Class 9th CBSE

Chapter 4 નારાયણ હેમચંદ્ર

Chapter 4 નારાયણ હેમચંદ્ર

Textbook Solutions Chapter 4 નારાયણ હેમચંદ્ર Textbook Questions and Answers

નારાયણ હેમચંદ્ર સ્વાધ્યાય

1. નીચેના પ્રશ્નોના એક – એક વાક્યમાં ઉત્તર લખો.

પ્રશ્ન 1. નારાયણ હેમચંદ્ર કઈ કઈ ભાષાના જાણકાર હતા?
ઉત્તર:
નારાયણ હેમચંદ્ર હિન્દી, મરાઠી અને બંગાળી ભાષાના જાણકાર હતા. આ ઉપરાંત તેમણે અંગ્રેજી અને ફ્રેંચ પણ શીખી લીધું.
પ્રશ્ન 2. નારાયણ હેમચંદ્રને શો શોખ હતો?
ઉત્તરઃ
ઉત્તર નારાયણ હેમચંદ્રને જુદાં જુદાં પુસ્તકો વાંચી, એનું ભાષાંતર કરી, તેનું જ્ઞાન લોકો સુધી પહોંચાડવાનો અને જુદા જુદા દેશનો પ્રવાસ કરવાનો શોખ હતો.
પ્રશ્ન 3. ગાંધીજી અને નારાયણ હેમચંદ્ર વિશે શું સામ્ય જોવા મળે છે?
ઉત્તરઃ
ગાંધીજી અને નારાયણ હેમચંદ્ર વચ્ચે વિચાર અને આચાર સામ્ય જોવા મળે છે.
પ્રશ્ન 4. અમેરિકામાં નારાયણ હેમચંદ્ર પર શો આરોપ મુકાયો?
ઉત્તર :
અમેરિકામાં નારાયણ હેમચંદ્ર ધોતિયું પહેર્યું, તેથી તેના પર અસભ્ય પોશાક પહેર્યાનો આરોપ મુકાયો.
પ્રશ્ન 5. શા કારણે નારાયણ હેમચંદ્ર વિચિત્ર લાગતા?
ઉત્તરઃ
નારાયણ હેમચંદ્ર બેડોળ પાટલૂન, ઉપર ચોળાઈ ગયેલો, કાંઠલેથી મેલો બદામી રંગનો નેક ટાઈ વિનાનો પારસી ઘાટનો પણ ડોળ વિનાનો કોટ અને માથે ફૂમતાવાળી ઊનની ગૂંથેલી ટોપી પહેરતા. બધા ફૂલફટાક લોકો વચ્ચે નારાયણ હેમચંદ્ર તેના આવા પોશાકને કારણે વિચિત્ર લાગતા હતા.

2. નીચેના પ્રશ્નોના ત્રણ-ચાર વાક્યમાં ટૂંકમાં ઉત્તર લખો.

પ્રશ્ન 1. નારાયણ હેમચંદ્ર કેવો પોશાક પહેરતા?
ઉત્તરઃ
નારાયણ હેમચંદ્રનો પોશાક વિચિત્ર હતો. બેડોળ પાટલૂન પહેરતા. ઉપર ચોળાઈ ગયેલો, કાંઠલેથી મેલો બદામી રંગનો નેક ટાઈ વિનાનો પારસી ઘાટનો પણ ડોળ વિનાનો કોટ અને માથે ફૂમતાવાળી ઊનની ગૂંથેલી ટોપી પહેરતા.
પ્રશ્ન 2. મહાપુરુષો વિશે હેમચંદ્રની શી માન્યતા હતી?
ઉત્તરઃ
કાર્ડિનલ મેનિંગ અને જૉન બર્સના પ્રયત્નોથી ગોદીના મજૂરોની હડતાલ બંધ રહી હતી. આ સાંભળીને હેમચંદ્ર આ સાધુપુરુષને મળવા ગાંધીજીને પત્ર લખવા કહે છે. પત્ર વાંચીને કાર્ડિનલ મેનિંગ બે – ત્રણ દિવસમાં જ મળવાનો સમય આપ્યો ત્યારે ગાંધીજીએ દસ્તુર મુજબ પોશાક પહેર્યો પણ હેમચંદ્ર એ જ કોટ અને એ જ પાટલૂન પહેર્યું. એથી ગાંધીજીએ વિનોદ કર્યો ત્યારે હેમચંદ્ર કહ્યું કે મહાપુરુષો 3 કદી પોશાક સામું જોતાં નથી એ તો હૃદયને તપાસે છે.
પ્રશ્ન 3. કાર્ડિનલ મૅનિંગ સાથે નારાયણ હેમચંદ્રને શો અનુભવ થયો?
ઉત્તરઃ
એક વખત ગાંધીજી અને હેમચંદ્ર કાર્ડિનલ મૅનિંગને મળવા ગયા. એમનું મકાન મહેલ જેવું હતું. તેઓ બેઠા કે તરત એક સુકલકડી ઊંચા બુઢા પુરુષ બહાર આવ્યા, જે મિ. મેનિંગ હતા. એમણે ગાંધીજી અને હેમચંદ્રની સાથે હાથ મેળવ્યા અને હેમચંદ્રને આવકાર આપ્યો.
તરત જ હેમચંદ્રે કહ્યું કે, “મારે તમારો વખત નથી લેવો. હું તો આપે હડતાલમાં જે કામ કર્યું એ સારુ આપનો ઉપકાર માનવા આવ્યો છું.
સાધુપુરુષોના દર્શનનો મેં રિવાજ રાખ્યો છે એ માટે છે આપને આટલી તસ્દી આપી.” મેનિંગ રાજી થયા. એમણે કહ્યું “ઉમેદ રાખું છું તમને અહીંનો વસવાટ અનુકૂળ આવશે, અહીંના લોકોની કે તમે ઓળખાણ કરશો. ઈશ્વર તમારું ભલું કરે.” આમ, આટલી ટૂંકી મુલાકાત દ્વારા નારાયણ હેમચંદ્રને આ મહાન વ્યક્તિની સાદગી અને મહાનતાના દર્શન થયા.

