Chapter 1 ક્રોધી સ્વભાવને જીતવો ને
Chapter 1 ક્રોધી સ્વભાવને જીતવો ને
Chapter 1 ક્રોધી સ્વભાવને જીતવો ને Textbook Questions and Answers
1. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો.
પ્રશ્ન 1.ગંગાસતી શાને જીતવાનું કહે છે?
ઉત્તરઃ
ગંગાસતી મનુષ્યના દુશ્મન એવા ક્રોધને જીતવાનું કહે છે.
પ્રશ્ન 2.મનની દ્વિધા (મૂંઝવણ) ટાળવા કવયિત્રી કેવો વ્યવહાર સૂચવે છે?
ઉત્તર :
મનની દ્વિધા ટાળવા કવયિત્રી સર્વ સાથે સમાનભાવે વર્તવાની સલાહ આપે છે.
પ્રશ્ન 3.ગંગાસતીની શિષ્યા કોણ હતા?
ઉત્તરઃ
ગંગાસતીની શિષ્યા પાનબાઈ હતી.
2. નીચેના પ્રશ્નોના ત્રણ-ચાર વાક્યમાં ઉત્તર લખો.
પ્રશ્ન 1.ગંગાસતી અંતરમાં શું ધારણ કરવાનું જણાવે છે? શા માટે?
ઉત્તરઃ
ગંગાસતી ક્રોધ પર વિજય મેળવીને મૌન ધારણ કરવાનું જણાવે છે. મનમાં રહેલા વિરોધને ટાળીને મનને પવિત્ર રાખી, કામ પર વિજય મેળવવો અને અંતરમાં વૈરાગ રાખવો. જગતના વૈભવને મિથ્યા માનીને, દુર્જનનો સંગ ટાળવાનું કહે છે. કેમ કે આમ કરવાથી મનુષ્ય ક્રોધ પર વિજય મેળવી શકશે.
પ્રશ્ન 2.કઈ આશા છોડીને શેમાં ધ્યાન ધરવાનો ઉપદેશ ગંગાસતી જણાવે છે?
ઉત્તરઃ
ગંગાસતી આ લોક અને પરલોકની આશા છોડીને ભક્તિમાં અને ઈશ્વર સ્મરણમાં મન પરોવવાનું કહે છે. જગતમાં મળેલી સિદ્ધિઓને તરણાં સમાન ગણવી. સિદ્ધિઓને કારણે અભિમાન ન આવે એની કાળજી લેવી. પોતાના વચનમાં હંમેશાં મક્કમ રહેવું. આમ, જગતની મોહમાયાને ત્યજીને ઈશ્વરમય રહેવાનું કહેવામાં આવ્યું છે.
3. સવિસ્તર ઉત્તર લખો.
પ્રશ્ન 1.ગંગાસતી માનવ સ્વભાવના કયા કયા દુર્ગુણો જણાવી તેને દૂર કરવાના ઉપાયો સૂચવે છે?
ઉત્તરઃ
ગુજરાતી સાહિત્યજગતમાં સંતકવયિત્રી તરીકેની પ્રસિદ્ધિ મેળવનાર ગંગાસતીના પ્રચલિત ભજનમાંનું આ એક ભજન છે. પ્રસ્તુત ભજનમાં ખૂબ જ સરળ શબ્દોમાં ક્રોધ પર વિજય મેળવવાના માર્ગો દર્શાવ્યા છે.
આપણાં ભારતીય ધર્મશાસ્ત્રોમાં જેને પરિપુ કહ્યા છે તે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર. આ છ મહાશત્રુ પર વિજય મેળવવો ખૂબ કપરો છે. ગંગાસતી પાનબાઈને કહે છે કે, જેમણે અધ્યાત્મના માર્ગે પ્રયાણ કરવું હોય તેણે ક્રોધ પર વિજય મેળવવો જ રહ્યો. ક્રોધ જ સર્વ દુઃખોનું કારણ છે.
માનવીએ ક્રોધ પર વિજય મેળવવા સર્વ સાથે સમાનભાવે વર્તવું જોઈએ. સંસારની આસક્તિનો ત્યાગ કરવો જોઈએ. હૃદયની નિર્મળતાથી મનમાં રહેલા વિરોધને ટાળવો જોઈએ. મનને પવિત્ર અને વૈરાગી રાખીને કામ પર વિજય મેળવવો જોઈએ. જગતના વૈભવને મિથ્યા જાણીને દુર્જનનો સંગ પણ ટાળવો જોઈએ.
આમ, આ પદમાં ક્રોધનાં કારણોની સાથે તેના નિવારણના ઉપાયો પણ બતાવાયા છે.
પ્રશ્ન 2.ક્રોધી સ્વભાવ જીતવા ગંગાસતી શો ઉપદેશ આપે છે તે જણાવો.
ઉત્તર :
સંતકવયિત્રી ગંગાસતીએ માનવજીવનનાં આધારરૂપ અણમોલ પાસાઓનો અભ્યાસ કરીને, જગતને ઉપદેશ આપવાના હેતુથી વિવિધ કાવ્યરચનાઓ કરી છે.
અધ્યાત્મને માર્ગે જનારે પરિપુ પર વિજય મેળવવા ક્રોધને ત્યાગીને, મનના વિરોધને દૂર કરવો જોઈએ. સર્વ સાથે સમાનભાવે વર્તવું જોઈએ. સંસારની આસક્તિનો ત્યાગ કરીને, હૃદયની નિર્મળતાથી કામ પર વિજય મેળવવો જોઈએ. જગતના વૈભવને મિથ્યા ગણીને, દુર્જનોનો સંગ છોડી દેવો જોઈએ.
ક્રોધ પર વિજય મેળવવો મનુષ્ય માટે અતિ વિકટ છે, છતાં જગતની મોહમાયાને છોડીને ભક્તિમાં જ ધ્યાન લગાવવાથી ક્રોધ પર વિજય મેળવી શકાય છે. જગતમાં મેળવેલી સિદ્ધિઓને તરણાં સમાન ગણવી. સિદ્ધિઓને કારણે અભિમાન ન આવે એની કાળજી લેવી. પોતાના વચનમાં હંમેશાં મક્કમ રહેવું. આમ, મનની ઇચ્છાઓ અને જગતની મોહમાયાને ત્યજીને ઈશ્વરમય રહેવાનું કહે છે.
કાવ્યના અંતમાં, ગંગાસતી પાનબાઈને અક્રોધના મહિમાની સાથે ક્રોધના નિવારણનાં કારણો બતાવીને જગતને ઉમદા સંદેશ આપ્યો છે.
Fun & Easy to follow
Works on all devices
Your own Pace
Super Affordable
Popular Videos
UX for Teams
Learn the basics and a bit beyond to improve your backend dev skills.
Chris Matthews
Designer
SEO & Instagram
Learn the basics and a bit beyond to improve your backend dev skills.
Chris Matthews
Designer