Class 9th CBSE

Chapter 2 કુસુમનું કઠણ તપ

Chapter 2 કુસુમનું કઠણ તપ

કુસુમનું કઠણ તપ વ્યાકરણ

કુસુમનું કઠણ તપ Summary in Gujarati

કુસુમનું કઠણ તપ પાઠ-પરિચય
પ્રસ્તુત પાઠ “સરસ્વતીચંદ્ર’ નવલકથા-ખંડના ચતુર્થ ભાગમાંથી લેવાયેલો છે. વિદ્યાચતુર અને ગુણસુંદરીની દીકરી કુમુદનો વિવાહ લક્ષ્મીનંદન અને ચંદ્રલક્ષ્મીના પુત્ર સરસ્વતીચંદ્ર સાથે સંપન્ન થયો હતો. પણ સરસ્વતીચંદ્રના ગૃહત્યાગ અને પ્રમાદધનની સાથે પુનર્લગ્નને કારણે કુમુદ ખૂબ દુઃખી થઈ ગઈ હતી. કુમુદની બહેન કુસુમ તેના દુઃખથી અજાણ ન હતી. કુસુમ તેજસ્વી, બુદ્ધિશાળી, હોશિયાર અને પશ્ચિમના વિચારોથી પ્રભાવિત હતી.
પિતા વિદ્યાચતુર કુસુમ પરણીને દુઃખી થાય એ કરતાં કુંવારી રહે એવું વિચારતા હતા. કુસુમ માતા-પિતાની વેદનાને કારણે આજીવન કુંવારી રહીને માલણ જેવું સાદું અને સરળ જીવન જીવવાનો નિશ્ચય કરે છે. આ નવલકથાખંડમાં કુસુમની સમજદારી અને કઠોર સાધનાનું આલેખન થયું છે.
[This lesson has been taken from the chapter of the novel Saraswati Chandra : Part 4. Vidyachatur and Gunsundari’s daughter Kumud was married with the son of Laxminandan and Chandralaxmi. But due to Saraswati Chandra’s home-leaving (worldly life) and remarriage with Pramaddhan, Kumud was very unhappy. Kumud’s sister Kusum was not unaware of her grief.
Kusum was bright, intelligent, clever and was impressed by western thoughts. Father Vidyachatur thought that it is fair if Kusum remains unmarried instead of becoming unhappy after marrying. Kusum decided to remain unmarried and live a simple life as a gardener because of her parents’ pain. Kusum’s understanding and hardship has been depicted in this chapter of the novel.]

કુસુમનું કઠણ તપ શબ્દાર્થ (Meanings)

ખોળવું – શોધવું, to find.
ચારેપાસ – ચારે બાજુ; all around.
પ્રાતઃકાળ (૫) -પરોઢ, મળસકું; early morning.
નિર્મેલા -નિશ્ચિત કરેલા; decided.
ઘસારો – (અહીં) સળવળાટ; wriggle.
અસ્થિત – અર્ધ ઊભું થયેલું; standing restlessly
અલંકાર – ઘરેણાં, આભૂષણો; jewellery.
ગૌર – સુંદર; beautiful.
કાંતિ (સ્ત્રી.) – તેજ; brightness.
નિશ્વાસ (૬) – નિસાસો; sigh.
કર્મી – નસીબદાર; lucky.
અક્કલ (સ્ત્રી.) – બુદ્ધિ, મતિ, પ્રજ્ઞા; intelligence.
નાજુક – કોમળ; delicate.
રાખોડી – રાખ; ash.
વેશ કાઢવો – નાટક કરવું; to play a drama.
નભવું-ચાલવું; to last. હાંલ્લી (સ્ત્રી.)
માટીનું પહોળા મોંવાળું રાંધવાનું સાધન; bowl.
ભણી – તરફ, towards.
ધમકાવવું – ગુસ્સો કરવો; to threaten.
પત્રાળું (નપું) – પાંદડાંમાંથી બનાવેલી થાળી; a dinner plate made of leaves.
મેઘ (૫) -વરસાદ; rain.
મિષ્ટમી : delicious.
ચાળા કરવાં – નખરાં કરવાં; to act.
ઔષધ (સ્ત્રી.) – દવા; medicine.
આવડ (સ્ત્રી.) – આવડત; skill.
હરકત (સ્ત્રી.) – વાંધો; objection.
નિમિત્તે – કારણે; reason.
આયુષ્ય (નપું.) – જિદગી; lifespan.
વિદ્યા (ત્રી.) – ભણતર; learning.
દાંત (નવું) – ઉદાહરણ; example.
બંડ (નપું.) – વિરોધ; objection.
પ્રબળ – ઉગ્ર; fierce.
પ્લાન – ઉદાસ; sad.

