Class 9th CBSE

Chapter 2 કુસુમનું કઠણ તપ

Chapter 2 કુસુમનું કઠણ તપ

Chapter 2 કુસુમનું કઠણ તપ Additional Important Questions and Answers

કુસુમનું કઠણ તપ પ્રજ્ઞોત્તર

પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના સવિસ્તર (આશરે 100 શબ્દોમાં) ઉત્તર લખો [4 ગુણી]

પ્રશ્ન 1.“કુસુમનું કઠણ તપ’ શીર્ષકની યથાર્થતા સ્પષ્ટ કરો.
ઉત્તર :
ગોવર્ધનરામ ત્રિપાઠી લિખિત “સરસ્વતીચંદ્ર’ નવલકથાના વૈવિધ્યસભર જીવંતપાત્રો, સુંદર વર્ણનો અને ચિંતનાત્મક ગદ્યશૈલીને કારણે ગુજરાતી સાહિત્યમાં જીવંત સ્થાન ધરાવે છે.
વિદ્યાચતુર અને ગુણિયલની મોટી દીકરી કુમુદનું જીવન સરસ્વતીચંદ્રના ગૃહત્યાગને કારણે દુઃખમય બની ગયું હતું. કુમુદની બહેન કુસુમ હોશિયાર અને બુદ્ધિશાળી હતી. પશ્ચિમના આચાર
મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. ફૂંક મારવા જતા એના મોં પર રાખોડી ચોંટી જાય છે. ધુમાડાને કારણે એની આંખો કેસૂડાં રંગ જેવી લાલ થઈ ગઈ. તેમ છતાં મુશ્કેલીઓથી ડર્યા વિના કપરી પરિસ્થિતિમાં કેમ રહેવું એ માટે મનને તૈયાર કર્યું. સુંદરના સમજાવવા છતાં એ પોતાના વિચારોમાં મક્કમ રહે છે.
સમગ્ર નવલકથા-ખંડમાં કુસુમના કઠણ તપનું સચોટ આલેખન કર્યું છે. માટે શીર્ષક સર્વથા યોગ્ય છે.
પ્રશ્ન 2.“કુસુમનું કઠણ તપ’ નવલકથા-ખંડને આધારે કુસુમનો પાત્ર-પરિચય કરાવો.
ઉત્તર:
“સરસ્વતીચંદ્ર’ નવલકથાનાં પાત્રો એક અજબ જીવંતકળાથી ગોવર્ધનરામ ત્રિપાઠીએ ગૂંથ્યા છે. સરસ્વતીચંદ્રના ગૃહત્યાગને કારણે વિદ્યાચતુરના કુટુંબ પર મોટી આફત આવી પડી. દીકરી કુમુદના જીવનની વેદનાથી દુઃખી થયેલા વિદ્યાચતુર, કુસુમ પરણીને દુઃખી થાય એના કરતાં આજીવન કુંવારી રહે એવું વિચારતા હતા.