3. સવિસ્તર ઉત્તર લખો.

પ્રશ્ન 1. નારાયણ હેમચંદ્રનું ચરિત્ર ચિત્રણ કરો.
ઉત્તરઃ
નૅશનલ ઇન્ડિયન એસોસિયેશનવાળા મિસ મેનિંગને ત્યાં ગાંધીજીની હેમચંદ્ર સાથે મુલાકાત થઈ. લેખક તરીકે એ જાણીતા હતા. તેમની અભ્યાસ પ્રીતિ, ભાષાજિજ્ઞાસા, નિખાલસતા, નિરાભિમાન, અખૂટ ધીરજ અને આત્મવિશ્વાસ જેવા ગુણોને કારણે રાષ્ટ્રપિતા ગાંધી એના પર મોહિત થયા હતા.
નારાયણ હેમચંદ્રનો પોશાક વિચિત્ર હતો. બેડોળ પાટલૂન, ઉપર ચોળાઈ ગયેલો, કાંઠલેથી મેલો બદામી રંગનો નેક ટાઈ વિનાનો પારસી ઘાટનો પણ ડોળ વિનાનો કોટ અને માથે ફૂમતાવાળી ઊનની ગૂંથેલી ટોપી પહેરતા.
કાર્ડિનલ મેનિંગ અને જન બર્સના પ્રયત્નોથી ગોદીના મજૂરોની હડતાલ બંધ રહી હતી. આ સાંભળીને હેમચંદ્ર આ સાધુપુરુષને મળવા જવાનું નક્કી કર્યું. ગાંધીજીએ દસ્તૂર મુજબ પોશાક પહેર્યો પણ હેમચંદ્ર એ જ કોટ અને એ જ પાટલૂન પહેર્યું એથી ગાંધીજીએ વિનોદ કર્યો ત્યારે હેમચંદ્રે કહ્યું કે, “મહાપુરુષો કદી પોશાક સામું જોતાં નથી એ તો હૃદયને તપાસે છે.”
નારાયણ હેમચંદ્રને વ્યાકરણનું જ્ઞાન નહિવત્ હતું, પણ બધી જ ભાષા શીખીને તેના અનુવાદ દ્વારા મહાને પુરુષોના અવિરલ પુસ્તકોનું જ્ઞાન લોકો સુધી તેમને પહોંચાડવું હતું. તેમને અલગ અલગ દેશોનો પ્રવાસ કરવાનો શોખ હતો. તેમનું જીવન એકદમ સાદું અને સરળ હતું.
અમેરિકામાં એમના અસભ્ય પોશાક માટે તેમની ધરપકડ થઈ. પણ પછીથી તેમના જીવનના સિદ્ધાંતોને કારણે તેમને છોડી દીધા હતા.
આમ, નારાયણ હેમચંદ્ર અલગ વ્યક્તિત્વ ધરાવતા અનોખા ઇન્સાન હતા.
પ્રશ્ન 2.નોંધ લખો.
a. નારાયણ હેમચંદ્રની ખાસિયતો
ઉત્તરઃ
ગાંધીજીની આત્મકથામાંથી લેવાયેલા આ ગદ્યખંડમાં નારાયણ હેમચંદ્ર રંગ – રૂપે, સ્વભાવ – અવાજે, પોશાકે પૂરેપૂરો વિચિત્ર હોવા છતાં તેની પ્રવાસપ્રીતિ, વિવિધ ભાષાઓ શીખવાની જિજ્ઞાસા, નિખાલસતા, અખૂટ ધીરજ અને આત્મવિશ્વાસ વગેરે જેવા ગુણો એ એના સ્વભાવની ઉમદા ખાસિયતો હતી.
નારાયણ હેમચંદ્રને વ્યાકરણનું જ્ઞાન નહિવત્ હતું. પણ તેને હિન્દી, મરાઠી અને બંગાળી ભાષા આવડતી હતી. એમણે ગાંધીજી પાસે અંગ્રેજી ભાષા શીખી લીધી. બધી જ ભાષાઓ શીખીને તેના ડે અનુવાદ દ્વારા મહાન પુરુષોના અવિરલ પુસ્તકોનું જ્ઞાન લોકો સુધી તેમને પહોંચાડવું હતું.
કાર્ડિનલ મેનિંગ અને જન અંર્સ પ્રયત્નોથી ગોદીના મજૂરોની હડતાલ બંધ રહી હતી. આ સાંભળીને હેમચંદ્ર આ સાધુપુરુષને મળવા ગયા ત્યારે ગાંધીજીએ દસ્તૂર મુજબ પોશાક પહેર્યો પણ હેમચંદ્ર એ જ કોટ અને એ જ પાટલૂન પહેર્યું.
ગાંધીજીએ હેમચંદ્રને આવા પોશાક માટે ટકોર કરી ત્યારે તેમણે કહ્યું કે, “મહાપુરુષો કદી પોશાક સામું જોતાં નથી એ તો હૃદયને તપાસે છે.” આ બધી તેમની ખાસિયતોને કારણે ગાંધીજીની પ્રીતિને પાત્ર બન્યા હતા.
b. નારાયણ હેમચંદ્રની નિખાલસતા અને સાદાઈ
ઉત્તરઃ
‘સત્યના પ્રયોગો’માંથી લેવાયેલા આ ગદ્યખંડમાં નારાયણ હેમચંદ્ર રંગ – રૂપે, સ્વભાવ – અવાજે, પોશાકે પૂરેપૂરો વિચિત્ર હોવા છતાં તેની નિખાલસતા, અખૂટ ધીરજ, સાદગી અને આત્મવિશ્વાસ જેવા ગુણોને કારણે એક અલગ છાપ ઉપજાવે છે.
નારાયણ હેમચંદ્રનો પોશાક વિચિત્ર હતો. બેડોળ પાટલુન પહેરતા. ઉપર ચોળાઈ ગયેલો. કાંલેથી મેલો બદામી રંગનો નેક ટાઈ વિનાનો પારસી ઘાટનો પણ ડોળ વિનાનો કોટ અને માથે ફૂમતાવાળી ઊનની ગૂંથેલી ટોપી પહેરતા. તેમને દેખાવ પ્રત્યે જરાપણ લગાવ ન હતો. એમનું માનવું હતું કે, “મહાપુરુષો કદી પોશાક સામું જોતાં નથી એ તો હૃદયને તપાસે છે.”
નારાયણ હેમચંદ્રને વ્યાકરણનું જ્ઞાન નહિવત્ હતું પણ એને એની શરમ ન હતી. એ જ્યાંથી મળે ત્યાંથી જ્ઞાન મેળવવા હંમેશાં ઉત્સુક રહેતા. બધી જ ભાષાઓ શીખીને તેના અનુવાદ દ્વારા મહાન પુરુષોના અવિરલ પુસ્તકોનું જ્ઞાન લોકો સુધી તેમને પહોંચાડવું હતું.
એમણે સાધુપુરુષોને મળવાનો રિવાજ રાખ્યો હતો. માટે કાર્ડિનલ મેનિંગ કે જેમના પ્રયત્નોથી ગોદીના મજૂરોની હડતાલ બંધ રહી હતી, એમને મળવા ગયા ત્યારે પોશાકની સાદગી અને શબ્દોની નિખાલસતાથી એમણે મેનિંગને પ્રભાવિત કર્યા.

