Chapter 2 કુસુમનું કઠણ તપ
Chapter 2 કુસુમનું કઠણ તપ
Chapter 2 કુસુમનું કઠણ તપ Textbook Questions and Answers
કુસુમનું કઠણ તપ સ્વાધ્યાય
1. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો.
પ્રશ્ન 1.કુસુમ અને માળણ શો પ્રયત્ન કરી રહ્યાં હતાં?
ઉત્તરઃ
કુસુમ અને માળણ ચૂલામાં દેવતા સળગાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા.
પ્રશ્ન 2.માળણ કુસુમની આંખોને કોની સાથે સરખાવે છે?
ઉત્તરઃ
આંખોમાં ધુમાડો જવાને કારણે તેની આંખો રાતીચોળ છે થઈ ગઈ હતી. તેથી માળણ કુસુમની આંખોને કેસૂડાંનાં ફૂલ સાથે રે સરખાવે છે.
પ્રશ્ન 3.સુન્દરે પાંદડાં વીણી કયું કાર્ય કર્યું?
ઉત્તરઃ
કુસુમે પાંદડાં વીણી સળીઓનાં ટકાથી તેને સાંધીને તેનું પત્રાળું બનાવ્યું.
પ્રશ્ન 4.કુસુમ હાંલ્લીને અડકવા બાબતે સુન્દરને શા માટે અટકાવે છે?
ઉત્તરઃ
કુસુમ ત્રણ દિવસથી ચૂલા પર બનાવેલી ખીચડી ખાય છે એ જાણીને સુંદર હાંલ્લીને અડકવા જાય છે ત્યારે કુસુમ નવણમાં છે એમ કહીને એને રોકે છે.
પ્રશ્ન 5.કુસુમે શી યુક્તિ કરી?
ઉત્તરઃ
કુસુમને જમવું હતું એ માટે જુદી જુદી વાતોમાં અને? જમની સાથેનાં વાર્તાલાપમાં સુંદરને વ્યસ્ત રાખવાનો પ્રયત્ન કર્યો.
2. નીચેના પ્રશ્નોના ત્રણ-ચાર વાક્યમાં ઉત્તર લખો.
પ્રશ્ન 1.સુંદર કોને શોધતી હતી? તેમાં તેણે શો ચિત્રવેશ જોયો?
ઉત્તરઃ
સુંદર કુસુમને શોધતી હતી. પ્રાત:કાળથી કુસુમ એમને 8 જડતી ન હતી. કુસુમ જે જગ્યાએ હોય એવી ખાતરીવાળી જગ્યાએ એ ન મળી. માળણની ઓરડીની પાછળ કંઈક સળવળાટ સંભળાયો. તેથી સુંદરે એ તરફ કાન માંડ્યા.
એમણે જોયું માળણની ઝૂંપડી અને વાડીના કોટની વચ્ચેની ખાલી જગ્યા પીપળાનાં ઝાડની છાંયાથી ઢંકાયેલી હતી. એ ઝાડના મૂળ પાસે કુસુમે જમીનમાં ચૂલો કર્યો હતો. તેમાં દેવતા સળગાવી તેનાં પર ખીચડી મૂકી. પોતે ઈંટ પર બેઠી હતી.
શરીર પરના બધા જ અલંકારો કાઢી નાખ્યા હતા. માળણના સાલ્લા જેવો સાલ્લો પહેરેલ યુવતી એ જ કુસુમ હતી. પણ એક નજરે એ ઓળખાઈ જ નહીં. સુંદર શ્વાસ રોકી, સ્તબ્ધ થઈને છાતીએ હાથ મૂકીને કુસુમનો ચિત્રવેશ જોતી રહી.
પ્રશ્ન 2.કુસુમ કાકીની આંખો સામે શા માટે તાકીને જોઈ રહી?
ઉત્તરઃ
સુંદર કુસુમને શોધતી વાડીમાં આવી. કુસુમ ધારણ કરેલો 3 માળણનો વેશ, અલંકાર વિના પણ લતા જેવી શોભતી કુસુમને ચૂલા 3 પર ખીચડી બનાવતી જોઈ, સુંદર અને આવો વેશ કાઢવાની ના પાડે ૨ છે. જો નહીં માને તો વડીલોને જાણ કરવાનું કહે છે.
ત્યારે કુસુમ એને કોઈનો ભય નથી એવું કહે છે. અને પિતાજી તેને વઢવાના નથી એની એને ખાતરી છે. સુંદરને એમ પણ સમજાવે છે કે કોઈની ઉપર ભારરૂપ ન થઈએ, ગરીબ થઈને કેવી રીતે રહેવું એ પણ શીખવું જોઈએ. 3 અંતે પોતાનો વિજય થયો હોય એમ કુસુમ સુંદર સામે તાકી રહે છે.
