Class 9th CBSE

Chapter 1 ક્રોધી સ્વભાવને જીતવો ને

Chapter 1 ક્રોધી સ્વભાવને જીતવો ને

ક્રોધી સ્વભાવને જીતવો ને Summary in Gujarati

ક્રોધી સ્વભાવને જીતવો ને Summary in Gujarati

પ્રસ્તુત ભજનમાં ગંગાસતી પાનબાઈને જીવનસાર્થક્યની શીખ આપતા કહે છે કે, જેણે ભક્તિના માર્ગે જવું હોય એણે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર જેવા માનવજીવનના મહાભયંકર શત્રુઓમાંથી ક્રોધી સ્વભાવ પર વિજય મેળવવો જ રહ્યો.
ભલભલા ઋષિમુનિઓ સંતો અને મહાનુભાવો પણ ક્રોધરૂપી જ્વાળાથી બચી શક્યાં નથી. તો આપણે પામર જીવોને ક્રોધની જ્વાળાઓથી બચવું ખૂબ જ મુશ્કેલ છે. ક્રોધની ભયંકરતા જાણવા છતાં જાણ્યે-અજાણે આપણે આપણું અને અન્યનું અહિત કરીએ છીએ.
કવયિત્રીએ ક્રોધની ભયંકરતાની સાથે સાથે તેના પર વિજય મેળવવાના સહજ ઉપાયો પણ દર્શાવ્યા છે.
[In this bhajan Gangasati Panbai preaches how to make our life successful. She says that sensual happiness, anger, greed, temptation, ego and jealousy are our greatest enemies.
The person who wants to walk on the way of devotion, must conquer the wrath of anger. Even the greatest rushimunies, saints and great persons could not escape from the flames of anger. Then it is very difficult for the ordinary persons to conquer over anger.
Though we know the horrors of anger, we knowingly – unknowingly harm us and others with the horrors of anger, the poetess has shown the remedies to conquer anger.]

કાવ્યની સમજૂતી (Explanation of the Poem)

મનુષ્ય મનમાં ક્રોધ રાખ્યા વિના, ક્રોધી સ્વભાવ પર વિજય મેળવવો. મનના વિરોધને ત્યજીને, માણસે સર્વની સાથે સમાનભાવે વર્તવું.
[The person should win over anger without keeping it in mind. The person should behave equally with all without any objection.]
સંસારની આસક્તિનો ત્યાગ કરીને, હૃદયની નિર્મળતાથી કામ પર વિજય મેળવવો. જગતના વૈભવની નિરર્થકતા જાણીને, દુર્જનોનો સંગ છોડી દેવો.
(The person should leave the intense fascination of the world and win over sensual happiness with pure heart. He should know the vanity of worldly comforts and leave the company of wicked persons.]
આ લોક અને પરલોકની ઈચ્છાઓનો ત્યાગ કરીને, માત્ર ભક્તિમાં જ ધ્યાન રાખવું. જગતમાં મનુષ્ય મેળવેલી સિદ્ધિઓને તરણા સમાન તુચ્છ ગણીને અભિમાન ત્યજવું.
[The person should leave the desire of universe or heaven and should concentrate only on devotion. He should know the vanity of worldly achievements like straws and should leave ego.]
ગુરુ વચનમાં વિશ્વાસ રાખનારે, પોતાના વચનમાં અડગ રહેવું. ગંગાસતી પાનબાઈને કહે છે કે, આવા ભક્તોને જગતમાં કોઈ નડતું નથી.
[The person should live firm in his own statement who keeps faith in guru’s statement. Gangasati Panbai says that no one in the world harms such devotees.)

ક્રોધી સ્વભાવને જીતવો ને શબ્દાર્થ (Meanings)

ક્રોધ (૫) – રોષ, ગુસ્સો; anger
સ્વભાવ (૫) – તાસીર, પ્રકૃતિ; nature.
અંતર (નવું) -મન; mind.
સર્વ- બધા, તમામ; all.
વરતવું વર્તન કરવું; to behave.
વિરોધ (૫) -પ્રતિકાર; protest.
નિરમળ (નવું) – નિર્મળ, પવિત્ર, વિમલ; holy.
વેરાગ (૫) – વૈરાગ્ય, વિરક્તિ, અનાસક્તિ; acetic.
વૈભવ (૫) – સમૃદ્ધિ; prosperity.
મિથ્યા – ખોટું, નકામું; misery.
રાગ (૫) -પ્રેમ, સ્નેહ, નેહ; love.
આશા (સ્ત્રી) – ઈચ્છા, મનોરથ; hope.
તજવી -છોડવી, ત્યાગવી; to abandon.
અભ્યાસ (૫) – (અહીં) ભક્તિ; devotion.
ધ્યાન (નવું) – લક્ષ; attention.
તરણું (નવું) – ઘાસ, તૃણ; grass.
માન (નવું) – (અહીં) અભિમાન; pride.
મેલવું (નવું) – ત્યજવું; to abandon.
વચન (નવું) – વેણ; promise.
Fun & Easy to follow
Works on all devices
Your own Pace
Super Affordable

Popular Videos

Play Video

UX for Teams

Learn the basics and a bit beyond to improve your backend dev skills.

ava4.png
Chris Matthews

Designer

Play Video

SEO & Instagram

Learn the basics and a bit beyond to improve your backend dev skills.

ava4.png
Chris Matthews

Designer