Get Started Free

Volutpat diam ut venenatis tellus in metus. Gravida cum sociis natoque penatibus et magnis dis. Odio pellentesque diam volutpat commodo.

Get Started Free

Volutpat diam ut venenatis tellus in metus. Gravida cum sociis natoque penatibus et magnis dis. Odio pellentesque diam volutpat commodo.

Get Started Free

Volutpat diam ut venenatis tellus in metus. Gravida cum sociis natoque penatibus et magnis dis. Odio pellentesque diam volutpat commodo.

Get Started Free

Volutpat diam ut venenatis tellus in metus. Gravida cum sociis natoque penatibus et magnis dis. Odio pellentesque diam volutpat commodo.

Get Started Free

Volutpat diam ut venenatis tellus in metus. Gravida cum sociis natoque penatibus et magnis dis. Odio pellentesque diam volutpat commodo.

Get Started Free

Volutpat diam ut venenatis tellus in metus. Gravida cum sociis natoque penatibus et magnis dis. Odio pellentesque diam volutpat commodo.

Fun & Easy to follow
Works on all devices
Your own Pace
Super Affordable

Popular Videos

Play Video

UX for Teams

Learn the basics and a bit beyond to improve your backend dev skills.

ava4.png
Chris Matthews

Designer

Play Video

SEO & Instagram

Learn the basics and a bit beyond to improve your backend dev skills.

ava4.png
Chris Matthews

Designer