પ્રશ્ન 3.કુસુમ મનની શી વાતો સુન્દરને સમજાવે છે?
ઉત્તરઃ
કુમુદનો ઘરસંસાર વિખરાયા બાદ વિદ્યાચતુર અને ગુણસુંદરીને કુસુમની ચિંતા સતાવવા લાગી. સુંદર કુસુમને પોતાના મનની વાત કહેવા સહમત કરે છે. કુસુમ બુદ્ધિધન, ચંદ્રકાંત અને સરસ્વતીચંદ્ર સાથે લગ્ન કરવાની ના પાડે છે.
સુંદર પણ બુદ્ધિધનની મોટી ઉંમર અને ચંદ્રકાંતને પત્ની હોવાને કારણે લગ્ન ન કરવા સહમત થાય છે પણ સરસ્વતીચંદ્રની ના વિશે પ્રશ્ન કરે છે ત્યારે કુસુમ કહે છે કે સરસ્વતીચંદ્ર જડે, એ પોતાના વિચારો બદલવા તૈયાર થાય, તેના 3 બધા પ્રશ્નોના બરાબર ઉત્તર આપે, એમના અને કુસુમના વિચારો મળે રૂ તો કુસુમ સરસ્વતીચંદ્ર વિશે વિચારશે. આમ, કુસુમ મનની મૂંઝવણ કે સુંદર પાસે રજૂ કરે છે.
3. વિસ્તૃત ઉત્તર લખો.
‘કુસુમનું કઠણ તપ’ શીર્ષક ચર્ચો.
નોંધ લખો :
પ્રશ્ન 1.કુસુમની સમજદારીની ભાવના
ઉત્તરઃ
બહેન કુમુદના દુઃખથી કુસુમ અજાણ ન હતી. માતાપિતાની વેદનાને કારણે તેણે આજીવન કુંવારા રહેવાનો નિર્ણય કર્યો. એ માટે માળણ જેવું સાદું અને કઠોર જીવન જીવવાનું નક્કી કર્યું.
સુંદર કુસુમને પોતાના મનની વાત કહેવા સહમત કરે છે. ત્યારે કુસુમ બુદ્ધિધન, ચંદ્રકાંત અને સરસ્વતીચંદ્ર સાથે લગ્ન કરવાની ના પડે છે. સુંદર પણ બુદ્ધિધનની મોટી ઉંમર અને ચંદ્રકાંતને પત્ની હોવાને કારણે લગ્ન ન કરવા સહમત થાય છે પણ સરસ્વતીચંદ્રના વિશે પ્રશ્ન કરે છે ત્યારે કુસુમ કહે છે કે સરસ્વતીચંદ્ર જડે, એ પોતાના વિચારો બદલવા તૈયાર થાય તો પોતે પણ એ વિશે વિચારશે.
કુસુમ ભાવિ યોજના પણ બનાવે છે કે, માળણનો મહિને બે રૂપિયામાં નિર્વાહ થાય છે. વરસે ચોવીશ રૂપિયા થાય. ચાર ટકા પ્રમાણે છે છસો રૂપિયાનું વ્યાજ થાય. એટલી રકમ તો પિતા તેને કન્યાદાનમાં આપશે. એ રકમ પણ નથી જોઈતી.
પિતાજી એટલી રકમ ભલે ગમે ત્યાં વ્યાજે મૂકે પણ એને માત્ર એ રકમનું વ્યાજ અપાવે. તોપણ એ સુખેથી જીવી જશે. આમ, દરેક પરિસ્થિતિને અનુરૂપ રહેવા તૈયાર રહેવું એ જ કુસુમની સમજદારી છે.
પ્રશ્ન 2.સુન્દરની રસોઈકળા
ઉત્તરઃ
નોંધઃ પાઠ્યપુસ્તકમાં આપેલ પ્રશ્ન યોગ્ય નથી. આ પ્રશ્નનો ઉત્તર પાઠ્યપુસ્તકમાં આપેલ નથી.
Fun & Easy to follow
Works on all devices
Your own Pace
Super Affordable
Popular Videos
UX for Teams
Learn the basics and a bit beyond to improve your backend dev skills.
Chris Matthews
Designer
SEO & Instagram
Learn the basics and a bit beyond to improve your backend dev skills.
Chris Matthews
Designer