Chapter 4 નારાયણ હેમચંદ્ર
Chapter 4 નારાયણ હેમચંદ્ર
નારાયણ હેમચંદ્ર વ્યાકરણ (Vyakaran)
નારાયણ હેમચંદ્ર Summary in Gujarati
નારાયણ હેમચંદ્ર પાઠ – પરિચય
ગાંધીજીની આત્મકથામાંથી લેવાયેલા આ ગદ્યખંડમાં નારાયણ હેમચંદ્ર રંગ – રૂપે, સ્વભાવ – અવાજે, પોશાકે પૂરેપૂરો વિચિત્ર હોવા છતાં તેની પ્રવાસપ્રીતિ, વિવિધ ભાષાઓ શીખવાની જિજ્ઞાસા, નિખાલસતા, અખૂટ ધીરજ અને આત્મવિશ્વાસ વગેરે જેવા ગુણોને કારણે ગાંધીજી તેના પર પ્રભાવિત થયા હતા.
વ્યક્તિના બાહ્ય દેખાવ કરતાં તેના અંતરમનને પરખવાની ગાંધીજીની આત્મસૂઝ સરાહનીય છે. મહાપુરુષો પોશાકને નહીં પણ તેના હૃદયને તપાસે છે. કાર્ડિનલ મેનિંગ વિશે નારાયણ હેમચંદ્રની માર્મિક ટકોર આપણાં બંધ અંતર દ્વારને ખોલવાની ચાવી બતાવે છે. તેનો જેટલો આનંદ માણીએ એટલો ઓછો.
[This text has been taken from The Autobiography of Gandhiji. In this lesson though Narayan Hemchandra was strange in his outlook, nature, voice, dress, etc. Gandhiji was impressed by his interest in touring, curiosity in learning different languages, open – heart, patience and self – confidence.
Gandhiji’s sense of recognising a person’s inner mind than his outlook was praiseworthy. Great persons examine a person’s heart, not his dress. Narayan Hemchandra’s remark for Kardinal Mening shows us the key to open our locked hearts. Let’s enjoy it.]
નારાયણ હેમચંદ્ર શબ્દાર્થ (Meanings)
અરસામાં – તે સમયે; at that time.
વિલાયત – પરદેશ; foreign.
પોશાક (૫) – પહેરવેશ; dress.
બેડોળ – કદરૂપું; ugly.
વિચિત્ર – અજુગતું; bizarre.
ઘાટ (૫) – (અહીં) બાંધો; structure.
કદ (નવું) – બાંધો; body structure.
ભાંભરો – ઘોઘરો, ભારે; heavy voice.
રાજી થવું – ખુશ થવું; to be happy.
મહેનત કરવી – (અહીં) શીખવવું; to teach.
પાઠમાળા (સ્ત્રી.) – પાઠ્યપુસ્તક; textbook.
મુકરર – નિશ્ચિત; determine.
સ્નેહગાંઠ (સ્ત્રી) – પ્રેમનું બંધન; affection.
મુદ્દલ – જરાપણ; not at all.
અલ્પ – ઓછું; less.
તરજુમો (મું) – ભાષાંતર; translation.
શબ્દભંડાર (૬) – શબ્દભંડોળ; vocabulary.
બહોળું – વિશાળ; vast.
ધારા (સ્ત્રી.) – પ્રવાહ, સતત; continuous.
લોભ (૫) – મોહ; greed.
અપાર – પુષ્કળ; plenty of.
ટાપટીપ (સ્ત્રી.) – સુઘડતા, ભપકો; show off.
નિખાલસતા (સ્ત્રી.) – દિલાવરી; frankness.
વિશ્વાસ (૫) – ભરોસો; trust.
આચારસામ્ય – સરખી રીતભાત; lifestyle.
સ્વયંપાક – જાતે રસોઈ બનાવવી; self – cooking.
ઢબ (સ્ત્રી.) – રીત; method.
વહેવાર (૫) – રિવાજ; custom.
ગોદી – વખાર; warehouse.
પરોપકાર (૫) – પરદુઃખભંજન; generosity.
દુભાષિયા – બે ભાષા જાણનાર; interpreter.
દસ્તૂર (૫) – રિવાજ; custom.
વિનોદ (૫) – મશ્કરી; to make fun of.
બીકણ – ડરપોક; timid.
આવકાર (૫) – સ્વાગત welcome.
ઉપકાર (૫) – અહેસાન; thanks.
સ્ટી (સ્ત્રી.) – શ્રમ, મહેનત; effort.
તહોમત (૫) – આરોપ; blame.
1. નીચેનાં વાક્યોમાં યોગ્ય પ્રત્યય મૂકી વાક્ય ફરીથી લખોઃ
પ્રશ્ન 1. હેમચંદ્ર પ્રવાસ ખૂબ જ રસ હતો.
ઉત્તરઃ
હેમચંદ્રને પ્રવાસમાં ખૂબ જ રસ હતો.
પ્રશ્ન 2. હેમચંદ્ર કાર્ડિનલ મેનિંગ મુલાકાત લીધી.
