Chapter 3 એક સરખા દિવસ સુખના
Chapter 3 એક સરખા દિવસ સુખના
Chapter 3 એક સરખા દિવસ સુખના ને Textbook Questions and Answers
એક સરખા દિવસ સુખના સ્વાધ્યાય
1. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો.
પ્રશ્ન 1.સાહ્યબીથી કોણ ફૂલાતું નથી?
ઉત્તરઃ
શાણા લોકો સાહ્યબીથી ફૂલાતાં નથી.
પ્રશ્ન 2.કવિની દૃષ્ટિએ શૂરા કોણ છે?
ઉત્તરઃ
કવિની દષ્ટિએ મુસીબતથી મુંઝાય નહિ એ શૂરા છે.
પ્રશ્ન 3.સમય અને પુરુષ બંનેમાં કોણ બળવાન છે?
ઉત્તરઃ
સમય અને પુરુષ બંનેમાં સમય બળવાન છે.
પ્રશ્ન 4.મૃત્યુ પછી શું સાથે આવતું નથી?
ઉત્તરઃ
મૃત્યુ પછી ધન, જન, સંપત કે સાહ્યબી સાથે આવતાં નથી.
પ્રશ્ન 5.મનુષ્ય કોનાથી ડરવાનું છે?
ઉત્તરઃ
મનુષ્ય દુષ્કર્મથી ડરવાનું છે.
2. નીચેના પ્રશ્નોના ત્રણ-ચાર વાક્યમાં ઉત્તર લખો.
પ્રશ્ન 1.અર્જુનના દૃષ્ટાંત દ્વારા કવિ શો સંદેશ આપે છે?
ઉત્તરઃ
અર્જુનના દષ્ટાંત દ્વારા કવિ કહે છે કે, સમયની ગતિ કોઈ જાણી શક્યું નથી. મનુષ્ય બળવાન નથી પણ સમય બળવાન છે. મહાભારતનું યુદ્ધ પૂરું થયા પછી અર્જુન ભગવાન કૃષ્ણને મળવા ગયો, પણ ભગવાન “એકલા આવ્યા હતા અને એકલા જ જવાનું’ એમ કહી સ્વધામ ગયા.
તેથી તે ઉદાસ થયો અને પાછો ફર્યો. રસ્તામાં અર્જુનને મનમાં વિચાર આવ્યો કે એના જેવું કોઈ બળવાન નથી. ભગવાને કાબાનો વેશ ધારણ કરીને અર્જુનને લૂંટી લીધો. અર્જુન પાસે ધનુષબાણ હતાં છતાં તે હારી ગયો. ત્યારે તેને સમજાય છે કે સમયથી વધુ કોઈ બળવાન નથી.
પ્રશ્ન 2.નિયતિ (કુદરત)નો શો ક્રમ છે?
ઉત્તરઃ
‘એકસરખા દિવસ સુખના .’ કાવ્યમાં કવિ જીવનનું સનાતન સત્ય સમજાવે છે. કવિ કહે છે કે, “જે ખીલે છે એ એક દિવસ અવશ્ય કરમાય છે, જેનું સર્જન થાય છે તેનો અવશ્ય સંહાર થાય છે. જે મનુષ્ય પોતાની સિદ્ધિને કારણે અભિમાની બને છે એ ચોક્કસ નિષ્ફળ જાય છે.”
એટલે કે “ઊંચી નીચી ફર્યા કરે જીવનની ઘટમાળ, ભરતી તેની ઓટ છે ઓટ પછી જુવાળ” આ કુદરતના ક્રમને કોઈ પલટાવી શકતું નથી.
પ્રશ્ન 3.જીવનનો સાર શેમાં સમાયેલો છે?
ઉત્તરઃ
કવિ મનુષ્યને બોધ આપે છે કે, કદી નસીબને ભરોસે રહેવું નહીં. નસીબ જો સાથ ન આપે, તો રાજા પણ પળવારમાં રક બની જાય છે. ધન, જન, સંપત્તિ કે સાહ્યબી સાથે આવતી નથી. ઈશ્વરના દરબારમાં ખાલી હાથે જ જવાનું છે માટે કવિ સજ્જનને અભિમાન ત્યજવાનું અને દુષ્કર્મોથી ડરવાનું કહે છે. મોતથી ડરવું નહીં.
મોત એક જ વાર આવવાનું છે. આપનું ધાર્યું કંઈ થતું નથી, ઈશ્વરનું જ ધાર્યું થાય છે. મુશ્કેલીમાં રહેલા માણસને કદી હેરાન ન કરવો, દાઝયા પર ડામ દેવાનું કામ તો દુર્જનનું છે.
3. સવિસ્તર ઉત્તર લખો.
પ્રશ્ન 1.“એક સરખા દિવસ સુખના કોઈના જાતા નથી” – કાવ્યમાં માનવીય પરિસ્થિતિ અને પરિવર્તન અંગે શો સંદેશ સમજાવ્યો છે?
ઉત્તરઃ
‘એકસરખા દિવસ સુખના …’ કાવ્યમાં કવિ પ્રભુલાલ દ્વિવેદીએ માનવજીવનનું ચિંતન રજૂ કર્યું છે. એકસરખા દિવસ સુખના કોઈના જાતા નથી માટે જ શાણા લોકોએ કદી ધનવૈભવથી ફૂલાવું ન જોઈએ. નસીબ સાથ આપે કે ન આપે તેની પરવા ન રાખવી જોઈએ.
