાં ચિરાયું વિશે ખરાબ વિચાર આવ્યો કે તરત જ ચિરાયુના ચમત્કારિક વસ્ત્રમાં કાણું પડ્યું. અહીં વસ્ત્રને થીગડું મારવાની વાત થઈ છે.
ચોથા સંદર્ભમાં પત્ની વિનાના પ્રભાશંકરનું શેષ જીવન પણ એક થીગડું છે. વાર્તાનું શીર્ષક થીગડું, જે પ્રભાશંકર અને ચિરાયુની જિંદગીને લાગુ પડે છે.
આમ, ઉપર દર્શાવ્યા મુજબના ચારેય સંદર્ભોમાં “થીગડું શીર્ષક સચોટ પ્રતીક બની રહ્યું છે. એ શીર્ષક વાર્તાકારના વક્તવ્યને યથાર્થપણે વ્યક્ત કરે છે, માટે આ શીર્ષક યોગ્ય જ છે.
Fun & Easy to follow
Works on all devices
Your own Pace
Super Affordable
Popular Videos
UX for Teams
Learn the basics and a bit beyond to improve your backend dev skills.
Chris Matthews
Designer
SEO & Instagram
Learn the basics and a bit beyond to improve your backend dev skills.
Chris Matthews
Designer