1. નીચેનાં વાક્યોમાં યોગ્ય પ્રત્યય મૂકી વાક્ય ફરીથી લખોઃ

પ્રશ્ન:
(1) મન ને મન સુંદર બબડી. ઉત્તર : મનમાં ને મનમાં સુંદર બબડી.
(2) કુસુમ શરીર ઉપર સર્વ અલંકારો ઉતારી નાખ્યા. ઉત્તર : કુસુમે શરીર ઉપરથી સર્વ અલંકારો ઉતારી નાખ્યા.
(3) આ ચૂલા દેવતા ઘેર જાય ધુમાડો થાય છે. ઉત્તરઃ આ ચૂલાના દેવતા ઘેર જાય ને ધુમાડો થાય છે.
(4) કાકી દેખી કુસુમ ચમકી, અંતે સ્વસ્થ થઈ. ઉત્તરઃ કાકીને દેખીને કુસુમ ચમકી, અંતે સ્વસ્થ થઈ.
(5) તે તમે કબૂલ કરો છો તમારે એ વાત કોઈ કહેવી નહિ.

2. નીચેનાં વાક્યોમાં યોગ્ય વિરામચિહ્નો મૂકી વાક્ય ફરીથી લખોઃ

પ્રશ્ન 1.એ તો અટકાવવાનું હોય ત્યાં અટકાવવી જ પડે
ઉત્તર :
“એ તો અટકાવવાનું હોય ત્યાં અટકાવવી જ પડે!”
પ્રશ્ન 2.કાકી આ ખીચડી ખાતાં બે-ત્રણ દિવસ થયાં
ઉત્તર :
“કાકી ! આ ખીચડી ખાતાં બે-ત્રણ દિવસ થયાં.”
પ્રશ્ન 3.તેમાં તેં શું વધારે કર્યું
ઉત્તરઃ
તેમાં તે શું વધારે કર્યું?
પ્રશ્ન 4.તે ગાંસડાં-પોટલાં ક્યારે કરવાનાં છે
ઉત્તર :
તે ગાંસડાં-પોટલાં ક્યારે કરવાનાં છે?
પ્રશ્ન 5.બે વાતની ના તો સમજાઈ પણ સરસ્વતીચંદ્રની ના કેમ કહે છે
ઉત્તરઃ
“બે વાતની ના તો સમજાઈ, પણ સરસ્વતીચંદ્રની ના કેમ કહે છે?”

૩. નીચેનાં વાક્યોમાંથી કયા વાક્યનો પદક્રમ યોગ્ય છે તે જણાવો?

પ્રશ્ન 1.
A. અહીં ગંદકી કરવી, નહિ કરનારને સજા થશે.
B. અહીં ગંદકી કરવી નહિ, કરનારને સજા થશે.
C. અહીં ગંદકી કરવી, ન કરનારને સજા થશે.
D. અહીં સ્વચ્છતા જાળવનારને સજા થશે.
ઉત્તરઃ
B. અહીં ગંદકી કરવી નહિ, કરનારને સજા થશે.
પ્રશ્ન 2.
A. કુસુમના ઉપર વાદળની શરીર છત્રછાયા પ્લાન થઈ.
B. કુસુમના ઉપર શરીર છત્રછાયા વાદળની પ્લાન થઈ.
C. કુસુમના પ્લાન શરીર ઉપર વાદળની છત્રછાયા થઈ.
D. વાદળની છત્રછાયા કુસુમના શરીર ઉપર પ્લાન થઈ.
ઉત્તરઃ
C. કુસુમના પ્લાન શરીર ઉપર વાદળની છત્રછાયા થઈ.
પ્રશ્ન 3.
A. આપણે સમગ્ર અભ્યાસક્રમનું પુનરાવર્તન કરીએ.
B. આપણે સમગ્ર અભ્યાસક્રમનું ફરીથી પુનરાવંતન કરીએ.
C. આપણે અભ્યાસક્રમનું ફરીથી પુનરાવર્તન કરીએ.
D. આપણે સમગ્ર અભ્યાસક્રમનું સમજીને પુનરાવર્તન કરીએ.
ઉત્તરઃ
A. આપણે સમગ્ર અભ્યાસક્રમનું પુનરાવર્તન કરીએ.

4. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખોઃ

પ્રશ્ન 1.નીચેના રૂઢિપ્રયોગોનો સાચો અર્થ શોધો :

1. તાગડધિન્ના કરવા
A. તબલાં વગાડવા
B. નાચગાન કરવા –
C. મોજમજા ઉડાડવી
D. સ્વાદિષ્ટ ભોજન કરવું
ઉત્તરઃ
C. મોજમજા ઉડાડવી
પ્રશ્ન 2. ધતિંગ કરવાં
A. સાચે સાચું કહેવું
B. ઢોંગ કે બનાવટ કરવી
C. નિંદા કરવી
D. સમય સાચવી લેવો
ઉત્તરઃ
B. ઢોંગ કે બનાવટ કરવી

(2) નીચેના સામાસિક શબ્દોના અર્થ આપો :

પ્રશ્ન 1.પતરાળું
A. પાંદડાંમાંથી બનાવેલી થાળી
B. કાગળમાંથી બનાવેલી થાળી
C. એક પ્રકારનું શાક
D. પગપાળા જનાર યાત્રિક
ઉત્તરઃ
A. પાંદડાંમાંથી બનાવેલી થાળી.
પ્રશ્ન 2.અધસ્થિત
A. ઉપર તરફ પ્રયાણ
B. અધું ઊભું થયેલું
C. અર્ધ પ્રગતિ કરેલું
D. અર્ધ લક્ષ્ય પ્રાપ્ત કરેલું
ઉત્તરઃ
B. અધું ઊભું થયેલું
 

(3) નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ શોધો :

પ્રશ્ન 1.
પ્લાન
A. મ્યાન
B. ઉમળકો
C. ઉદાસ
D. નમાયુ
ઉત્તરઃ
C. ઉદાસ
પ્રશ્ન 2.
હરકત
A. હરદમ
B. સદ્ભાવ
C. અભિપ્રાય
D. વાંધો
ઉત્તરઃ
D. વાંધો

(4) નીચેના શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ શોધો :

(4) નીચેના શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ શોધો :
પ્રશ્ન 1.
પ્રાતઃકાળ
A. પરોઢ
B. સંધ્યાકાળ
C. મળસકું
D. જીવનકાળ
ઉત્તરઃ
B. સંધ્યાકાળ
પ્રશ્ન 2.
નીચેના શબ્દોમાંથી સાચી જોડણીવાળો શબ્દ શોધો.
A. દષ્ટાંત
B. દ્રષ્ટાત
C. દ્રષ્ટાંત
D. દલ્ટાંત
ઉત્તરઃ
A. દષ્ટાંત
પ્રશ્ન 3.
નીચેના શબ્દોમાંથી ખોટી જોડણીવાળો શબ્દ શોધો.
A. મિતાહારી
B. જિંદગી
C. ઔષધ
D. આયુષ્ય
ઉત્તરઃ
D. આયુષ્ય
પ્રશ્ન 4.નીચેનાં કહેવત-જોડકાંમાંથી સમાન અર્થવાળું જોડકું શોધો.
A. કરણી તેવી ભરણી – કરશો તેવું પામશો
B. ઝાઝી કીડીઓ સાપને તાણે – ઝાઝા મળ્યા તે ખાવા ટળ્યા
C. બોલે તેના બોર વેચાય – ન બોલવામાં નવ ગુણ
D. ધરમના કામમાં ઢીલ નહીં – ઉતાવળે આંબા ન પાકે
ઉત્તરઃ
A. કરણી તેવી ભરણી – કરશો તેવું પામશો

Get Started Free

Volutpat diam ut venenatis tellus in metus. Gravida cum sociis natoque penatibus et magnis dis. Odio pellentesque diam volutpat commodo.

Fun & Easy to follow
Works on all devices
Your own Pace
Super Affordable

Popular Videos

UX for Teams

Learn the basics and a bit beyond to improve your backend dev skills.

ava4.png
Chris Matthews

Designer

SEO & Instagram

Learn the basics and a bit beyond to improve your backend dev skills.

ava4.png
Chris Matthews

Designer