કવિ કહે છે કે, “જે ખીલે છે એ એક દિવસ અવશ્ય કરમાય છે, જેનું સર્જન તેનો અવશ્ય સંહાર થાય છે. જે ચડે તે પડે એ કુદરતનો ક્રમ છે એને કોઈ બદલી શકતું નથી. એ જ સનાતન સત્ય છે. સમય જેવું કોઈ બળવાન નથી અર્જુન જેવા મહાન બાણાવળીને ધનુષબાણ હોવા છતાં કાબાએ લૂંટી લીધો હતો.
કદી નસીબને ભરોસે રહેવું નહીં. નસીબ જો સાથ ન આપે તો રાજા પણ પળવારમાં રંક બની જાય છે. ધન, જન, સંપત્તિ કે સાહ્યબી સાથે આવતી નથી. ઈશ્વરના દરબારમાં ખાલી હાથે જ જવાનું છે. માટે કવિ સજ્જનને અભિમાન ત્યજવાનું અને દુષ્કર્મોથી ડરવાનું કહે છે. મોતથી ડરવું નહીં.
મોત એક જ વાર આવવાનું છે. આપનું ધાર્યું કંઈ થતું નથી, ઈશ્વરનું જ ધાર્યું થાય છે. મુશ્કેલીમાં રહેલા માણસને કદી હેરાન ન કરવો. દાક્યા પર ડામ દેવાનું કામ તો દુર્જનનું છે.
અહીં કવિએ અહંકાર છોડીને ઈશ્વરની સર્વોપરિતા સ્વીકારીને અન્યને ઉપયોગી થવાનો બોધ આપ્યો છે.
પ્રશ્ન 2.એક સરખા દિવસ સુખના કોઈના જાતા નથી’ કાવ્યનો મર્મ તમારા શબ્દોમાં લખો.
ઉત્તરઃ
‘એકસરખા દિવસ સુખના ..’ કાવ્યમાં કવિ પ્રભુલાલ દ્વિવેદીએ માનવતાનું મૂલ્ય સમજાવવા જીવનના સનાતન સત્યને રજૂ કર્યું છે. મનુષ્યના જીવનમાં કદી એક્સરખા દિવસો સુખના હોતા નથી. સુખ અને દુઃખ એક સિક્કાની બે બાજુ છે. નસીબ પર કદી વિશ્વાસ ન રાખવો.
સમય બળવાન છે, મનુષ્ય નહીં. અર્જુનના મનમાં પોતાની વિદ્યાનું અભિમાન આવ્યું ત્યારે હથિયાર હોવા છતાં કૃષ્ણ કાબાનો વેશ ધરીને અર્જુનને લૂંટી લીધો.
મુસીબતથી મૂંઝાય નહીં એ જ શૂરા છે. નસીબ જ્યારે દગો દે છે ત્યારે રાજા પણ પળવારમાં રક બની જાય છે. ધન, જન, સંપત્તિ કે સાહ્યબી સાથે આવતી નથી. ખાલી આવ્યા છીએ અને ખાલી હાથે ? જ જવાનું છે એમ કહીને કાવ્યનો મર્મ સમજાવે છે. મૃત્યુ તો અફર છે એનો ડર ન રાખવો.
ધાર્યું તો ઈશ્વરનું જ થાય છે. આપણું કંઈ ચાલતું નથી. દુઃખીને કદી દુઃખી ન કરવો. પરોપકારાર્થે જીવન જીવવું એ કાવ્યના બોધને જીવનમાં અપનાવવો. જીવનની એ જ સાર્થકતા છે.
(3) સમજાવો :
પ્રશ્ન 1.હુંપદથી હળવા થશો, હુંપદ કરો ન કોઈ,
ધાર્યું આપણું ધૂળ છે, હરિ કરે સો હોય.”
ઉત્તર :
‘એકસરખા દિવસ સુખના …’ કાવ્યમાં કવિ પ્રભુલાલ દ્વિવેદીએ માનવજીવનનું ઊંડું ચિંતન રજૂ કરીને જીવનનું સનાતન સત્ય સમજાવ્યું છે. કવિ કહે છે કે માનવીએ ક્યારેય અભિમાન ન કરવું, કારણ કે અભિમાન કરવાથી મનુષ્ય પોતાનું જ માન ગુમાવે છે. ધન-સંપત્તિ કદી સાથે આવતી નથી.
ખાલી હાથે આવ્યા છીએ અને ખાલી હાથે જ જવાનું છે. આ સત્યને યથાર્થ રીતે સમજીએ તો “જે ખીલે છે એ એક દિવસ અવશ્ય કરમાય છે, જેનું સર્જન થાય છે તેનો અવશ્ય સંહાર થાય છે. જે મનુષ્ય પોતાની સિદ્ધિને કારણે અભિમાની બને છે એ ચોક્કસ નિષ્ફળ જાય છે.”
એટલે કે “ઊંચી નીચી ફર્યા કરે જીવનની ઘટમાળ, ભરતી તેની ઓટ છે ઓટ પછી જુવાળ’ આ કુદરતના ક્રમને કોઈ પલટાવી શકતું નથી. આપણું ધારેલું કદી થતું નથી, ઈશ્વરનું ધારેલું જ થાય છે. માટે અહંકાર છોડીને ઈશ્વરની સર્વોપરિતાનો સ્વીકાર કરવો.
Fun & Easy to follow
Works on all devices
Your own Pace
Super Affordable
Popular Videos
UX for Teams
Learn the basics and a bit beyond to improve your backend dev skills.
Chris Matthews
Designer
SEO & Instagram
Learn the basics and a bit beyond to improve your backend dev skills.
Chris Matthews
Designer