બહેન કુમુદના દુઃખથી કુસુમ અજાણ ન હતી. માતા-પિતાની વેદનાને કારણે તેણે આજીવન કુંવારા રહેવાનો નિર્ણય કર્યો. એ માટે માળણ જેવું સાદું અને કઠણ જીવન જીવવાનું નક્કી કર્યું. માળણની ઝૂંપડી અને વાડીની કોટની વચ્ચેની ખાલી જગ્યા પીપળાનાં ઝાડની છાંયાથી ઢંકાયેલી હતી.
એ ઝાડના મૂળ પાસે કુસુમે જમીનમાં ચૂલો કર્યો. તેમાં દેવતા સળગાવી તેનાં પર ખીચડી મૂકી. પોતે ઈંટ પર બેઠી. તાપ સળગાવવા માટે ફૂંક મારવા જતાં રાખ તેનાં મોં પર ચોંટી ગઈ. એ વખતે સુંદરકાકી તેને શોધતા શોધતા ત્યાં આવી પહોંચ્યા.
કુસુમનો આવો વેશ જોઈને એ સ્તબ્ધ થઈ ગયા. આવો વેશ ન કાઢવા સુંદરે કુસુમને સમજાવવા ખૂબ પ્રયત્નો કર્યા. પણ કુસુમ મક્કમ હતી. છેવટે સુંદર કુસુમનાં માતા-પિતાને આ વેશની વાત ન કહેવાની શરતે કુસુમના મનની વાત જાણવાનો પ્રયાસ કર્યો.
કુસુમ બુદ્ધિધન, સરસ્વતીચંદ્ર અને ચંદ્રકાંત સાથે લગ્ન કરવાની ના પડે છે. કુમુદના સસરા બુદ્ધિધન તેના પિતા સમાન છે અને ચંદ્રકાંતને પહેલી પત્ની છે. સુંદર પણ બુદ્ધિધન અને ચંદ્રકાંત સાથે લગ્ન ન કરવા સહમત થાય છે પણ સરસ્વતીચંદ્ર સાથે લગ્ન કરવા સમજાવે છે.
પણ કુસુમ મીરાંબાઈ જેવું જીવન જીવવાનું કહે છે ત્યારે ગુસ્સે થયેલી સુંદરનાં આકરા શબ્દોને કારણે કુસુમ તેની પાછળ પાછળ જાય છે. આમ, કુસુમનું પાત્ર સમગ્ર ખંડમાં મહત્ત્વનું છે.
પ્રશ્ન 3.કુસુમ પોતાના જીવનનિર્વાહ માટે શી યોજના બનાવે છે?
ઉત્તરઃ
આજીવન કુંવારા રહેવાનો નિર્ણય કર્યા પછી કુસુમ માળણ જેવું સાદું અને કઠોર જીવન જીવવાનું નક્કી કરે છે. માળણનો મહિને બે રૂપિયામાં નિર્વાહ થાય છે. વરસે ચોવીસ રૂપિયા થાય. ચાર ટકા પ્રમાણે છસો રૂપિયાનું વ્યાજ થાય. એટલી રકમ તો તેને કન્યાદાનમાં મળશે.
એ રકમ પણ નથી જોઈતી. પિતાજી એટલી રકમ ભલે ગમે ત્યાં વ્યાજે મૂકે પણ એને માત્ર એ રકમનું વ્યાજ અપાવે. તો એમાંથી કુસુમ મિ. ફ્લોરાનાથી પણ વધારે સુખથી જીવશે. જીવન જીવવા માટે આનાથી વધારે એને કંઈ નથી જોઈતું.

પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો 1 ગુણ)

પ્રશ્ન 1.“કુસુમનું કઠણ તપ’ નવલકથા-ખંડના લેખક કોણ છે?
ઉત્તરઃ
‘કુસુમનું કઠણ તપ’ નવલકથા-ખંડના લેખક ગોવર્ધનરામ ત્રિપાઠી છે.
પ્રશ્ન 2.“કુસુમનું કઠણ તપ” પાઠનો પ્રકાર જણાવો.
ઉત્તર :
કુસુમનું કઠણ તપ’ પાઠ નવલકથા-ખંડ છે.
પ્રશ્ન 3.“કુસુમનું કઠણ તપ” પાઠ કયા પુસ્તકમાંથી લેવાયો છે?
ઉત્તર:
“કુસુમનું કઠણ તપ’ પાઠ સરસ્વતીચંદ્ર નવલકથામાંથી લેવાયો છે.
પ્રશ્ન 4.કુસુમ શાથી સુંદરની પાછળ ચાલવા લાગી?
ઉત્તરઃ
સુંદરના આકરા શબ્દોના પ્રભાવને કારણે કુસુમ ગંભીર વિચારમાં પડી ગઈ અને તેની પાછળ ચાલવા લાગી.

પ્રશ્ન 3. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો [1 ગુણ)

પ્રશ્ન 3. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો [1 ગુણ)
પ્રશ્ન 1.કુસુમનું કઠણ તપ’ ખંડ કઈ નવલકથામાંથી લેવાયો છે?
A. લક્ષ્મણની અગ્નિપરીક્ષા
B. ચિન્તયામી મનસા
C. સ્નેહમુદ્રા
D. સરસ્વતીચંદ્ર
પ્રશ્ન 2.“કુસુમનું કઠણ તપ’ પાઠનો પ્રકાર જણાવો.
A. નવલકથા-ખંડ
B. નવલિકા
C. લઘુકથા
D. પ્રવાસનિબંધ
પ્રશ્ન 3.“કુસુમનું કઠણ તપ’ નવલકથા-ખંડના લેખક કોણ છે?
A. વેણીભાઈ પુરોહિત
B. ગોવર્ધનરામ ત્રિપાઠી
C. સુરેશ જોશી
D. ઈશ્વર પેટલીકર
પ્રશ્ન 4.“આ ચૂલામાંથી દેવતા ઘેર જાય છે ને ધુમાડો થાય છે તે ભૂંગળી વગર કરવું?” આ વાક્ય કોણ બોલે છે અને કોને કહે છે?
A. સુંદર – કુસુમ
B. સુંદર – જમની
C. કુસુમ – જમની
D. જમની – કુસુમ
પ્રશ્ન 5.વારુ બહેન, તમે કર્મી લોક, તેને આ તે શા અકર્મીના ધંધા કરવા? આ ધુમાડે તમારી આંખો કરી છે તે
A. કેસૂડાંનાં ફૂલ જેવી
B. ખાખરાના છોડ જેવી
C. ચણોઠીનાં ફૂલ જેવી
D. કેસરી ગલગોટા જેવી
પ્રશ્ન 6.કુસુમે માલણ જેવું જીવન જીવવાનું નક્કી કર્યું, કારણ કે …
A.કુસુમને માલણ બનવું હતું.
B. સુંદર સાથે કુસુમને ઝઘડો થયો હતો.
C. કુસુમે કુંવારા રહેવાનો નિર્ણય કર્યો હતો.
D. કુસુમને સંસારમાંથી રસ ઊઠી ગયો હતો.
પ્રશ્ન 7.“કન્યાઓને વિદ્યા આપતા પહેલાં જ સંસારમાં પરોવવી એ શાસ્ત્ર તારા દૃષ્ટાંતથી વધારે સમજાશે.” આ ઉક્તિ કોણ બોલે છે અને કોને કહે છે?
A. કુસુમ – સુંદર
B. સુંદર – કુસુમ
C. માલણ – સુંદર
D. સુંદર – માલણ

Get Started Free

Volutpat diam ut venenatis tellus in metus. Gravida cum sociis natoque penatibus et magnis dis. Odio pellentesque diam volutpat commodo.

Get Started Free

Volutpat diam ut venenatis tellus in metus. Gravida cum sociis natoque penatibus et magnis dis. Odio pellentesque diam volutpat commodo.

Get Started Free

Volutpat diam ut venenatis tellus in metus. Gravida cum sociis natoque penatibus et magnis dis. Odio pellentesque diam volutpat commodo.

Get Started Free

Volutpat diam ut venenatis tellus in metus. Gravida cum sociis natoque penatibus et magnis dis. Odio pellentesque diam volutpat commodo.

Get Started Free

Volutpat diam ut venenatis tellus in metus. Gravida cum sociis natoque penatibus et magnis dis. Odio pellentesque diam volutpat commodo.

Get Started Free

Volutpat diam ut venenatis tellus in metus. Gravida cum sociis natoque penatibus et magnis dis. Odio pellentesque diam volutpat commodo.

Fun & Easy to follow
Works on all devices
Your own Pace
Super Affordable

Popular Videos

Play Video

UX for Teams

Learn the basics and a bit beyond to improve your backend dev skills.

ava4.png
Chris Matthews

Designer

Play Video

SEO & Instagram

Learn the basics and a bit beyond to improve your backend dev skills.

ava4.png
Chris Matthews

Designer