ઉત્તરઃ
હેમચંદ્ર કાર્ડિનલ મેનિંગની મુલાકાત લીધી.
પ્રશ્ન 3. મારે તો સાધુપુરુષ મળવું છે.
ઉત્તર :
મારે તો એ સાધુપુરુષને મળવું છે.
પ્રશ્ન 4. હેમચંદ્ર દેખાવ વિચિત્ર હતા.
ઉત્તરઃ
હેમચંદ્ર દેખાવે વિચિત્ર હતા.
પ્રશ્ન 5. ગાંધીજી હેમચંદ્ર વિચારો પ્રભાવિત થયા.
ઉત્તરઃ
ગાંધીજી હેમચંદ્રના વિચારોથી પ્રભાવિત થયા.
2. નીચેનાં વાક્યોમાં યોગ્ય વિરામચિહ્ન મૂકી વાક્ય ફરીથી લખો
પ્રશ્ન 1. એ તો બહુ મોટાં માણસ રહ્યા તમને કેમ મળશે
ઉત્તર:
“એ તો બહુ મોટાં માણસ રહ્યા, તમને કેમ મળશે?”
પ્રશ્ન 2. જરૂર એ નવી દુનિયા જોયા વિના હું પાછો જાઉં કે
ઉત્તરઃ
“જરૂર એ નવી દુનિયા જોયા વિના હું પાછો જાઉં કે?”
પ્રશ્ન 3. ત્યારે તમે અમેરિકા જવાના જ
ઉત્તર :
“ત્યારે તો તમે અમેરિકા જવાના જ.”
3. યોગ્ય સંયોજકોનો ઉપયોગ કરીને નીચેનાં સાદાં વાક્યો જોડોઃ
પ્રશ્ન 1.
(અ) હેમચંદ્રનો ભાષા પ્રત્યેનો પ્રેમ અજોડ હતો.
(બ) હેમચંદ્રનો સાહિત્ય પ્રત્યેનો પ્રેમ અજોડ હતો.
(ક) હેમચંદ્રનો અનુવાદ પ્રત્યેનો પ્રેમ અજોડ હતો.
ઉત્તરઃ
હેમચંદ્રનો ભાષા, સાહિત્ય અને અનુવાદ પ્રત્યેનો પ્રેમ અજોડ હતો.
પ્રશ્ન 2.
(અ) ગાંધીજી અને હેમચંદ્ર વચ્ચે આચાર સામ્ય ઠીક હતું.
(બ) ગાંધીજી અને હેમચંદ્ર વચ્ચે વિચાર સામ્ય ઠીક હતું.
(ક) ગાંધીજી અને હેમચંદ્ર વચ્ચે નિર્ણય સામ્ય ઠીક હતું.
ઉત્તરઃ
ગાંધીજી અને હેમચંદ્ર વચ્ચે આચાર, વિચાર અને નિર્ણય સામ્ય ઠીક હતું.
પ્રશ્ન 3.
(અ) અહીંનો વસવાટ તમને અનુકૂળ આવશે.
(બ) અહીંના લોકોની તમે ઓળખાણ કરશો.
(ક) અહીંના લોકોનો તમે પરિચય કરશો.
ઉત્તરઃ
અહીંનો વસવાટ તમને અનુકૂળ આવશે ને લોકોની ઓળખાણ અને પરિચય તમે કરશો.
4. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખોઃ
પ્રશ્ન 1. નીચેના રૂઢિપ્રયોગોનો સાચો અર્થ શોધો :
1. પી જવું
A. ન ગાંઠવું
B. સંતૃપ્ત થવું
C. ફાવવું નહિ
D. નિરાંત થવી
પ્રશ્ન 2. મોહી જવું
A. મોહ દૂર થવો
B. આસક્ત થવું
C. અનાસક્ત થવું
D. નિર્મોહી બનવું
5. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ શોધોઃ
પ્રશ્ન 1. મુકરર
A. નિશ્ચિત
B. અનિશ્ચિત
C. નિશ્ચિત
D. સચેત
પ્રશ્ન 2. દસ્તૂર
A. રિયાજ
B. સંબંધ
C. રિવાજ
D. મર્યાદા
6. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ શોધો:
પ્રશ્ન 1. ઉપકાર
A. અહેસાન
B. અપકાર
C. પરોપકાર
પરમાર્થ
પ્રશ્ન 2. અલ્પ
A. સ્વલ્પ
B. નિર્મુલ્ય
C. મૂલ્યવાન
D. અધિક
7. નીચેના શબ્દોમાંથી સાચી જોડણીવાળો શબ્દ શોધો.
પ્રશ્ન 1.
A. તરજુમો
B. તરઝૂમો
C. તર્જુમો
D. તરઝુમો
Fun & Easy to follow
Works on all devices
Your own Pace
Super Affordable
Popular Videos
Play Video
UX for Teams
Learn the basics and a bit beyond to improve your backend dev skills.
Chris Matthews
Designer
Play Video
SEO & Instagram
Learn the basics and a bit beyond to improve your backend dev skills.
Chris Matthews
Designer